For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી રહી છે બેંટલેની સૌથી પાવરફૂલ એસયુવી

|
Google Oneindia Gujarati News

એ વાત સાચી છે છે વિશ્વમાં એસયુવી વાહનોની માંગ જોરદાર વધી રહી છે. તમામ વાહન નિર્માતા કંપની આ સેગ્મેન્ટમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. જે વાહન નિર્માતા પહેલાંથી જ આ સેગ્મેન્ટમાં પોતાના વાહનો રજૂ કરી ચૂક્યા છે તે વધુ શાનદાર મોડલ્સને શોધવામાં લાગી ગયા છે. સાથે જ જે વાહન નિર્માતા એસયુવી સેગ્મેન્ટથી દૂર છે તે રફતારના આ જંગમાં સામેલ થવા મથી રહ્યાં છે.

આ ક્રમમાં વિશ્વમાં એકથી એક ચઢિયાતી શાનદાર કાર્સને રજૂ કરનારી લક્ઝરી કાર નિર્માતા કંપની બેંટલે પણ એસયુવી બજારમાં ડગ માંડવા જઇ રહી છે. બેંટલેએ જીનેવા મોટર શો દરમિયાન પોતાની પહેલી એસયુવીની એક ઝલક દર્શાવી હતી. બેંટલેની પહેલી એસયુવીની એક ઝલકે ઓટો વિશ્વમાં તહેલકો મચાવી દીધો છે. બેંટલેની એસયુવી લોન્ચ થતા પહેલા જ 2000 કાર્સનું બુકિંગ કરવામાં આવ્યું છે.

બેંટલે પોતાના અધિકૃત વેબસાઇટ પર આ કારને આગામી વર્ષ 2016 સુધીમાં બજારમાં રજૂ કરવાની ઘોષણા કરી છે. બેંટલે તરફથી આ પહેલી એસયુવી કાર હશે. કદાચ એ જ કારણ છે કે લોકો આ કારની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. તો ચાલો તસવીરોમાં જોઇએ બેંટલેની આ પહેલી એસયુવીને.

હજારો લોકોને મળશે રોજગારી

હજારો લોકોને મળશે રોજગારી

બેંટલે પોતાની આ એસયુવીનું ઉત્પાદન વર્ષ 2016માં શરૂ કરશે. એટલું જ નહીં પોતાના સંયંત્રમાં આ નવી એસયુવીની શરૂઆતની સાથે જ કંપની હજારો લોકોને નોકરીઓ પણ આપશે.

મોટર શોમાં કરાઇ રજૂ

મોટર શોમાં કરાઇ રજૂ

તાજેતરમાં જ એક મોટર શો દરમિયાન આ એસયુવીના લોકોને સામે રજૂ કરી હતી. કારના દિવાનાઓ બેંટલેની આ પહેલી એસયુવીને જોઇને પોતાની જાતને રોકી શક્યા નહીં અને લગભગ 2000 કારનું બુકિંગ કરવામાં આવ્યું છે.

એસયુવીની લોકપ્રિયતાથી બેંટલે ઉત્સાહિત

એસયુવીની લોકપ્રિયતાથી બેંટલે ઉત્સાહિત

બીજી તરફ પોતાની પહેલી એસયુવીની લોકપ્રિયતાને લઇને ઘણી જ ઉત્સાહિત છે. જે પ્રકારે આ એસયુવીને લોકો પસંદ કરી રહ્યાં છે, તેને જોઇને એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કંપની ટૂંક સમયમાં આ કારને બજારમાં રજૂ કરશે.

ઇએકસ્પી9 પ્રોજેક્ટ હેઠળ તૈયાર

ઇએકસ્પી9 પ્રોજેક્ટ હેઠળ તૈયાર

કંપનીએ આ એસયુવીને ઇએક્સપી9 પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરી છે.

બેંટલેનું ચૌથું મોડલ

બેંટલેનું ચૌથું મોડલ

એ નવી એસયુવીની સાથે જ આ બેંટલેનું ચૌથુ મોડલ હશે. જેમાં બેંટલે ફ્લાઇંગ સ્પર, બેંટલે મસલૈન, બેંટલે કોન્ટીનેન્ટલ જીટી અને હવે એસયુવી સામેલ થશે.

English summary
Bentley luxury SUV has been confirmed for 2016 launch. Bentley SUV will be produced in Crewe. Bentley SUV production will create 1000 jobs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X