વૃશ્ચિકઃ નવી સોગાતો લઇને આવશે 2014

Posted By:
Subscribe to Oneindia News

વૃશ્ચિક(તો, ના, ની, નૂ, ને, નો, યા, યી, યૂ): લખનઉના જ્યોતિષ પં. અનુજ કે શુક્લ જણાવી રહ્યાં છે કે વૃશ્ચિક રાશિ માટે વર્ષ 2014 અનેક નવી સોગાતો લઇને આવશે. વર્ષની શરૂઆતમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ મકર રાશિમાં આવશે. ચંદ્રને છોડીને બધા ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. આ ગ્રહોની સ્થિતિના આધારે વર્ષ 2014 શરૂઆતમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે નવી સોગાતો લઇને આવશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કોર્ટ કચેરી સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થશે. ભૂમિ અને મકાનથી તમને લાભ થઇ શકે છે. રચનાત્મક કાર્ય ફળીભૂત થશે.

વર્ષના મધ્યમાં સૂર્ય કર્ક રાશિમાં આવી જશે. બુદ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળ તુલા રાશિમાં આવી જશે. શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે અને ગુરુ કર્ક રાશિમાં હશે. પછી ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. નવમનો સૂર્ય વૃશ્ચિક રાશિના જાતકો માટે હિતકારી સાબિત થશે. અનેક લાભો મળશે. ભાગ્ય 100 ટકા તમારો સાથ આપશે. જે કામ હાથમાં લેશો તેમાં સફળતાં થશે.

વર્ષના અંતમા સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને બુધ પણ સૂર્ય સાથે આવશે. શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. એટલે કે વર્ષના અંતમાં નિર્ધન લોકો પ્રત્યે દયાનો ભાવ ઉત્પન્ન થશે. અચાનક કોઇ કાર્યમાં વ્યયધાન આવી શકે છે. ગૃહસંબંધી સમસ્યાઓ ઓછી થશે. પદયાત્રા કરવી તમારા માટે સારી. હવે તસવીરો થકી વિસ્તારથી વાંચીએ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કેવુ રહેશે નવું વર્ષ.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમા પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવી જશે. જાન્યુઆરીનો મહીનો વૃશ્ચિક રાશિના જાતકો માટે નવી સોગાતો લાવીને આવશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કોર્ટ કચેરી સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થશે. ભૂમિ અને મકાનથી લાભ થશે. યાત્રાનો પ્રસંગ બની રહેશે. સંબંધીઓમાં મૈત્રી પૂર્ણ સંબંધો બની રહેશે. દૂરસ્થ શિક્ષા સાથે જોડાયેલા છાત્રોની શિક્ષામાં પ્રગતિ થશે. રચનાત્ક કાર્ય ફળીભૂત થશે. સામાજિક કાર્યમાં ઉપલબ્ધીઓ પ્રાપ્ત થશે. ભાષાનો પ્રયોગ સાવધાનીથી કરો. પરિવારમાં પ્રગતિ થવાના શુભ સંકેત છે. માનસિક આનંદ પ્રાપ્ત થશે.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

આ મહીને સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં આવશે. બુધ ગ્રહ સૂર્ય સાથે કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધન રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. શનિ અને રાહુ તુલામા જ ભ્રમણ કરતા રહેશે, પરંતુ મંગળ 5 ફેબ્રુઆરીએ કન્યામાંથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. વાણની અભિવ્યક્તિથી કેટલાક સારા સંબંધો બનશે. દૈવિક શક્તિઓ પ્રત્યે આસ્થાનો ભાવ પ્રગટ થશે. મિત્રોના ઘરે આવવા જવાનું થશે. આળસ ના કરો નહીંતર બનતા કાર્યો બગડશે. નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા ના દો. કોઇ વિદ્વાન વ્યક્તિનો સહારો પ્રાપ્ત થશે. અંતઃકરણની અવાજ સાંભળીને કોઇ નિર્ણય કરો. અગંત સંબંધોની સ્થિતિમાં થોડી મજબૂતી આવશે. દરરોજના કાર્ય કરવામાં અસમર્થતા અનુભવાશે. સંતાન તરફથી મન ચિંતિત રહી શકે છે.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવશે. મંગળ કન્યા રાશિમાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ અને રાહુ તુલા રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. સંયમ સફળતાની સૌથી મોટી ચાવી છે. ઉતાવળભર્યું એકપણ કાર્ય ના કરો નહીંતર હાની પહોંચશે. ભૌતિક જગતથી મન થાકેલુ હોવાની અનુભૂતિ થશે. જીવનસાથીનું સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. વૃદ્ધ વ્યક્તિઓને થોડાક કષ્ટ રહેશે. કોઇવાતને લઇને મન ચિંતિત રહેશે. પરિવારની વ્યવસ્થાઓમાં કરવામાં આવેલા પ્રયાસ ફળશે. કાર્ય યોજનાઓ માટે મીટિંગ કરવી અપરિહાર્ય છે. સામાજિક કાર્યોમાં વાધા આવશે પરંતુ વિચલિત ન હોય અંતઃ સફળતા તમારાથી પ્રાપ્ત થશે. વિરોધીઓ પ્રતિ સતર્કતા રહેશે. આર્થિક પક્ષ-કપડાં અથવા અન્યો પર અત્યાધિક વ્યયના સંકેત છે. ધનની લેણદેણમાં સાવધાની અપેક્ષિત છે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મિન રાશિમાં આવશે. શુક્ર કુંભ અને મંગળ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. નિત નવા કાર્યો પ્રત્યે મન વિચલિત રહેશે. પરિવારમાં તણાવપૂર્ણ માહોલ રહી શકે છે. જેનાથી તમારું કોઇ કાર્ય કરવામાં મન નહીં લાગે. એક કાર્ય પૂર્ણ કર્યા બાદ બીજુ કાર્ય શરૂ કરો. મિત્રો પ્રત્યે મન ઉદાસીન રહેશે. સંતાનના કર્તવ્યોને પૂર્ણ કરવામાં મહેનત કરવી પડશે. અતીતની યાદોને સાચવી રાખવાથી કષ્ટ થશે તેથી વર્તમાન પર ફોકસ કરો. પોતાના અંતઃકરણનો અવાજ સાંભળીને જ કોઇ નિર્ણય કરો અન્યથા બાદમાં પસ્તાવું પડશે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15 મેએ વૃષભ રાશિમાં ગોચર કરવાનું શરૂ કરશે. બુધ પણ 5 મેએ સૂર્ય સાથે આવશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવશે. પોતાના વિચારોની યથાસ્થિતિમાં થોડાક બદલાવ લાવવા પડશે, કારણ કે, બધુ તમારા હિસાબથી થયુ તો વિચારેલી રણનીતિ અનુસાર કાર્ય કરો. અજાણતા કોઇ ભૂલ થઇ શકે છે. વિરોધીઓનું દમન હશે, જેનું ફળસ્વરૂપ કૂછ તણાવ ઓછો થશે. બેજવાબદારીભર્યુ કાર્ય કરવાથી માન-સન્માન ઓછું થઇ શકે છે. સંતાનના સ્વાસ્થ્ય પર અધિક વ્યય થઇ શકે છે. પ્રશાસનિક અધિકારીઓનું મૌખિક આશ્વાસન મળશે. ઓફીસના લોકો સાથે શાબ્દિક વ્યવહાર કરવાથી બચો.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

16 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વૃષભ રાશિમાં આવી જશે. મંગળ કન્યા રાશિમાં અને ગુરુ 5 જૂને કર્ક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. શનિ તુલામા જ ગોચર કરતો રહેશે. અવ્યવસ્થિત રીતે કરવામાં આવેલા કાર્ય અપૂર્ણ રહેશે. ઘરેલું જરૂરિયાતોની પૂર્તિ ધીરે ધીરે થશે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યાં છે. બાળકો સાથે સમય વિતાવવાથી માનસિક આનંદ પ્રાપ્ત થશે. ભૌતિક સુખો તરફ મન આકર્ષિત રહેશે. તમારી સાખ બચાવી રાખવા માટે કથની અને કરણીમાં સંયોગ સ્થાપિત કરવા પડશે. એક જ કાર્ય કરતા રહેવાથી મન થાક અનુભવશે. પિતા સાથે વિચાર વિમર્શ થશે. તમારાથી નાના લોકો પ્રત્યે પ્રેમ ભાવના ઉત્પન્ન થશે.

1 જુલાઇથી 31 જુલાઇ

1 જુલાઇથી 31 જુલાઇ

17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં આવશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવી જશે. શુક્ર 14 જુલાઇએ મિથુન રાશિમાં ગોચર કરશે અને ગુરુ કર્ક રાશિમાં રહેશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. નવમનો સૂર્ય વૃશ્ચિક રાશિના જાતકો માટે હિતકારી સાબિત થશે. રાજકીય મહત્વકાંક્ષા પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિમાં ચાલી રહેલા વિવાદો સમજૂતિનું રૂપ ધારણ કરશે. વાણીની મધુરતાથી લાભ થવાના સંકેત છે. અંગત સંબંધોમાં ધનિષ્ઠા આવશે. ધાર્મિક અનુષ્ઠાનોમાં મન લાગશે. સંતાનને નોકરી મળવાની સંભાવના છે.

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

18 ઑગસ્ટથી સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. 13 ઑગસ્ટે બુદ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાનું શરૂ કરી દેશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. આ મહીનો તમારા માટે મિશ્ર ફળ આપનારો સાબિત થશે. કોઇ મનોકામના પૂર્ણ થશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. કમીશન એજન્સી અને યાતાયાત સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે. રણનીતિ બનાવીને કરવામાં આવેલા કાર્ય પૂર્ણ થશે. વ્યર્થની સમસ્યાઓમાં ના ફસાઓ નહીંતર કોઇની સાથે ટકરાવ થઇ શકે છે. ધરેલુ સ્થિતિ મજબૂત બનશે. શાસન સત્તાનો સહયોગ મળશે. સૌભાગ્ય તમારા ખરાબ સમયમાં અવશ્ય કામ આવશે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ભ્રમણ કરશે, 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહીનાના ગ્રહ યોગ અનુકૂળ રહેશે. ભાગ્ય ભાવમાં ગુરુ આવાથી પરિસ્થિતિઓમાં ઘણો સુધારો થશે. કાર્યક્ષેત્રની દિશામાં પ્રગતિ થશે, જેનાથી મનમાં સકારાત્મક વિચાર ઉત્પન્ન થશે. શૈક્ષણિક સ્તર મજબૂત થશે. વિરોધીઓને દબાવવા તમારા માટે હિતકારી રહેશે. ગૈર સરકારી સંસ્થાઓમાં મેલ-જોલ વધશે, જેમની સાથે કરવામાં આવેલા કરાર ફાયદાકારક સાબિત થશે. દરરોજના કાર્યથી મન અપ્રસન્ન રહેશે. સાંસ્કારિક સુખો પ્રતિ મન ઉદાસિન રહેશે.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો થોડો ઉતાર-ચઢાવ વાળો રહી શકે છે. નવા મિત્રો સાથે દૂરની યાત્રા ના કરો. વાણી પર નિયંત્રણ લાવો નહીંતર કોઇની સાથે વિવાદ થઇ શકે છે. ઘરના સુખદ વાતાવરણનો માહોલ થોડોક ઘટશે. રાજકીય લોકો સાથે સારા સંબંધો બનશે. મામા પક્ષ તરફથી અણબનાવ થઇ શકે છે. સંતાનના દાયિત્વની પૂર્તિ કરવામાં સક્ષમ થશો. જરૂરી કાર્યો પ્રત્યે સતર્કતા રાખો. અણગમતા સંબંધો જાળવી રાખવા હિતાવહ નથી. ગુપ્ત રહસ્યોને તમારી કોઇ નજીકની વ્યક્તિ સાથે શેર ના કરો નહીંતર હાની થઇ શકે છે.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવી જશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં, મંગળ ધન રાશિમાં અને 3 નવેમ્બરે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. વ્યર્થ કાર્યોમાં ભાગદોડ બની રહેશે. સામાજિક કાર્યો પ્રત્યે ગતિરોધ બની રહેશે. શિક્ષાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના ભવિષ્યની ચિંતા બની રહેશે. કરાર અને સમજૂતિમાં મજબૂતી આવશે. કલ્પનાના સ્થાને તથ્ય પર ધ્યાન આપો નહીંતર ચિંતાઓ બની રહેશે. પિતા અને માતા બન્નેનો સહારો મળશે. આ સમયે મન અસ્થિરતાનો શિકાર બની રહેશે. ભૌતિક જગતની તમામ વસ્તુઓ તમને આકર્ષિત કરશે. ગૌર વર્ણના લોકો તમને સહયોગ કરશે. વાહન પ્રત્યે સાવધાની રાખવી.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે. 14 નવેમ્બરે બુધ પણ સૂર્ય રાશિમાં આવી જશે. 30 ડિસેમ્બરે શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. ડિસેમ્બરનો મહીનો વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્ર ફળ આપશે. નિર્ધન લોકો પ્રત્યે દયાનો ભાવ ઉત્પન્ન થશે. અચાનક કોઇ કાર્યમાં વ્યવધાન આવી શકે છે. ગૃહસંબંધી સમસ્યાઓ ઓછી આવશે. પદ યાત્રા કરવનું તમારા માટે સારું રહેશે. ઉંડી મિત્રતા તમને કામ આવશે. આફીસની વ્યસ્તતાને ઘરમાં પ્રવેશવા ના દો. કેટલાક રોકાયેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. સરકારી કાર્યોમાં બેજવાબદારી ના કરો નહીંતર સમસ્યા આવશે. સામાજિક કાર્યમાં થોડીક અડચણો આવશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2013 in hindi. Get the complete year prediction for 2013. Year prediction of scorpio. Varshphal 2013 of your zodiac sign will help you.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.