For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈલેક્ટ્રિક રૉયલ એનફિલ્ડનો વીડિયો આવ્યો સામે, જાણો શું છે ખાસ?

રૉયલ એનફિલ્ડ 350નો વીડિયો સામે આવ્યો છે, જેમાં બાઈકને સંપૂર્ણ રીતે મિફાય કરીને ઈલેક્ટ્રિક રૉયલ એનફીલ્ડ બનાવી દેવાયું છે, જે સારુ ચાલી રહ્યું છે. ભારત જ નહીં આખી દુનિયામાં ઈલેક્ટ્રોનિક વાહનો અંગે લોકોમ

|
Google Oneindia Gujarati News

રૉયલ એનફિલ્ડ 350નો વીડિયો સામે આવ્યો છે, જેમાં બાઈકને સંપૂર્ણ રીતે મિફાય કરીને ઈલેક્ટ્રિક રૉયલ એનફીલ્ડ બનાવી દેવાયું છે, જે સારુ ચાલી રહ્યું છે. ભારત જ નહીં આખી દુનિયામાં ઈલેક્ટ્રોનિક વાહનો અંગે લોકોમાં જાગૃતિ વધી રહી છે. જેના કારણે ભારતમાં કેટલીક કંપનીઓ પોતાના ઈલેક્ટ્રિક ટુ વ્હિલર અને ફોર વ્હિલર બનાવી ચૂકી છે. તો કેટલીક કંપનીઓ આગામી વર્ષે પોતાના ઈલેક્ટ્રિક વ્હિકલ માર્કેટમાં રજૂ કરવા જઈ રહી છે. બાઈક કંપનીઓની વાત કરીએ તો રૉય એનફિલ્ડ ભારતમાં 300 સીસી સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતુ બાઈક છે. પરંતુ આજે અમે તમારી સામે જે રૉયલ એનફિલ્ડ લઈને આવ્યા છીએ, જે જોઈને તમને આશ્ચર્ય થશે. ભારતમાં એક સ્ટાર્ટ અપ અંતર્ગત એક વ્યક્તિએ રૉય એનફીલ્ડ 350ને ઈલેક્ટ્રિક બાઈકમાં તબદીલ કરી નાખ્યુ છે. આ બાઈકનો વીડિયો સોશિયલ મીડિયા પર છે. આ વિયોને લિજુ વૈધાન નામના વ્યક્તિએ અપલોડ કર્યો છે. વીડિયોમાં રૉયલ એનફીલ્ડ બરાબર ચાલતુ દેખાઈ રહ્યું છે.

આ કંપનીએ બનાવ્યું બાઇક

આ કંપનીએ બનાવ્યું બાઇક

મળતી માહિતી પ્રમાણે આ બાઈકને હાઉંડ ઈલેક્ટ્રિક નામની એક નવી સ્ટાર્ટ અપ કંપનીએ બનાવ્યું છે. આ બાઈક બનાવવાના ખર્ચા અંગે વાત કરતા હાઉન્ડ ઈલેક્ટ્રિકે કહ્યું,'આ બાઈકમાં વપરાયેલા ઈલેક્ટ્રિક સાધનોના કારણો વાનની કિંમત 30-40 ટકા વધી ગઈ છે.' આ બાઈક બનાવવામાં કેટલો ખર્ચ આવ્યો, તે વિશે તેમણે વાત કરવાનો ઈનકાર કરી દીધો છે. જો કે જ્યારે આ કિટ બનીને તૈયાર થઈ જશે, ત્યારે લોકો તેમને ઓનલાઈન કે અન્ય માધ્યમથી ખરીદી શક્શે.

આ કીટ ગમે તે વ્યક્તિ લગાવી શકે છે

આ કીટ ગમે તે વ્યક્તિ લગાવી શકે છે

આ કિટ કોઈ પણ વ્યક્તિ લોકલ મિકેનિકની મદદથી પોતાની બાઈકમાં લગાવી શક્શે. આ કિટ ફિટ કરવા માટે બાઈકની ચેસિસ પણ બદલવી નહીં પડે. તેની સાથે બેટરી કનેક્ટ કરવા માટે એક ઈલેક્ટ્રિશિયનની જરૂર પડશે. જો કે હજી સુધી આ ઉપકરણ બનીને તૈયાર નથી, કારણ કે હજી સુધી RTO દ્વારા તેનું પરીક્ષણ નથી કરાયું.

ભારતમાં આ રીત ગેરકાયદે

ભારતમાં આ રીત ગેરકાયદે

જો કે ભારતમાં કોઈ સામાન્ય બાઈકને ઈલેક્ટ્રિક બાઈકમાં બદલવું ગેરકાયદે છે. આ રોયલ એનફિલ્ડ વધુમાં વધુ 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલી શકે છે. જો કે તેની રેન્જ અને પાવર વિશે કોઈ માહિતી નથી મળી.

ડ્રાઈવ સ્પાર્કના વિચાર

ડ્રાઈવ સ્પાર્કના વિચાર

ભારતમાં જે રીતે ઈલેક્ટ્રોનિક વાહનો વધી રહ્યા છે, તે જોતા હાઉન્ડ ઈલેક્ટ્રિક સ્ટાર્ટપનું ઈલેક્ટ્રિક રૉયલ એનફિલ્ડ ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. જો કે ભારતમાં કોઈ પણ સામાન્ય બાઈકને ઈલેક્ટ્રોનિકમાં ફેરવવું ગેરકાયદે છે. પરંતુ આ અંગે સરાકેર વિચારવું જોઈએ કે જો કોઈ વ્યક્તિ પોતાનું બાઈક ઈલેક્ટ્રોનિક બાઈકમાં બદલે તો નિયમોની જોગવાઈ કરવી જોઈએ.

English summary
A startup company made electric royal enfield read the details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X