For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શા માટે શિવલિંગની પૂજામાં ક્યારેય હળદરનો ઉપયોગ કરવો નહિં?

આજે આપણે વાત કરીશું કે શા માટે શિવને હળદર ક્યારેય ન ધરાવવું. એવું તો શું કારણ છે કે શિવની પૂજામાં હળદરનો ઉપયોગ ક્યારેય કરાતો નથી?

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ઘરમાં તેમજ એવા સ્થાનો કે જ્યાં નિયમિત રીતે તેમજ ધાર્મિક વિધિથી પૂજા ન થતી હોય તેવા સ્થાનો પર શિવલિંગ રાખવું જોઈએ નહિં. આમ કરવાથી મહાદેવનો અનાદર થાય છે. ભગવાન ભોળા શંકર સાદામાં સાદી જીવનશૈલી જીવવા માટે જાણીતા છે. જેથી તેમને સરળતાથી મનાવી પણ લેવાય છે. તેમને મોંધા પકવાનો કે ફળો આપીને તેમજ સજાવી-ધજાવીને રાખવાની જરૂર નથી.

શિવ પુરાણ જે મુખ્યત્વે ભગવાન શિવના જીવન પર આધારિત છે તેના એક પ્રકરણમાં તેમની પત્ની પાર્વતીએ તેમની પૂજા કરવાની ધાર્મિક રીતનો ઉલ્લેખ કર્યો છે અને તેમની પૂજા કરતી વખતે બધાએ શું શું ટાળવું તે જણાવ્યુ છે. આજે આપણે વાત કરીશું કે શા માટે શિવને હળદર ક્યારેય ન ધરાવવું. એવું તો શું કારણ છે કે શિવની પૂજામાં હળદરનો ઉપયોગ ક્યારેય કરાતો નથી?

શિવને પ્રિય ભસ્મ, બીલી, દૂધ અને ભાંગ

શિવને પ્રિય ભસ્મ, બીલી, દૂધ અને ભાંગ

પ્રાચિન ગંથોમાં જણાવેલું છે કે ભગવાન શિવને માત્ર ધતૂરો, બીલીપત્ર, ભાંગ, તાજુ ઠંડુ ગાયનું દૂધ, ચંદન પેસ્ટ અને ભસ્મ પ્રિય છે. આપણા હિંદુ સમાજમાં તમામ દેવી-દેવને કર્તવ્યનિષ્ઠા સાથે પૂજવામાં આવે છે. આજ રીતે શિવની પણ પૂજા કરવાથી બદલામાં સ્વર્ગના તમામ દેવી-દેવને ખુશ કરી શકાય છે.

શા માટે શિવ અને હળદરનો દૂર સુધી નથી કોઈ નાતો?

શા માટે શિવ અને હળદરનો દૂર સુધી નથી કોઈ નાતો?

હળદર એ એવી વસ્તુ છે જેને તમામ ધાર્મિક કાર્યોમાં અત્યંત પવિત્ર તત્વ તરીકે ગણવામાં આવે છે. તમામ દેવી-દેવની પૂજા કરતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં આ હળદર ક્યારેય ભગવાન શંકરને અથવા શિવલિંગને અર્પણ કરવામાં આવતી નથી.

શિવ ઝેર ગટગટાવી ગયા હતા

શિવ ઝેર ગટગટાવી ગયા હતા

ગ્રંથો મુજબ શિવલિંગ પુરુષ યોનીનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શિવ તેમની પ્રચંડ ઉર્જા અભિવ્યકિત માટે બહોળા પ્રમાણમાં પૂજનીય છે. શિવ ઝેર ગટગટાવી ગયા હતા, જેથી હંમેશા તેમને ઠંડા તત્વો જેમકે, દૂધ, ચંદન, ભાંગ, બીલી જેવી ઠંડી વસ્તુઓ દ્વારા પૂજવામાં આવે છે.

હળદર સ્ત્રીના સૌદર્યને ખીલવવા, આકર્ષવા સાથે સંબંધ ધરાવે છે

હળદર સ્ત્રીના સૌદર્યને ખીલવવા, આકર્ષવા સાથે સંબંધ ધરાવે છે

જ્યારે હળદર સ્ત્રીના સૌદર્યને ખીલવવા, આકર્ષવા સાથે સંબંધ ધરાવે છે. ભગવાન શિવ હંમેશા સંસારના સુખોથી દૂર રહી, બ્રહ્મચારી તરીકે જીવ્યા હતા. તેમને સાદગીભર્યુ જીવન જીવ્યુ હતુ. આ કારણથી ક્યારેય શિવ કે શિવલિંગની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી.

English summary
Why Shivlinga must never be worshiped with Haldi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X