મિતાલી રાજને ભેટમાં મળી બીએમડબલ્યુ 320ડી

Written By:
Subscribe to Oneindia News

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતને સેમીફાઈનલ સુધી પહોંચાડનાર મિતાલી રાજ અને તેની ટીમ પર ઈનામોની વરસાદ થઇ રહ્યો છે. બીસીસીઆઈએ તમામ મહિલા ખેલાડીઓને 50-50 લાખ રુપિયા ઈનામ તરીકે આપ્યા છે, તો બીજી તરફ મહિલા ટીમની કપ્તાન મિતાલી રાજને હૈદરાબાદના બિઝનેસમેન ચામુંડેશ્વર નાથે બીએમડબલ્યુ કારની ભેટ આપી છે. એક રિપોર્ટ અનુસાર ટુર્નામેન્ટમાં મિતાલીના સારા પ્રદર્શનના કારણે આ કાર તેને ભેટ કરવામાં આવી છે, બિઝનેસમેન ચામુંડેશ્વર નાથે કાળા રંગની નવી BMW320ડી કાર કપ્તાન મિતાલી રાજને ભેટમાં આપી છે.

બિઝનેસમેન ચામુંડેશ્વર નાથ કોણ છે ?

બિઝનેસમેન ચામુંડેશ્વર નાથ કોણ છે ?

મિતાલી રાજને કાર ભેટ કરનાર બિઝનેસ મેન ચામુંડેશ્વર નાથ હૈદરાબાદના જિલ્લા બેડમિંટન સંઘના વડા છે. આ અગાઉ પણ તેમણે મિતાલીને 2007માં શેવરલે કાર ભેટમાં આપી હતી. મંગળવારે હૈદરાબાદના પુલેલા સ્થિત ગોપીચંદ અકાદમીમાં મિતાલીને BMW કારની ભેટ આપવામાં આવી હતી.

BMW 320ડીમાં શું છે ખાસ ?

BMW 320ડીમાં શું છે ખાસ ?

બીએમડબલ્યુ 320ડી 43.30 લાખથી 47.50 લાખ સુધીની કિંમત ધરાવે છે. આ કાર બે ડીઝલ અને એક પેટ્રોલની ડીઝાઈનમાં ઉપલબ્ધ છે. આ કારનો સરખામણી ઑડીની એ4, મર્સિડીઝ-બેંજ સી-ક્લાસ અને જેગુઆરની અક્સઈથી છે.

ભારતીય રેલ્વે કરશે મહિલા ખેલાડીનું સન્માન

ભારતીય રેલ્વે કરશે મહિલા ખેલાડીનું સન્માન

મળતી માહીતી અનુસાર ભારતીય રેલ્વે પણ મહિલા ખેલાડીઓનુ સન્માન કરશે. તેમણે જણાવ્યું હતું કે, મહિલા ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરેલ છે. આથી તમામ ખેલાડીઓને બઢતી આપવાનો વિચાર કરી રહ્યા છીએ. આ ઉપરાંત બોલિવૂડ હસતીઓ અને દેશવાસીઓએ પણ મહિલા ખેલાડીઓના ખૂબ વખાણ કર્યા હતા.

મિતાલી રાજની સિદ્ધિ

મિતાલી રાજની સિદ્ધિ

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં મિતાલી રાજે 2017માં 409 રન બનાવ્યા હતા. જે આ વિશ્વ કપમાં બીજા નંબરના સૌથા વધુ રન હતા. મેચમાં હારના કારણ વિશે વાત કરતાં મિતાલી રાજે કહ્યું કે, 'બેટિંગમાં સારું પ્રદર્શન ન કરી શક્યા, એને કારણે હાર થઈ હતી.' પરંતુ હાલ તો આ ટીમના કપ્તાન અને અન્ય ખેલાડીઓ પર ભેટની વર્ષા થઈ રહી છે.

English summary
Hyderabad businessman gifted a bmw car to indian womens cricket team captain Mithali Raj.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.