આ સ્કુટર પર મળી રહ્યું છે 5000 રૂપિયા ઇન્સ્ટન્ટ કેશબેક, જાણો

Posted By:
Subscribe to Oneindia News

ઇટાલિયન ઑટોમેકર એપ્રીલિયા ઘ્વારા પોતાનું સ્કુટર SR125 ઓટો એક્સ્પો 2018 દરમિયાન 65,310 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપની ઘ્વારા હવે આ સ્કુટર 5000 રૂપિયાના ઇન્સ્ટન્ટ કેશબેક સાથે ડિજિટલ ઈ-વોલેટ એપ પેટીએમ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. એક નજર કરો કઈ રીતે તેને બુક કરાય અને ઓફરનો લાભ મેળવી શકાય.

એપ્રીલિયા SR125 પર 5000 રૂપિયા કેશબેક મેળવવા માટે ગ્રાહકે સૌથી પહેલા કંપનીની વેબસાઈટ www.apriliasr.in પર જવું પડશે. વેબસાઈટ પર ગ્રાહકે કેટલીક જાણકારી જેવી કે પોતાનું નામ, કોન્ટેક નંબર, ઈમેલ અને એડ્રેસ આપવું પડશે. વેબસાઈટ ત્યારપછી યુઝરને પેટીએમ મોલ સાઈટ પર રિડાઇરેકટ કરશે. જ્યાં તમારે ડીલર પસંદ કરીને બુકિંગ કરવાની રહેશે. પરંતુ ધ્યાન રાખો કે 5000 રૂપિયા કેશબેક મેળવવા માટે તમારે BIKE5000 પ્રોમો કોડ નાખવો જરૂરી છે. BIKE5000 પ્રોમો કોડ નાખતાની સાથે જ 5000 રૂપિયા કેશબેક ઓફર લાગુ થઇ જશે.

SR125 સ્કુટરમાં વેસ્પા125 એન્જીન

SR125 સ્કુટરમાં વેસ્પા125 એન્જીન

આપણે જણાવી દઈએ કે એપ્રીલિયા SR150 ભારતીય માર્કેટમાં ખુબ જ સફળ રહી હતી અને SR125 પણ હવે લોન્ચ કરવામાં આવી ચુકી છે. SR125 સ્કુટરમાં વેસ્પા125 એન્જીન આપવામાં આવ્યું છે. ઓછા પાવરને કારણે તેની માઈલેજ પણ વધી છે. 124cc એન્જીન 9.46bhp પાવર અને 9.9Nm ટૉર્ક જનરેટ કરે છે.

7 લીટરની ક્ષમતા ધરાવતી ફ્યુલ ટેન્ક

7 લીટરની ક્ષમતા ધરાવતી ફ્યુલ ટેન્ક

એપ્રીલિયા SR125 સ્કુટરમાં આગળ તરફ 220mm ડિસ્ક બ્રેક અને રિયર પર 140 mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આ સ્કુટરમાં 7 લીટરની ક્ષમતા ધરાવતી ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે. આ સ્કુટરનું વજન 122 કિલોગ્રામ છે.

હાલમાં 125cc સેનમેન્ટમાં મજબૂત સ્કુટર

હાલમાં 125cc સેનમેન્ટમાં મજબૂત સ્કુટર

એપ્રીલિયા SR125 સ્કુટર હાલમાં 125cc સેનમેન્ટમાં મજબૂત સ્કુટર છે અને ભારતીય બજારમાં ટીવીએસ NTorq 125 અને હોન્ડા Grazia ને ટક્કર આપી શકે છે.

English summary
Aprilia SR125 bookings through paytm app begins cashback offer available

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.