જ્યોતિષ: જાણો મકર રાશિ માટે કેવું વર્ષ 2016
મકર (22 ડિસેમ્બર થી 19 જાન્યુઆરી) વનઇન્ડિયાના જ્યોતિષ પંડિત અનુજ કે શુક્લ મુજબ વર્ષ 2016માં સૂર્ય મકર રાશિમાં પરિભ્રમણ કરશે. આ સાથે જ મુંગળ, બુધ અને શુક્રના પ્રભાવથી કેટલાક દિવસ તમને માનસિક અશાંતિ રહેશે. વળી આ વર્ષ તમારે રાજનૈતિક લોકો સાથે મળવાનું થશે. જો કે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવાની ખાસ જરૂર છે.
શરૂઆતના કેટલાક મહિના તમારે સફળતા મેળવવા માટે કાર્ય કરવાની રીત બદલવી પડશે. અને નિયમબદ્ધ રીતે મહેનત પણ કરવી પડશે તો જ સફળતા મળશે. વળી આ દરમિયાન તમને કોઇ મૂલ્યવાન ઉપહાર મળી શકે છે. ધનનો ઉપયોગ વિચારીને કરજો કારણ કે આર્થિક સ્થિતિ બગડી શકે છે. નોકરી કરવાવાળા માટે આ સમય થોડો સંધર્ષમય રહેશે. વેપાર વર્ગ માટે પણ આ સમય થોડાક મુશ્કેલી ભર્યો રહેશે.
વર્ષના મધ્યમાં તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને તમારી પ્રતિષ્ઠા વધશે અને કેરિયરમાં પણ ચાર ચાંદ લાગશે. ભાષામાં શુદ્ધતાના કારણે પ્રતિષ્ઠિત લોકોને મળવાનું થશે. નવા કાર્યોના લીધે મન ચિંતત રહેશે. એક્ટ્રા મેરિટલ અફેરના પણ ચાન્સ છે.
વર્ષના અંતમાં મુશ્કેલીઓ વધશે. પારિવારીક ઝગડા વધશે. જનસંપર્ક વધવાથી અને મીઠી વાણીના ઉપયોગથી તમે તમારા કામો કરવામાં સફળ રહેશો. જો કે તમારા મનમાં ખુબ જ ઉથલ પુથલ થતી રહેશે. આર્થિક કષ્ટ પણ આવી શકે છે. અને ઉધાર લેવા પહેલા ખાસ વિચારજો. પ્રેમમાં પણ અસમજસની સ્થિતી રહેશે. માસિક ભવિષ્ય જાણવા માટે વાંચો નીચેનો ફોટોસ્લાઇડર...

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી
જાન્યુઆરીમાં રાજનૈતિક લોકોની સાથે મુલાકાત થશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. સફળ થવા કાર્ય કરવાની પદ્ધતિ બદલવી. મુલ્યવાન ઉપહાર મળી શકે છે. તમારી સામાજિક સંવેદનશીલતાના દૂરગામી પરિણામો હિતકારી આવશે. ધનનો ખર્ચ વિચારીને કરજો. નોકરી કરનારા માટે થોડા સમય સંધર્ષમય રહેશે. વ્યાપાર વર્ગ માટે પણ સમય કઠિન. પ્રણય સંબંધોમાં અસ્થિરતા આવશે.

1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી
આ મહિનો મધ્યમ રહેશે. યાત્રાના યોગ છે. નજીકના લોકો સાથે સંબંધો સારા થશે. ભાગ્ય પક્ષ મજબૂત થશે. સસુરાલ પક્ષથી આર્થિક લાભ થશે. નોકરીવાળાને ટ્રાન્સફર થશે. વ્યવસાયમાં રોકાણ વિચારીને કરજો.

1 માર્ચથી 31 માર્ચ
આ મહિનો સારો જશે. કાર્ય કરવાની દિશામાં કેટલાક પરિવર્તન આવશે. શિક્ષા ક્ષેત્રમાં પ્રગતિ થશે. સમાજમાં ઉપહાર અને સન્માન મળશે. વાહન, મકાન ખરીદવાના યોગ બનશે. પગાર પણ વધશે.

એપ્રિલ મહિનો
આ મહિનો ઓકે ઓકે રહેશે. ભૌતિક જવાબદારીઓ પર ધ્યાન આપો. સંતાન પર ખર્ચ વધશે. ધર્મ કર્મના કાર્યો અટકશે. નોકરીયાતોની મુશ્કેલી વધશે. નોકરી કરનારને તેમના સહયોગી હેરાન કરશે.

મે
વિરોધીઓથી બચીને રહેજો. આર્થિક સ્થિતિ સારી થશે. નોકરીના પ્રમોશનની શક્યતા ઓછી થશે. નોકરી મામલે જીવનસાથીનો સાથ મળશે. વૈવાહિક જીવન સુધરશે.

જૂન
આ મહિનો તમે વ્યસ્ત રહેશો. નકારાત્મક વિચારોથી મન ચિંતિત રહેશે. કમાણી સારી થશે. સ્વાસ્થય પ્રતિ ધ્યાન રાખજો. સરકારી નોકરીયાતને લાભ. વેપારીઓ માટે સામાન્ય. જીવનસાથીથી તાલમેળ વધશે.

જુલાઇ
પ્રતિષ્ઠા અને કેરિયરમાં ચાર ચાંદ લાગશે. ભાષા સારી થશે જેના લીધે અનેક લોકોથી મિત્રતા વધશે. ચિંતાઓ પણ વધશે. કોઇ સ્ત્રી પ્રત્યે લગાવ થશે. આવક પણ વધશે. પત્રકારો માટે આ સારો સમય છે. વેપારમાં પ્રગતિના અવસર મળશે. વૈવાહિક જીવનમાં મુશ્કેલી વધશે.

ઓગસ્ટ
ઓગસ્ટ મહિનો સામાન્ય રહેશે. તમને કોઇ સગા કે મિત્રથી લાભ થશે. ધરેલુ ખર્ચા વધશે. વાણીમાં કઠોરતા આવશે. માનસિક તનાવના કારણે આર્થિક પક્ષ નબળો પડશે. પોઝિટવ પહેશો. વેપારીઓએ મોટું રોકાણ ટાળવું.

સપ્ટેમ્બર
સપ્ટેમ્બરમાં ખોટી વાતોના કારણે તમને ક્રોધ આવી શકે છે. જૂના સંબધીઓ મળશે. કોઇ પણ નવું કાર્ય કરવું કે કોઇના પર વધુ પડતો વિશ્વાસ કરવો હાનિકારક બની શકે છે. આધુનિક વસ્તુઓ લેવાનું મન થશે પણ ખુસ્સુ રજા નહીં આપે. માથામાં દુખાવો રહેશે. પ્રણય સંબંધોમાં કટુતા આવશે.

ઓક્ટોબર
જે પણ કાર્ય કરો વિચારીને અને સતર્ક રહીને કરજો. શારીરિક ક્ષમતા વધશે તમે રચનાત્મક કાર્યો કરી શકશો. કમાણી સામાન્ય રહેશે. કફની બિમારી થશે. વેપારમાં કોઇ મોટું રોકાણ ટાળવું.

નવેમ્બર
સાસરી પક્ષથી સહયોગ મળશે. સંતાન પ્રતિ પ્રેમ વધશે. મીડિયા ક્ષેત્રના લોકોમાં જનસંપર્ક વધશે. કર્મચારીનો સહયોગ મળશે. પારિવારીક સંબંધો સારા થશે. સકારાત્મક વિચારો પ્રગતિ લાવશે. કમાણી સારી થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. વેપારમાં પણ પ્રગતિ થશે. દાંપત્ય જીવન પણ સારું રહેશે.

ડિસેમ્બર
પારિવારીક ઝગડો થશે. જનસંપર્ક વધશે. મીઠી વાણીનો ઉપયોગ કરી કામ કરાવજો. માનસિક સંતુલનના કારણે કોઇ કાર્ય બગડશે પણ ખરી. મનમાં ખૂબ જ ઉતાર ચઢાવ આવશે. આર્થિક કષ્ટ આવશે. ઉધાર લેવામાં આનાકાની ના કરતા. નોકરી પરથી થોડું ધ્યાન ગયું તો મુશ્કેલી આવી શકે છે. પ્રેમ સંબંધમાં પણ અસમંજસની સ્થિતિ આવશે.












Click it and Unblock the Notifications
