સ્મશાનથી આવ્યા બાદ સ્નાન કરવું અનિવાર્ય કેમ ?

Posted By:
Subscribe to Oneindia News

જે જન્મે છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ દુનિયાનું સૌથી મોટું સત્ય છે. જન્મના સમયે ઉત્સવ મનાવવામાં આવે છે. મૃત્યુના સમયે દુઃખ વ્યક્ત કરવામાં આવે છે. કોઈને મરવાની ઈચ્છા નથી હોતી, પણ મૃત્યુ એક સત્ય છે જેને બદલી નથી શકાતું. ત્યારે મૃત્યુ બાદ શબને અંતિમ સંસ્કાર માટે શ્મશાનમાં લઈ જવામાં આવે છે. સ્મશાનથી પાછા ફરી ઘરમાં પ્રવેશ કરતા પહેલા આપણે સ્નાન કરીએ છીએ.

xdeath

શું તમે જાણો છો શ્મશાનથી આવ્યા બાદ સ્નાન કરવું અનિવાર્ય કેમ ?
સ્મશાનથી પાછા ફરી સ્નાન કરવું જરૂરી છે. આ પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છૂપાયેલા છે. સ્મશાનમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. જે લોકોનો આત્મવિશ્વાસ ઓછો હોય, ડરેલા હોય, માનસિક રીતે કમજોર હોય અને ધૈર્યની કમી હોય તેવા લોકો પર નકારાત્મક ઉર્જા જલ્દી જ હાવી થઈ જાય છે. અંતિમ સંસ્કાર પૂર્વે ઘણા સમય સુધી મૃત શરીર પડી રહે છે. જેમાં સુક્ષ્મ સંક્રમિત જીવાણુંઓનો પસારો થઈ જાય છે. જે લોકો ત્યાં હાજર હોય તેમને પણ આ સંક્રમણનો ખતરો રહે છે.

મૃત શરીર પર જીવાણુંનો કબજો!
એવુ કોઈ વ્યકિત મૃત્યુ પામ્યુ હોય કે જેમને પહેલેથી બિમારીઓ હોય અને તે સંક્રમિત જીવાણુંઓને કારણે થઈ હોય તો મૃત્યુ પછી આ જીવાણુંઓ તેના શરીર પર કબજો જમાવી લે છે. સ્મશાનમાં હાજર દરેક વ્યકિતને આ જીવાણુંઓનો હુમલો થઈ શકે છે. પરિણામે સ્મશાનથી આવ્યા બાદ નાહવાનો રિવાજ છે. જેને કારણે સંક્રમિત જીવાણુંઓનો પ્રભાવ શરીર પરથી ઓછો થઈ જાય છે.

તનાવ ઓછો કરવા!
વિજ્ઞાનનું માનવું છે કે જો તમે તનાવમાં હોવ તો નાહવાથી તનાવ ઓછો થાય છે. જે સમયે તમે દુઃખી અને તનાવમાં હોવ, તેવા સમયે તમારું શરીર ખાસ કરીને માથાનો ભાગ વધારે ગરમ રહે છે. સ્નાન કર્યા બાદ આખા શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે અને તમે પોતાને રિલેક્સ અનુભવો છો. એટલે કે તમે શાંતીનો અનુભવ કરો છો. જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે ઘરના બધા તનાવમાં રહે છે. પરિણામે સ્મશાનથી આવ્યા બાદ સ્નાન કરી લેવાથી માનસિક તાણવ અને ચિંતા ઓછી થાય છે અને મન હલકુ થઈ જાય છે.

English summary
"Once a person is dead, the body looses it ability to fight bacteria and starts to decompose.That is the reason why they are asked to bath immediately after the funeral, before touching anything or anyone.
Please Wait while comments are loading...