For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર રિવ્યૂઃ ટોયોટા યારિસના ફીચર્સ છે દમદાર, પરફોર્મન્સ કરશે નિરાશ

આગામી મહિને ટોયોટા યારિસને લૉન્ચ કરવામાં આવનાર છે. ભારતમાં હોન્ડા સિટી, હ્યુન્ડાઇ વર્ના અને મારુતિ સિયાઝ આ કારની પ્રતિદ્વંદ્વી રહેશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

આગામી મહિને ટોયોટા યારિસને લૉન્ચ કરવામાં આવનાર છે. ભારતમાં હોન્ડા સિટી, હ્યુન્ડાઇ વર્ના અને મારુતિ સિયાઝ આ કારની પ્રતિદ્વંદ્વી રહેશે. પરંતુ શું ટોયોટાની પહેલી મિડિયમ સાઇઝ સિડાન આ કારને ટક્કર આપી શકશે? આ જાણવા માટે અમે ટોયોટા યારિસનો રોડ ટેસ્ટ લીધો હતો. અમને આ કારનો અનુભવ કેવો રહ્યો આવો તે અંગે જાણીએ..

ટોયોટા યારિસ ગ્લોબલ માર્કેટમાં કંપનીની એક જાણીતી કાર છે. પરંતુ ભારતમાં યારિકનું જે મોડેલ લૉન્ચ કરવામાં આવ્યું છે તે યૂરોપિયન માર્કેટમાં મૌજૂદા યારિસથી બહુ અલગ છે. ભારતમાં આ કારને માત્ર પેટ્રોલ વેરિયન્ટમાં જ લૉન્ચ કરવામાં આવી છે.

ડિઝાઇન અને સ્ટાઇલિંગ

ડિઝાઇન અને સ્ટાઇલિંગ

ટોયોટા યારિસની ડિઝાઇન અને સ્ટાઇલિંગની વાત કરીએ તો અન્ય ટોયોટા કારની જેમ જ આને પણ સિંપલ અને એલિગેન્ટ ડિઝાઇન આપવામાં આવી છે. ચાલુ વર્ષે યોજાયેલ ઑટો એક્સ્પો 2018માં આ કારને રજૂ કરવામાં આવી હતી. જો કે યારિસથી ભારતીય ગ્રાહકોને આકર્ષવા માટે ટોયોટાએ વધુ મહેનત કરવી પડશે.

યારિસના ફ્રન્ટમાં ભારે ક્રોમ વર્ક કરવામાં આવ્યું છે ઉપરાંત બંપર પર એક મોટું ગ્રિલ અને બંને તરફ ફૉગ લેમ્પ લગાવવામાં આવ્યા છે. આની સાથે જ હેડલેમ્પમાં એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ જોવા મળશે જે અતિ શાનદાર છે.

ડિઝાઇન અને સ્ટાઇલિંગ

ડિઝાઇન અને સ્ટાઇલિંગ

સાઇઝ પ્રોફાઇલની વાત કરીએ તો આમાં 15 ઇંચના સિક્સ-સ્પોક અલૉય વ્હિલ્સ લગાવવામંાં આવ્યાં છે. આ અલૉય વ્હિલ્સને કારણે આ સિડેનને સાઇડથી એક યૂનિક લુક મળે છે. પહેલી નજરમાં જ આ કાર તમારું ધ્યાન ખેંચી લેશે.

યારિસના રિયર સેક્શનમાં સેમી-એલઇડી ટેલ લેમ્પ લગાવવામાં આવ્યા છે. જેને કારની ડિઝાઇનના હિસાબે બિલકુલ યોગ્ય રીતે પ્લેસ કરવામાં આવી છે. જોવા પર આ બહુ કુલ લાગે છે.

ઇન્ટેરિયર

ઇન્ટેરિયર

જો તમે ફીચર્સથી ભરપૂર કાર ખરીદવા માગતા હોવ તો ટોયોટા યારિસ તમારા બજેટમાં તમારી પહેલી પસંદ હોઇ શકે છે. આનું કેબિન બહુ સ્પેસયસ અને અંતમાં કેટલાય ફીચર્સ આપવામાં આવ્યા છે.

ઇન્ટેરિયરમાં સિલ્વર એક્સેંટની સાથે ડ્યૂઅલ ટોન ડેશબોર્ડ, સોફ્ટ ટચ ક્લાઇમેટ કન્ટ્રોલ બટન અને્ સેન્ટર કંસોલ તમને જબરદસ્ત અનુભવ અપાવે તેવા છે. સેન્ટર કંસોસના ટોયોટાના વિશેષ પેટર્ન પણ આપવામાં આવી છે.

ઇન્ટેરિયર

ઇન્ટેરિયર

ડેશબોર્ડની એકદમ નીચે વચ્ચોવચ 7 ઇન્ચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામા આવ્યું છે. આ સિસ્ટમની ખાસ વાત એ છે કે આમાં જેસ્ચર કન્ટ્રોલ ફંક્શન આપવામાં આવ્યું છે એટલે કે તમે સ્ક્રીનને ટચ કર્યા વિના પણ કન્ટ્રોલ કરી શકો છો. જો કે આ બધું હોવા છતાં આમાં એન્ડ્રોઇડ ઑટો અને એપ્પલ પ્લેની કમી મહેસૂસ થાય છે. કેમ કે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ બંનેમાંથી એકેયને સપોર્ટ નથી કરતા.

ઉપર જણાવ્યા મુજબ આ કારનું ઇન્ટેરિયર સ્પેસિયસ છે. જેમાં સામાન વગેરે રાખવા માટે પૂરતી જગ્યા આપવામાં આવી છે. કારના ચારેય દરવાજામાં તમે અડધા લીટરની પાણીની બોટલ કે પેપર, ફાઇલ સહિતની વસ્તુઓ રાખી શકો છો.

ઇન્ટેરિયર

ઇન્ટેરિયર

ગિયર સ્ટીકને લેધરથી કવર કરવામાં આવી છે. આગળ અને પાછળ બંને બાજુ કન્ટ્રોલ બટન આપવામા આ્યું છે. સ્ટીયરિંગ લ્હિલ પર સિલ્વર ગાર્નિશિંગ અને લેધરનું રેપિંગ કરવામાં આવ્યું છે. જો તમે ટોયોટાના ઑટોમેટિક વેરિયન્ટને પસંદ કરો છો તો તમને સ્ટીયરિંગ વ્હિલની પાછળ બંને બાજુ સિલ્વર કલરનું પેન્ડલ સિફ્ટર મળશે.

ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને મોડર્ન રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલમાં તમને માઇલેજનો રિયલ-ટાઇમ ડેટા દેખાડે છે. આની સાથે જ ડિસ્પ્લેમાં ગિયર-શિફ્ટ ઇન્ડિકેટર સહિતના ફંક્શન આપવામા આવ્યા છે.

ઇન્ટેરિયર

ઇન્ટેરિયર

કારની સીટ્સ અતિ આરામદાક છે. કારની પાછળની સિટને તમે ફોલ્ડ પણ કરી શકો છો. આનો હેડરૂમ શાનદાર છે. ચાર લોકો આરામથી કારમાં બેસી શકે તેટલી જગ્યા છે. જો કે પાંચમા યાત્રીને બેસવા માટે થોડી પરેશાની ભોગવવી પડી શકે છે. અમે ઉનાળામાં આ કાર ચલાવી અને તેનું પરફોર્મન્સશાનદાર હતું. આ જલદી જ કેબિનને કુલ કરી દે છે.

એન્જિન, પરફોર્મન્સ અને ડ્રાઇવિંગ ઇમ્પ્રેશન

એન્જિન, પરફોર્મન્સ અને ડ્રાઇવિંગ ઇમ્પ્રેશન

ભારતમાં ટોયોટા યારિસને માત્ર પેટ્રોલ એન્જિન સાથે જ લૉન્ચ કરવામાં આવશે. ડીઝલ એન્જિનમાં કાર લૉન્ચ નહીં થાય. કારમાં 1.5 લીટર, ઇનલાઇન, ફોર-સિલિન્ડર ડ્યુઅલ વેરિએબલ વૉલ્ટ ટાઇમિંગ ઇન્ટેલિજેંસ એન્જિન લગાવવામાં આવ્યું છે. આ એન્જિન 105 બીએચપીનો પાવ્ર અને 140 ન્યૂટન મીટરનો ટૉર્ક જનરેટ કરે છે. એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ કે 7 સ્પીડ સીવીટી ગિયરબૉક્સ ટ્રાન્સમિશનથી સજ્જ છે.

ટોયોટા યારિસ કોઇ પરફૉર્મેન્સ કાર નથી, માટે તેનું પરફોર્મન્સ એટલું ખાસ નથી. પરંતુ કમ્ફર્ટેબલ રાઇડ માટે આ બેસ્ટ કાર છે. ઓવરટેક કરવામાં કે સિટી રાઇડમાં આ એટલી ઝડપી નથી. પરંતુ 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર આરામથી ગાડી ચલાવી શકો.

કારને દરેક જગ્યાએ ચલાવી શકાય છે

કારને દરેક જગ્યાએ ચલાવી શકાય છે

ટ્રાન્સમિશનની વાત કરીએ તો આના મેન્યુઅલ અને સીવીટી બંને શાનદાર રહ્યા. જેનું હેન્ડલિંગ એકદમ સ્મૂધ અને સહેલું છે. ખાસ કરીને ઑટોમેટિક વેરિયન્ટમાં આપવામાં આવેલા પેડલ શિફ્ટર ડ્રાઇવિંગ દરમિયાન બહુ સારો એક્સપિરિયન્સ આપે છે. કારને દરેક જગ્યાએ ચલાવી શકાય છે. રસ્તો ગમે તેવો કેમ ન હોય, તમારી રાઇડ સ્મૂધ જ રહેશે. ખાડાવાળા રસ્તાઓમાં પણ આ કારને આરામથી ચલાવી શકાય છે. ટાયરમાં ડિસબ્રેક આપવામાં આવી છે.

ટોયોટા યારિસ વેરિયન્ટ્સ, કિંમત, માઇલેજ અને કલર્સ

ટોયોટા યારિસ વેરિયન્ટ્સ, કિંમત, માઇલેજ અને કલર્સ

ટોયોટા યારિસ 4 વેરિયન્ટ અને 6 કલરમાં ઉપલબ્ધ હશે, સુપર વ્હાઇટ, પર્લ વ્હાઇટ, સિલ્વર વાઇલ્ડફાયર રેડ, ફ્રેંટમ બ્રાઉન અને ગ્રે કલરમાં આ કાર મળશે.

યારિસમાં 42 લીટરની ક્ષમતાવાળું ફ્યૂલ ટેન્ક લગાવામાં આવ્યું છે. 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સને ARAI દ્વારા પ્રમાણિત 17.1 kmpl અને 7 સ્પીડ સીવીટી મોડેલને 17.8kmplની માઇલેજ મેળવી શકાશે.

સેફ્ટી અને ફીચર્સ

સેફ્ટી અને ફીચર્સ

ટોયોટા યારિસમાં આપવામા આવેલા કેટલાક મહત્વના ફીચર્સ અહીં જણાવવામા આવ્યા છે.

  • 7 એરબેગ્સ
  • ચારેય ટાયરમાં ડિસ બ્રેક
  • ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ
  • ઇમ્પેક્ટ-સેસિંગ ડૉર લોક
  • હિલ સ્ટાર આસિસ્ટ
  • ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર
  • રિવર્સ કેમેરા
  • ક્રૂઝ કન્ટ્રોલ
  • ટાયર પ્રેશર મૉનિટરિંગ સિસ્ટમ
  • બુકિંગ અને લૉન્ચ ડિટેલ

    બુકિંગ અને લૉન્ચ ડિટેલ

    ટોયોટા યારિકને 50 હજારના એડવાઇન્સ પર બુક કરી શકાય છે અને આ ગાડી 18 મે 2018ના રોજ લૉન્ચ થશે.

    ગાડી ખરીદવી જોઇએ કે નહીં?

    ગાડી ખરીદવી જોઇએ કે નહીં?

    કાર ખરીદવી કે નહીં તે ગ્રાહકના વિવેક પર આધાર રાખે છે. પરંતુ ટોયોટા યારિસના એન્જિનમાં વધુ વિકલ્પ ન હોવાથી અને એવરેજ પરફોર્મન્સ આની સંભાવનાઓને ઘટાડી દે છે. જો કે ફેમિલી કાર તરીકે આ ગાડીને પસંદ કરવામાં આવી શકે છે.

English summary
Car reviews toyota yaris review test drive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X