જાણો, ભારતીય પરંપરાઓ પાછળનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

Posted By:
Subscribe to Oneindia News

આપણા દેશ ભારત વિશે કહેવાય છે કે, અહીં દર ચાર પગલે પાણી બદલાઈ જાય છે, દરેક રાજ્યની પોત-પોતાની આગવી કલા અને સંસ્કૃતિ અને તે પ્રમાણેના તહેવાર મનાવાય છે. અહીં અનેક પ્રથાઓ અને પંરપરાઓનુ અસ્તિત્વ છે. જેને વર્ષોથી ખુબ શ્રધ્ધા પૂર્વક જાળવી રખાઈ છે. આમાંની કેટલીક પરંપરાઓ એવી છે કે, જે અનેક વર્ષોથી ચાલી આવી રહી છે.

જેના વિષે કોઈને પણ જ્ઞાત નથી. પરંતુ આ પ્રથા અને પરંપરાઓ પર ધ્યાનથી વિચાર કરીએ તો જાણવા મળશે કે, તે બધી આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. જેને કરવી આપણા સ્વાસ્થ્ય માટે હિતકારી છે.

આવો, આજે એવી કેટલીક હિંદુ પરંપરાઓ અને તેની પાછળનો વૈજ્ઞાનિક દૅષ્ટિકોણ જાણીએ...

તાંબાનો સિક્કો પાણીમાં નાખવો

તાંબાનો સિક્કો પાણીમાં નાખવો

હંમેશા એવુ સાંભળવામાં આવે છે કે, સિક્કો પાણીમાં નાખવાથી મનુષ્યની દરેક મનોકામના પુરી થાય છે. આજે પણ લોકો નદીના પાણીમાં સિક્કો નાખી ભગવાન પાસે વિશ માંગે છે. આ પ્રથા સદીઓથી ચાલી આવે છે. જુના સમયમાં સિક્કા તાંબાના રહેતા. પાણી સાથે તાંબુ આપણા શરીરમાં જાય તો તે મનુષ્યના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી છે. જેને ધ્યાનમાં રાખી આ પ્રથા બનાવવામાં આવી છે. આજના સમયે તાંબાના સિક્કા બંધ થઈ જવા છતાં પણ આ પ્રથાને હજુ પણ ઉજવાય છે.

સિંદૂર લગાવવુ

સિંદૂર લગાવવુ

ભારતીય વિવાહિત નારી તેને સિંદૂરથી જ ઓળખાય છે. દરેક પરિણિત સ્ત્રી સિંદૂરથી પોતાની પાથી પૂરે છે. પરંતુ સિંદૂર એ માત્ર શૃંગારનુ માધ્યમ જ નથી, તેની પાછળ વૈજ્ઞાનિક દૅષ્ટિકોણ પણ છુપાયો છે. સિંદૂરમાં હળદર, ફટકડી, અને પારાનુ મિશ્રણ હોય છે. જે સ્ત્રીઓની બીપીને કંટ્રોલ કરે છે.

શુભ શરૂઆત દહીંથી

શુભ શરૂઆત દહીંથી

દરેક શુભ કામ માટે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. લગ્ન હોય કે પુજા-પાઠ દરેકના ભોજનમાં દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. કારણકે, મોટાભાગે આવા સમયે આપણે વ્રત રાખીએ છીએ. ખાલી પેટ માણસને એસિડિટીની સમસ્યા થાય છે, આ કારણે દહીં ખવડાવવાની પ્રથા છે. જે ચિત્ત અને પેટ બંનેને ઠંડક પ્રદાન કરે છે.

ઘંટડી વગાડવી

ઘંટડી વગાડવી

તમે હંમેશા મંદિરમાં ઘંટડીનો અવાજ સાંભળો છો, પરંતુ કોઈ દિવસ જાણવા પ્રયત્ન કર્યો છે કે, આવુ કેમ હશે? આ પંરપરા પાછળનુ મુખ્ય કારણ તો મનુષ્યનુ ધ્યાન એક જ્ગ્યાએ કેન્દ્રિત કરવાનુ છે.ઘંટડીના અવાજને કારણે મનુષ્યનુ ક્રિયાશીલ મગજ ભટકવાને બદલે એક જગ્યાએ ઘંટડીના અવાજ પર કેન્દ્રિત થાય છે. જેનાથી મનુષ્યની એકાગ્રતામાં વધારો થાય છે. આ કારણથી
મંદીરમાં ઘંટડી વગાડવામાં આવે છે.

 બંગડી પહેરવી

બંગડી પહેરવી

સ્ત્રીઓમાં બંગડી, ચુડા અને પાટલા પહેરવાની પ્રથા આપણા દેશમાં સદીઓથી ચાલી આવે છે, ઘણા ઓછા લોકો જાણે છે કે, હાથમાં બંગડી કે ચુડા પહેવાથી ઘર્ષણ થાય છે. જેનાથી શરીરમાં રક્તનો સંચાર થતો રહે છે. જેનાથી શરીરનુ સ્વાસ્થ્ય સારુ રહે છે.

English summary
India is traditional country, Here are some Amazing Scientific Reasons Behind Hindu Traditions.
Please Wait while comments are loading...