For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lord Krishna Story: જાણો ગાંધારીએ કેમ આપ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ?

જન-જન મુક્તિદાતા સ્વયમ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણનુ મૃત્યુ એક નહિ પરંતુ બે-બે શ્રાપોના કારણે થયુ. જાણો અહીં આખી વાર્તા.

|
Google Oneindia Gujarati News

Lord Krishna Death Story: શ્રીકૃષ્ણ ભારતીય જનમાનસ પર છવાયેલ એક એના નાયક છે જેમની પરાલૌકિક શક્તિ પર શ્રદ્ધાળુઓ અંધભક્તિ રાખે છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં અસંભવ પણ સંભવ છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં દરેક ચમત્કાર સંભવ છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં વિપરિત પરિસ્થિતિઓમાં પણ વિજય સંભવ છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં ભવસાગના કષ્ટોમાંથી પાર જઈને મોક્ષની પ્રાપ્તિ સંભવ છે. આવા જન-જન મુક્તિદાતા સ્વયમ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણનુ મૃત્યુ એક નહિ પરંતુ બે-બે શ્રાપોના કારણે થયુ. સાંભળવામાં આ વાત વિચિત્ર લાગે છે પરંતુ આ જ સત્ય છે.

આજે આ વિચિત્ર ઘટના વિશે જાણીએ

આજે આ વિચિત્ર ઘટના વિશે જાણીએ

આપણે સૌ જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ સ્વયમ ભગવાન વિષ્ણુના અવતાર હતા પરંતુ તે આ સંસારને જીવનની સીખ આપવા માનવ રૂપે અવતરિત થયા હતા. માનવ દેહના ધર્મનો નિર્વાહ કરવા માટે શ્રી કૃષ્ણને ક્યારેક ને ક્યારેક મૃત્યુને અંગીકાર કરવાનો જ હતો. તેના આ અંતના પણ બે કારણ બન્યા. આમાંથી એક હતી કૌરવોની માતા ગાંધારી અને બીજા હતા મહર્ષિ દુર્વાસા.

કૌરવ વંશનો સમૂળ નાશ થઈ ચૂક્યો હતો

કૌરવ વંશનો સમૂળ નાશ થઈ ચૂક્યો હતો

પહેલી કથા અનુસાર મહાભારતનુ યુદ્ધ સમાપ્ત થવા સુધી કૌરવ વંશનો સમૂળ નાશ થઈ ચૂક્યો હતો. સો પુત્રોને ગુમાવ્યા બાદ માતા ગાંધારીનુ હ્રદય દુઃખી હતુ. એવામાં શ્રીકૃ્ષ્ણ જ્યારે તેમને મળવા પહોંચ્યા ત્યારે દુઃખી હ્રદયા માતા ગાંધારીએ કહ્યુ - હે કૃષ્ણ! તમે તો સંસારને સંભાળવાની ક્ષમતા ધરાવો છો. તમે ઈચ્છતા તો કોઈ રક્તપાત વિના બધી સમસ્યાનુ સમાધાન કરી શકતા હતા. તમે ઈચ્છતા તો આજે આ રીતે મારા વંશનો સમૂળ નાશ ન થયો હોત પરંતુ તમારા કારણે મે મારુ બધુ ગુમાવી દીધી. હું તમને શ્રાપ આપુ છુ કે 36 વર્ષની અંદર તમારા યાદવ વંશનો પણ આ રીતે સમૂળ નાશ થશે અને તમારુ પણ આકસ્મિક વધ થશે. મહારાણી ગાંધારીના કથન અનુસાર 36 વર્ષોની અંદર જ પરસ્પર કલેશ અને દ્વેષના કારણે સમસ્ય યાદવ વંશ સમૂળ નષ્ટ થયો અને કૃષ્ણજી પણ અજાણતા તીરનો શિકાર બન્યા.

ઋષિ દુર્વાસા દિવ્ય શક્તિઓના સ્વામી હતા

ઋષિ દુર્વાસા દિવ્ય શક્તિઓના સ્વામી હતા

બીજી કથામાં મહર્ષિ દુર્વાસાની ભૂમિકા આવે છે. ઋષિ દુર્વાસા બ્રહ્મજ્ઞાની હોવાના કારણે દિવ્ય શક્તિઓના સ્વામી હતા. તેમને ખબર હતી કે કૃષ્ણની કુંડળીમાં ઘાત છે. પોતાના પરમ પ્રિય દેવની રક્ષા માટે ઋષિએ શ્રીકૃષ્ણ માટે દિવ્ય ખીર બનાવી અને કહ્યુ કે તે પોતાના સમસ્ત દેહ પર આ ખીર લગાવી દે. શરીરનો એક પણ ભાગ રહી ન જાય. આ ખીરના પ્રભાવથી તે અમર થઈ જશે. શ્રીકૃષ્ણ પોતાના આખા દેહમાં ખીર લગાવી લીધી પરંતુ પગના તળિયાને છોડી દીધા. આ જોઈને મહર્ષિ દુઃખી અને ક્રોધિત થઈ ગયા અને બોલ્યા - હે કૃષ્ણ! આ શું કર્યુ, મારા સમસ્ત પ્રયાસોને વ્યર્થ કરી દીધા. હું જાણુ છુ કે હવે આ જ કાર્ય તમારા અંતનુ કારણ બનશે. તમારા પ્રાણ, તમારા તળિયા પર પ્રહારથી જ મુક્ત થશે.

ગુરુનો મકર રાશિમાં પ્રવેશ 20 નવેમ્બરથી, જાણો દરેક રાશિ પર અસર અને ઉપાયગુરુનો મકર રાશિમાં પ્રવેશ 20 નવેમ્બરથી, જાણો દરેક રાશિ પર અસર અને ઉપાય

English summary
Why Gandhari cursed Lord Krishna after Kurukshetra war, Read the story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X