આવો જાણીએ બ્રેક-અપ વિશે શું કહેવું છે તમારી રાશિનું ?

Posted By:
Subscribe to Oneindia News

આજના જમાનામાં કોઈ છોકરા કે છોકરીને પ્રેમનું નોલેજ આપવાની જરૂર નથી. પરંતુ આજકાલ તો પ્રેમ તેની ચરમસીમાએ પહોંચે તે પહેલા જ તેમનું બ્રેક-અપ થઈ જાય છે. આ બ્રેક-અપ થવાના અનેક કારણો હોય છે. આજે અમે તમને જણાવીશું દરેક રાશિ પ્રમાણે પ્રેમની વ્યાખ્યા, જેને વાંચી તમે જાણી શકશો કે તમારી અને તમારા પ્રેમીની રાશિનું પ્રેમ અને બ્રેક-અપ વિશે શું માનવું છે?


break-up


મેષ

આ રાશિના જાતકોના બ્રેક-અપ વધારે થાય છે. તેઓ એક સંબંધમાં જલ્દીથી બોર થઈ જાય છે અને નવા રિલેશન વિશે વિચારવા લાગે છે.

વૃષભ

તેઓ સંબંધોના મુદ્દે ઘણાં ચુઝી હોય છે અને રિલેશનશિપને ટકાવી રાખવાના તમામ પ્રયત્નો કરે છે. જો આ રાશિના જાતકોનું બ્રેક-અપ થઈ જાય તો તે પાછા વળી ફરી તે રિલેશન વિશે વિચારતા નથી.

મિથુન

રિલેશનશિપના મુદ્દે આ લોકો થોડા અલગ પ્રકારના હોય છે. સંબંધોમાં તેમનું થોડી થોડી વારમાં રિસાઈ જવું અને ખુશ થઈ જવું ચાલ્યા કરે છે. તેમની આ ટેવને લઈ તેમનો પાર્ટનર કન્ફ્યુસ રહે છે.

કર્ક

બ્રેક-અપના સમયે તેઓ પાર્ટનરને ઘણું હર્ટ કરે છે, ત્યારબાદ તેમને બ્લેક મેલ પણ કરે છે.

સિંહ

બ્રેક-અપ થયા પછી પણ તેમને અપેક્ષા હોય છે કે પાર્ટનર આવી તેમની સામે પ્રેમની ભીખ માંગે. આમ ન થતા તેઓ અકળાઈ પાર્ટનરને ફોન કરી હેરાન કરવાનું શરૂ કરી દે છે.

કન્યા

આ રાશિના મોટાભાગના લોકો પોતાના સંબંધને જોડીને રાખવામાં વિશ્વાસ ધરાવે છે. તેઓ પોતાની લવ-લાઈફમાં નકામી કીચ-કીચને પસંદ કરતા નથી.

તુલા

પ્રેમને ખાસ મહત્વ આપનારા આ રાશિના જાતકોને બ્રેક-અપ કરવામાં બિલકુલ માનતા નથી. બ્રેક-અપને લઈને તેઓ ઘણી શરમની લાગણી અનુભવે છે. બ્રેક-અપ બાદ તેઓ જલ્દી બીજા રિલેશનમાં પડતા નથી.

વૃશ્ચિક

આ રાશિના જાતકો ઘણા લાગણીશીલ હોય છે. સંબંધ તૂટતા તેઓ ઘણા દુઃખી થાય છે.

ધન

આ રાશિના જાતકો જેમની સાથે રહે છે તેમના થઈને રહે છે અને દૂર થતા તેને જલ્દી ભૂલી પણ જાય છે. તેઓ એક સાથે અનેક રિલેશનશિપમાં રહે છે.

મકર

આ રાશિના જાતકો પોતાના રિલેશનશિપમાં ઘણાં વફાદાર અને કમિટેડ હોય છે. તેમને દગો દેવો પસંદ નથી,  કારણે તેમનુ દિલ તદ્દન સાફ હોય છે.

કુંભ

તેમને દરેક પરિસ્થિતમાં ઢળી જતા આવડે છે. પોતાના પાર્ટનરને પણ તે પોતાના રીતે ઢાળવાના પ્રયત્નો કરે છે.

મીન

મીનનો અર્થ થાય છે માછલી. માછલી પાણીમાં તરતી રહે છે. પાણી જ તેનું જીવન હોય છે. તેવી જ રીતે આ રાશિના જાતકો પણ દરેક કામમાં ડૂબી જાય છે. તેઓ પ્રેમ પણ કરે છે તો તેમાં છલાંગ લગાવ્યા કરે છે.

English summary
zodiac signs effects on your love life, here are some reasons, have a look
Please Wait while comments are loading...