For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો લગ્ન પહેલા કુંડળી મેળવવી કેમ છે જરૂરી?

|
Google Oneindia Gujarati News

આજકાલ લવ મેરેજ કરતા અરેન્જ મેરેજ વધુ થઇ રહ્યા છે. વધુમાં બન્ને પરિવારના લોકો એકબીજાના વિષે બધુ જાણીને, સમજીને લગ્ન કરવામાં વધુ માની રહ્યા છે.

વધુમાં એરેન્જ મેરેજમાં કુંડળી મેળવીને લગ્ન કરવાનું પણ ચલણ વધી રહ્યું છે કારણ કે કુંડળી દ્વારા તમે સામે વાળાના સ્વભાવ અને તેના વ્યક્ત્વિ વિષે અનેક વસ્તુઓ જાણી શકો છો અને તે બાદ વધુ યોગ્ય નિર્ણય લઇ શકો છો.

એટલું જ નહીં આજે અમે તમને જ્યોતિષ દ્વારા કેવી રીતે કુંડળી મેળવી શકાય છે અને કેવા અંક શું સૂચવે છે તે પણ જણાવીશું. તો વાંચો આ આર્ટીકલ અને જાણો કુંડળી દ્વારા તમે કેવી રીતે જાણી શકો છો તમારા બન્ને વચ્ચે કેવો મનમેળ રહેશે. જુઓ આ ફોટોસ્લાઇડર...

વર્ણનો અંક 01

વર્ણનો અંક 01

જો વર્ણનો અંક 01 હોય અને જો બન્નેના વર્ણમાં સમાનતા હોય તો વર-વધૂની કાર્યક્ષમતા સારી રહેશે. વર્ણનો અંક શૂન્ય રહેવાથી કાર્યક્ષમતા સારી નથી રહેતી.

સંતાન ઇચ્છા

સંતાન ઇચ્છા

વશ્ય અંક 2 હોય તો? વર વધુની કુંડળીમાં વશ્ય અંક બે હોવાથી જન્મ પામનાર સંતાન સુંદર, સુશીલ, આજ્ઞાકારી અને ભાગ્યશાળી હશે. ત્યાં જ વશ્ય અંક શૂન્ય હોવાથી સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી આવી શકે છે.

અંક 4

અંક 4

છોકરા-છોકરીની કુંડળીમાં તારા અંક 4 હોય તો વિવાહ બાદ બન્નેના ભાગ્યમાં વધારો થાય છે. જો કે તારા અંક શૂન્ય હોવાથી ભાગ્યનો અસહકાર જોવા મળશે.

મનમેળ

મનમેળ

યોની અંક 5 હોય તો બન્નેની માનસિકતા અને સેક્સ ક્ષમતા સારી રહે છે. પણ જો યોની અંક શૂન્ય હશે તો વિવાહ માદ માનસિક તનાવ વધશે અને તેનો અસર સેક્સ લાઇફ પર પણ પડશે.

ગ્રહમૈત્રી

ગ્રહમૈત્રી

ગ્રહમૈત્રી અંક 5 હોવાથી બન્ને વચ્ચે કોર્ડિનેશન સારું રહેશે. સાથે પરિવારની પણ ઉન્નતિ થશે. ગ્રહમૈત્રી શૂન્ય હોવાથી પરિવારિક પ્રગતિ બાધિત થઇ જશે અને વિરોધાભાસ પણ બનશે.

સંપત્તિ

સંપત્તિ

ગણ અંક 6 હોવાથી પુરુષ અને સ્ત્રી વચ્ચે સારો તાલમેળ રહેશે. વધુમાં તેના કારણે સંપત્તિમાં પણ વુદ્ધિ આવશે. ગણ અંક શૂન્ય હોવાથી સંપત્તિ નાશનો પણ ખતરો બની શકે છે.

ભકૂટ

ભકૂટ

ભકૂટ અંક 7 હોવાથી બન્નેમાં પ્રેમ બની રહે છે અને તે તેમની મહેનતમાં દમ પર બન્ને પરિવારોમાં ખુશીઓ અને પ્રગતિ લાવી શકે છે. જો કે ભકૂટ શૂન્ય હોય તેવા સંબંધો ત્યારે જ બંધાય છે જ્યારે બન્નેમાંથી કોઇએ મજબૂરીમાં લગ્ન કર્યા હોય.

અંક 8

અંક 8

નાડી અંક 8 હોવાથી વર-વધુ બન્નેનું સ્વાસ્થય સારું રહે છે. જો બન્નેની નાડી અંક શૂન્ય હોય તો તેને સારું માનવામાં નથી આવતું.

એક નાડી

એક નાડી

એક નાડી કે પછી એક જ બ્લડ ગ્રુપ હોવાના કારણે સંતાન પ્રાપ્તિ વખતે તેના સ્વાસ્થયને લઇને ખતરો બની શકે છે.

English summary
Kundali matchmaking of a prospective bride and groom is the only option to ensure their compatibility. Once they get married, their horoscopes also have a combined impact on their future and lifestyle for the rest of their lifetimes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X