For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઔડીની આ કાર્સના ભાવમાં થશે વધારો

|
Google Oneindia Gujarati News

audi-q3
ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર લગ્ઝરીયસ કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ઔડીએ પણ પોતાની કાર્સના ભાવમાં વધારો કરવા જઇ રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કંપની પોતાના વાહનોના રેન્જમાં 2.5 ટકાથી લઇને 15 ટકા સુધીનો વધારો કરશે. તાજેતરમાં દેશની ત્રીજી સૌથી મોટી લગ્ઝરી કાર નિર્માતા કંપની મર્સડિઝ બેન્ઝે પોતાની કાર્સની કિંમત વધારવાની ઘોષણા કરી છે.

ઔડી દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર કંપની પોતાની કાર્સની કિંમત આગામી 16 એપ્રિલથી વધારશે. ઔડીની શ્રેષ્ઠ ક્યુ રેન્જની એસયુવીની કિંમત 2.5 ટકા વધશે. આ કંપની પોતાના સ્પોર્ટી સેગ્મેન્ટની આર8 અને આરએસ5ની કિંમત લગભગ 15 ટકા વધારશે. સામાન્ય બજેટ 2013 અનુસાર કસ્ટમ ડ્યૂટી અને ઉત્પાદ શુલ્ક વધારવામાં આવતા કંપની પોતાના વાહનોમાં વધારો કરી રહી છે.

ઔડી ઇન્ડિયાના પ્રબંધ નિદેશક માઇક પર્શકે જણાવ્યું કે, વર્તમાનમાં અમે બજાર અને સામાન્ય બજેટ બન્નેને ધ્યાનમાં રાખીને કાર્સની કિંમતમાં વધારો કરી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું કે અમે જાણીએ છીએ કે બજાર પરિદૃશ્ય સતત બદલાઇ રહ્યું છે, પરંતુ અમે અમારા ગ્રાહકોના આ બદલાતા હાલાતમાં પણ શ્રેષ્ઠ સુવિધા આપવા પ્રયત્નો કરી રહ્યાં છીએ. તેથી ઔડીની પોતાની ફાઇનાન્સ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

તમને જણાવી દઇએ કે ઔડી હાલના સમયે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વેચાણના મામલે શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યાં ગત ફેબ્રુઆરી મહિનામાં દેશની દિગ્ગજ વાહન નિર્માતા કંપનીઓ વેચાણના મામલે કફોડી સ્થિતિમાં હતી ત્યાં ઔડીએ ફેબ્રુઆરી મહિનામાં 29 ટકાનો વધારો નોંધાવ્યો હતો. તેનાથી કંપનીનું મનોબળ વધ્યું છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં વધુ સારા મોડલ અને ઓફર રજૂ કરવાનું કંપની વિચારી રહી છે.

English summary
Audi India has announced an increase in prices on select models in India. Audi India will increase price of across Q range by 2.5%. The company has also increased prices of Audi R8 and Audi RS5 by 15%.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X