• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, શા માટે આ ખુંખાર પ્રાણીઓએ કર્યો માનવ પર હુમલો

|

વિશ્વ ભરમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજના સમયમાં દરેકને એક શાનદાર કારની ચાહત હોય છે. આ માનવિય ઇચ્છાની પાછળનું કારણ સ્પષ્ટ છે, પરંતુ તેના કારણે જે નુક્સાન થઇ રહ્યું છે, તે પડદા પાછળની કહાણી જેવી લાગે છે. જી હાં, આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણે એક શાનદાર કારના માલિક હોય અને આપણી આ ઇચ્છાના કારણે આપણે માત્ર વાહનોની સંખ્યામાં જ વધારો નથી કરતા પરંતુ રસ્તાઓ પર વધારીએ છીએ.

એક સમય હતો, જ્યારે વિશ્વમાં જંગલોનું એક અલગ અસ્તિત્વ હતું, પરંતુ વિકાસની આ આંધળી દોટમાં આપણી ઇચ્છાઓના રસ્તાઓ જંગલની અંદર પણ ઘુસી ગયા. હવે આપણે રસ્તાઓ સાફ કરીને તેની પગદંડીઓ પર ડામર પાથરી દઇએ છીએ, વિચાર્યા વગર કે, આ કાળી પટ્ટીઓથી કોઇ નુક્સાન થશે કે નહીં. નુક્સાન આપણે અનુભવીએ કે નહીં પરંતુ જંગલમાં રહેતા પ્રાણી ચોક્કસપણે તેને અનુભવે છે.

જ્યારે માનવી તેમની દુનિયામાં ડગ મુકે છે, તો બન્ને આમને-સામને થાય તે સ્વાભાવિક છે. તેમની દુનિયામાં અચાનક પેટ્રોલ અને ડીઝલથી ભાગનારા વાહનો પોતાની જગ્યા બનાવવા લાગે ત્યારે તે નારાજ થાય તે પણ સ્વાભાવિક છે. જેની સજા ક્યારેક ક્યારેક માનવીએ પણ ભોગવવી પડે છે. આજે અમે તેમને એવી જ કેટલીક તસવીરો અંગે જણાવીશું જે માનવીના મનમાં હલચલ પેદા કરી દેશે.

વાહનો પર પ્રાણીનો હુમલો

વાહનો પર પ્રાણીનો હુમલો

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ વાહનો પર હુમલો કરતા પ્રાણીઓને. સાથે જ અમે તમને જણાવીશું કે આખરે પ્રાણી શા માટે વાહનો પર હુમલો કરે છે અને તમને આવા રસ્તાઓ પર કઇ કઇ બાબતોની સાવધાની રાખવી જોઇએ.

આ તસવીર કેરળની છે

આ તસવીર કેરળની છે

આ તસવીર કેરળની છે, જ્યાં એક હાથી સમારોહ દરમિયાન અચાનક ગાંડો થઇ ગયો અને લોકો પર હુમલો કરવા લાગ્યો.

નોટઃ હાથી હંમેશા શાંત રહે છે, પરંતુ આી દશામાં તે એ જ વસ્તુઓ પર વધારે હુમલો કરે છે, જ્યાં વધારે અવાજ હોય, જેનો આકાર મોટો હોય, આ જ કારણથી હાથીએ પણ રસ્તા પર ચાલી રહેલી બોલેરો એસયુવી પર હુમલો કરી દીધો.

સફારી દરમિયાન હુમલો

સફારી દરમિયાન હુમલો

સફારી દરમિયાન પણ પ્રાણીઓ વાહનો તરફ ઝડપથી આકર્ષિત થાય છે. આ દરમિયાન પણ તે તમારી કાર પર હુમલો કરી શકે છે. તેનું મુખ્ય કારણ જ્યારે પણ તેમે તેની ટેરેટરીમાં પ્રવેશ કરો છો તો તે સક્રિય થઇ જાય છે અને ઉગ્ર રૂપ ધારણ કરી લે છે.

કેવી રીતે સિંહોએ કર્યો હુમલો

કેવી રીતે સિંહોએ કર્યો હુમલો

તમે તસવીરમાં જોઇ શકો છો કે કેવી રીતે સિંહોનું એક ઝુંડ સફારીના વાહનો પર હુમલો કરી રહ્યાં છે, આ ઘટનામાં સિંહે જીપના વ્હીલને ફાડી નાંખ્યા હતા.

આસપાસની મહેક એક માર્ગદર્શક સમાન

આસપાસની મહેક એક માર્ગદર્શક સમાન

જંગલી પ્રાણીઓ માટે આસપાસની મહેક એક માર્ગદર્શકનું કામ કરે છે. આ દરમિયાન જો તમે તેના ક્ષેત્રમાંથી નિકળો તો વાહનમાંથી નિકળતાં ધૂમાડાની મહેક તેમને સૌથી પહેલા આગાહ કરે છે.

આફ્રિકાનું જંગલ

આફ્રિકાનું જંગલ

આફ્રિકાનું જંગલ વિશ્વ ભર માટે જાણીતું છે, ખાસ કરીને આફ્રિકાના મોટા અને વિશાળકાય હાથી. તમારો સામનો સફારી દરમિયાન જ્યારે પણ હાથીઓ સાથે થાય તો તત્કાળ વાહનનું એન્જીન બંધ કરી દો અને શાંત રહો, આ દરમિયાન હાથીથી દૂરી બનાવીને રાખો.

ચોંકાવનારી તસવીર

ચોંકાવનારી તસવીર

આ એક એવી તસવીર છે, જે કદાચ તમને ચોંકાવી દેશે, તમારા મનમાં એ પ્રશ્ન થશે કે, આ કારના ચાલક સલામત હતા કે નહીં. તો તમને જણાવી દઇએ કે, તેનું કિસ્મત હતું કે તે બચી ગયો અથવા તો પછી એમ કહો કે હાથીનો મૂડ બદલાઇ ગયો. આ ઘટના બાદ હાથી જંગલની તરફ જતો રહ્યો.

આફ્રિકાના સફારીનું દ્રશ્ય

આફ્રિકાના સફારીનું દ્રશ્ય

આ દ્રશ્ય આફ્રિકાના સફારીનું છે, તમે જોઇ શકો છો કે ગુસ્સે ભરાયેલા ગેંડા કેવી રીતે સફારી વાહન પર હુમલો કરે છે. તમને જણાવી દઇએ કે, જંગલી પ્રાણી પોતાના મળ-મૂત્રને જ એક પ્રતિક ચિન્હ બનાવીને પોતાની ટેરેટરીમાં ફરે છે, જેથી તે ભટકે નહીં, આ દરમિયાન તેઓ ક્યારેક સફારીના સામાન્ય રસ્તાઓને પણ ચિન્હિત કરે છે.

કેન્યાના નૈરોબીનો હાઇવે

કેન્યાના નૈરોબીનો હાઇવે

આ દ્રશ્ય કેન્યાના નૈરોબી હાઇવેનો છે. જ્યાં સિંહોનું એક ઝુંડ હાઇવે ઉતરી આવ્યું. આ સિંહને ઘમકે માત્ર કારના પૈડાં જ નહોતા થંભાવી દીધા પરંતુ દિલની ધડકનોને પણ તેજ કરી દીધી હતી. લાંબા સમય સુધી ત્યાં રોકાયા બાદ સિંહ જંગલ તરફ રવાના થયા હતા.

હાથી સાથે માથાકૂટ ના કરો

હાથી સાથે માથાકૂટ ના કરો

હાથી એક એવું પ્રાણી છે જે આ ધરતીનું સૌથી મોટું સ્તનપાયી છે. તો ભૂલથી પણ હાથી સાથે માથાકૂટ ના કરો, તમે જોઇ શકો છો કે, હાથીની એક મુવમેન્ટ પર કારની શું હાલત થઇ છે.

વાનરોની હરકત

વાનરોની હરકત

વાનરોની હરકતથી તો તમે બધા વાકેફ હશો જ, જો કે, શહેરમાં ફરતા વાનરો અને જંગલના વાનરોના સ્વભાવમાં ઘણો અંતર હોય છે. તમે ધમકાવો તો આ વાનરો ભાગતા નથી, પરંતુ સામો હુમલો કરે છે.

આફ્રિકાના જંગલનું દ્રશ્ય

આફ્રિકાના જંગલનું દ્રશ્ય

આ દ્રશ્ય પણ આફ્રિકાના જંગલનું છે, જ્યાં ગજરાજ અચાનક ગુસ્સે થઇ ગયા, જેના કારણે કાર ચાલોકને ખાસી પરેશાનીનો સામનો કરવો પડ્યો.

સફારી દરમિયાન ચિત્તાનો હુમલો

સફારી દરમિયાન ચિત્તાનો હુમલો

સફારી દરમિયાન એક ચિત્તાએ હુમલો કર્યો. સફારી દરમિયાન હંમેશા પોતાને સજાગ રાખો, કારણ કે, તમે એમની દુનિયામાં છો. જ્યાં તેમની હુકુમત ચાલે છે, અને સાથે જ તેમના નિયમ. તો વાહનના દરવાજા બંધ રાખો.

મોટા વાહનોનો પ્રયોગ કરો

મોટા વાહનોનો પ્રયોગ કરો

સફારી દરમિયાન હંમેશા મોટા વાહનોનો પ્રયોગ કરો, સાથે જ દરવાજા અને બારી સારી હોય તેની તકેદારી રાખવી.

હાથીનો હુમલો

હાથીનો હુમલો

તમે તસવીરમાં જોઇ શકો છો કે કેવી રીતે હાથી આ ગાડી પર હુમલો કરી રહ્યો છે.

lok-sabha-home

English summary
With the ever growing human population we are increasingly encroaching into areas inhabited by wild animals. As humans encroach animal habitats and roads regularly cut through forests vehicles disturbing leads to human animal encounters, sometime with disastrous results.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more