For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Auto Expo 2020: પહેલા દિવસે મારૂતિ સુઝુકીએ શૉકેસ કરી આ કાર

Auto Expo 2020: પહેલા દિવસે મારૂતિ સુઝુકીએ શૉકેસ કરી આ કાર

|
Google Oneindia Gujarati News

Auto Expo 2020ની બુધવારથી શરૂઆત થઈ ગઈ છે તથા પહેલા દિવસે મારૂતિ સુઝુકીએ ઢગલાબંધ મોડેલ્સ રજૂ કર્યા છે. જેમાં ફ્યુચરો ઈ, સ્વિફ્ટ હાઈબ્રિડ, એસ-પ્રેસો સીએનજી અને સેલેરિયો સીએનજી જેવા મોડેલ સામેલ છે. આવો અહીં જાણીએ આ બધા જ મોડેલ વિશે સંક્ષિપ્તમાં...

મારુતિ સુઝુકી ફ્યૂચરો ઈ કોન્સેપ્ટ

મારુતિ સુઝુકી ફ્યૂચરો ઈ કોન્સેપ્ટ

મારુતિ ફ્યુચરો-ઈ કંપનીની ઈલેક્ટ્રિક કૂપે કોન્સેપ્ટ મોડેલ છે, જેને આકર્ષક અને શાનદાર ડિઝાઈન સાથે લાવવામાં આવ્યું છે. મારૂતિ ફ્યુચરો-ઈના ઈન્ટીરિયરને બ્લૂ અને આઈવરી રંગમાં રાખવામાં આવ્યું છે.

આ કારમાં ચાર સીટમાંથી સામેની બે સીટને પાછળ તરફ મરોડી શકાય છે. આના ડેસબોર્ડમાં કેટલાય સ્ક્રીન અને કન્ટ્રોલ બટન આપવામાં આવ્યા છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ હાઈબ્રિડ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ હાઈબ્રિડ

મારુતિએ સ્વિ્ટ હાઈબ્રિડને ભારતીય બજારમાં રજૂ કરી દીધી છે, આ ગ્લોબલ સ્તર પર પહેલા જ ઉપલબ્ધ છે. જેમાં 48 વોલ્ટ માઈલ્ડ હાઈબ્રિડ સિસ્ટમ લગાવવામાં આવી છે.

આ મોડેલમાં હાઈબ્રિડ સિસ્ટમ 1.2 લીટર પેટ્રોલ એન્જીન સાથે જોડવામાં આવી છે. આ બંને મળી 105 બીએચપી અને 148 ન્યૂટન મીટરનો ટોર્ક પ્રદાન કરે છે.

મારુતિ એસ-પ્રેસો સીએનજી

મારુતિ એસ-પ્રેસો સીએનજી

મારુતિ સુઝુકીએ એસ-પ્રેસો સીએનજી મોડેલને ઑટો એક્સપો 2020માં રજૂ કરવામાં આવી છે. કંપનીએ લૉન્ચ બાદથી આને સીએનજી વેરિયન્ટમાં લાવવાની ઘોષણા કરી દીધી હતી.

મારુતિ એસ-પ્રેસોમાં ફેક્ટરી ફિટેડ સીએનજી કિટ લગાવવામાં આવશે જેને વર્તમાન 998 સીસી પેટ્રોલ એન્જીન સાથે જોડવામાં આવશે. આને જલદી જ બજારમાં લૉન્ચ કરવામાં આવશે.

મારુતિ સેલેરિયો સીએનજી

મારુતિ સેલેરિયો સીએનજી

મારુતિ સુજુકીએ સેલેરિયો સીએનજી વેરિયન્ટનો પણ ખુલાસો કર્યો છે. આ મોડેલને પણ સામાન્ય બદલાવો સાથે લાવવામાં આવ્યું છે.

ઈલેક્ટ્રિક રૉયલ એનફિલ્ડનો વીડિયો આવ્યો સામે, જાણો શું છે ખાસ?ઈલેક્ટ્રિક રૉયલ એનફિલ્ડનો વીડિયો આવ્યો સામે, જાણો શું છે ખાસ?

English summary
Auto Expo Day 1: Maruti Suzuki showcase these models
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X