For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવામાં ઉડતી આ કારને જોઇને રહી જશો દંગ

|
Google Oneindia Gujarati News

તમે બધાએ રસ્તા પર વિચરતી અને હવામાં ઉડતી કાર ટેર્રાફ્યૂજિયા તો યાદ જ હશે. તાજેતરમાં જ અમે તેમને ન્યુયોર્કમાં બનાવવામાં આવેલી ટેર્રાફ્યૂજિયા કાર અંગે જણાવ્યું હતું, પરંતુ આ વખતે અમે તમારા માટે ટેર્રાફ્યૂજિયા કરતા પણ સારી કાર લઇને આવ્યા છીએ. જે પોતાના આકર્ષક લુક અને શાનદાર એન્જીન ક્ષમતા સાથે જ પોતાની ઉડાનથી બધાને આશ્ચર્યમાં મુકી દેશે.

આકાર અને લુકના મામલે આ નવી એરોમોબિલ કાર ઘણી જ સારી છે, આ ઉપરાંત આ કારમાં શાનદાર ફીચર્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. સ્લોવાકિયાના રહેવાસી એક એન્જીનીયરે આ કારનું નિર્માણ કર્યું છે. જો કે, ટેર્રાફ્યૂજિયા ઉત્પાદન સ્તરે પહોંચી ચૂકી છે, પરંતુ એરોમોબિલ હજુ એ સ્તર પર પહોંચી શકી નથી, જો કે, અમને આશા છે કે, ટૂંક સમયમાં ભવિષ્યમાં એરોમોબિલને આપણે રસ્તા પર ટહેલવાની સાથે હવામાં વિહરતી પણ જોઇ શકીશુ. તો ચાલો તસવીરો થકી જોઇએ આ શાનદાર ઉડતી કારને.

હવામાં ઉડતી કાર

હવામાં ઉડતી કાર

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ આ શાનદાર હવામાં ઉડતી કારને.

સ્લોવાકિયાના એન્જીનીયરે કરી તૈયાર

સ્લોવાકિયાના એન્જીનીયરે કરી તૈયાર

આ કારનું નિર્માણ જાણીતા કાર ડિઝાઇન સ્ટેફિન ક્લેને કર્યું છે, જે વ્યવસાયે મેકેનિકલ એન્જીનીયર હતા. બાદમાં આર્ટ ડિઝાઇનનો કોર્સ કર્યો હતો. સ્ટેફિન ક્લેન ઑડી, મર્સીડિઝ અને બીએમડબલ્યુ જેવી શાનદાર કાર નિર્માતાઓ સાથે પણ કામ કરી ચુક્યા છે, આ દરમિયાન તેમણે એક કાર ડિઝાઇન કરી હતી.

એરોમોબિલ 2.5 સ્પેશ શિપ

એરોમોબિલ 2.5 સ્પેશ શિપ

જેમ કે તમે તસવીરોમાં જોઇ શકો છો કે, એરોમોબિલ 2.5 એક સ્પેશ શિપ જેવી લાગી રહી છે. લુકના મામલે આ ટેર્રાફ્યુજિયા કરતા ઘણી સારી છે.

ચાર વ્હીલનો ઉપયોગ

ચાર વ્હીલનો ઉપયોગ

આ કારમાં કુલ 4 વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ કાર છે. આગળની તરફ બે અને પાછળની તરફ બે નાના વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

બે લોકોને બેસવાની વ્યવસ્થા

બે લોકોને બેસવાની વ્યવસ્થા

કારની સામેની તરફ કોક પીટમાં બે લોકોને બેસવાની વ્યવસ્થા આપવામા આવી છે, આ દરમિયાન કારના દરવાજા તરીકે રૂફ ઓપન થાય છે, જેમ કે તમે મિગ વિમાન વિગેરેમાં જોયું હશે.

આકર્ષક ઇન્ટિરીયર

આકર્ષક ઇન્ટિરીયર

કોક પીટમાં શાનદાર લેગ રૂમની સાથે જ આકર્ષક ઇન્ટિરીયર પ્રદાન કરવામાં આવ્યું છે, જે તમે તસવીરમાં જોઇ શકો છો કે, આ કારમાં બે સ્ટીયરિંગ વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

બે સ્ટીયરિંગનો વિભિન્ન ઉપયોગ

બે સ્ટીયરિંગનો વિભિન્ન ઉપયોગ

મોટા સ્ટીયરિંગનો ઉપયોગ રોડ પર ચલાવવા માટે અને નાના સ્ટીયરિંગનો ઉપયોગ વિમાનને હવામાં ઉડાડતી વખતે કરવામાં આવે છે.

એરોમોબિલ 2.5ની બૉડી

એરોમોબિલ 2.5ની બૉડી

એરોમોબિલ 2.5માં સ્ટીર ફ્રેમ અને કાર્બન ફાઇબર યુક્ત બૉડીનો પ્રયોગ કર્યો છે, જે વજનમાં હળવું રાખે છે. આ કારનો કુલ વજન 450 કેજી છે.

રોટેક્સ 912 યૂનિટ એન્જીન

રોટેક્સ 912 યૂનિટ એન્જીન

આ કારમાં રોટેક્સ 912 યૂનિટ એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે કારને 100 હોર્સ પાવરની શાનદાર શક્તિ પ્રદાન કરે છે.

કારમાં રોટરનો પ્રયોગ

કારમાં રોટરનો પ્રયોગ

આ કારની પાછળની તરફ રોટરનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ઓન થયા બાદ કારને આગળની તરફ વધવામાં બળ મળે છે, જેથી તેની સ્પીડ એક વિમાન જેવી થઇ જાય છે.

હવામાં કરી શકે છે 700 કિમીની મુસાફરી

હવામાં કરી શકે છે 700 કિમીની મુસાફરી

એરોમોબિલ 2.5ને કૂલ ટેંક ઇંધણ બાદ કુલ 700 કિમી સુધી હવામાં અને 500 કિમી સુધી રસ્તા પર ચલાવી શકાય છે.

હવામાં 200 કિમી પ્રતિ કલાકની ઝડપ

હવામાં 200 કિમી પ્રતિ કલાકની ઝડપ

એરોમોબિલ 2.5ને જો હવામાં ઉડાવવામાં આવે તો તેની ટોપ સ્પીડ 200 કિમી પ્રતિ કલાક હશે અને રસ્તા પર તેની ગતિ 160 કમી પ્રતિ કલાક હશે.

હવા ઉડતી કાર જરૂરથી બનશે

હવા ઉડતી કાર જરૂરથી બનશે

જાણીતી વાહન નિર્માતા કંપની, ફોર્ડના સંસ્થાપક હેનરી ફોર્ડએ એકવાર કહ્યું હતું, એક દિવસ એવી કાર બનશે જે રસ્તા પર ફરશે અને હવામાં ઉડશે. બની શકે છે કે અત્યારે આ વાત સાંભળીને તમને હસું આવશે, પરંતુ આ જરૂર થશે.

English summary
A flying car designed by Slovakian designer Stefan Klein, Aeromobile 2.5 takes first flight. Aeromobile 2.5 flying car is a propeller driven light aircraft.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X