For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રક ડ્રાઈવર્સ માટે ડ્રાઈવિંગના કલાકો નક્કી કરવા જોઈએ : નીતિન ગડકરી

નીતિન ગડકરીએ ટ્રક ચાલકો માટે ડ્રાઇવિંગનો સમય નક્કી કરવાની હિમાયત કરી છે. આ માટે તેમણે કોમર્શિયલ વાહનોમાં સ્લીપ-ડિટેક્શન ડિવાઇસ લગાવવાનો આગ્રહ રાખ્યો હતો.

|
Google Oneindia Gujarati News

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્રક ચાલકો માટે ડ્રાઇવિંગનો સમય નક્કી કરવાની હિમાયત કરી છે. આ માટે તેમણે કોમર્શિયલ વાહનોમાં સ્લીપ-ડિટેક્શન ડિવાઇસ લગાવવાનો આગ્રહ રાખ્યો હતો. મંગળવારના રોજ શ્રેણીબદ્ધ ટ્વીટમાં ગડકરીએ જણાવ્યું હતું કે, પાયલટની જેમ ટ્રક ડ્રાઈવર્સ પાસે પણ કામના કલાકો મર્યાદિત હોવા જોઈએ. જે થાકને કારણે થતા માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરશે.

NRSC

ગડકરીએ મંગળવારના રોજ નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલ (NRSC)માં નોમિનેટ થયેલા નવા સભ્યો સાથે પરિચય બેઠકમાં હાજરી આપી હતી. જેમાં તેમણે દરેક રાજ્યમાં નિયમિત રીતે જિલ્લા માર્ગ સમિતિની બેઠક યોજવા નિર્દેશ આપ્યો છે. ટ્વીટમાં ગડકરીએ જણાવ્યું હતું કે, અધિકારીઓને વ્યાપારી વાહનોમાં સ્લીપ ડિટેક્શન સેન્સર લગાવવાની નીતિ પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે. ટૂંક સમયમાં યુરોપિયન દેશોના ધોરણોને આધારે ભારતમાં ટ્રકમાં સલામતી સુવિધાઓ પણ સુધારવામાં આવશે.

પરિવહન મંત્રાલય દ્વારા 28 જુલાઈએ નવી NRSCની રચના કરવામાં આવી

પરિવહન મંત્રાલય દ્વારા 28 જુલાઈએ નવી NRSCની રચના કરવામાં આવી

આ બેઠકમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, માર્ગ સલામતીના ક્ષેત્રમાં તમામ સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે માસિક મેગેઝિન પ્રકાશિત કરવામાં આવશે. પરિવહનમંત્રાલય દ્વારા 28 જુલાઈએ નવી NRSCની રચના કરવામાં આવી હતી.

મંગળવારના રોજ NRSC બેઠક યોજાઈ હતી. તેમાં તમામ 13 બિન સત્તાવાર સહ પસંદકરેલા વ્યક્તિગત સભ્યો તેમજ માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી જનરલ વી. કે. સિંહનો સમાવેશ થાય છે.

ગડકરીએ તમામ સભ્યોને માર્ગ સલામતીના વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની સલાહ આપી

ગડકરીએ તમામ સભ્યોને માર્ગ સલામતીના વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની સલાહ આપી

NRSCમાં નામાંકિત નવા સભ્યોની પ્રારંભિક બેઠક દરમિયાન ગડકરીએ તમામ સભ્યોને માર્ગ સલામતીના વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની સલાહ આપી હતી, જેથીરસ્તા પર મહત્તમ જીવ બચાવી શકાય. તેમણે માર્ગ પરિવહન મંત્રાલયના અધિકારીઓને NRSC સભ્યો સાથે મળીને કામ કરવા અને તેમના સૂચનોને પ્રાથમિકતાપર અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

જિલ્લા માર્ગ સમિતિની બેઠકો નિયમિતપણે થાય તેની ખાતરી કરવા માટે ગડકરી મુખ્યમંત્રીઓ અને જિલ્લા કલેક્ટરને પત્ર લખશે. તેમણે કાઉન્સિલને દર બે મહિનેમળવા અને માર્ગ સલામતી વધારવા માટે ચાલી રહેલા કામો અંગે તેના અપડેટ્સ શેર કરવાનો નિર્દેશ આપ્યો છે.

100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનો ટૂંક સમયમાં આવશે

100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનો ટૂંક સમયમાં આવશે

નીતિન ગડકરીએ ગત મહિને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આગામી છ મહિનામાં 100 ટકા બાયોફ્યુઅલ (ઇથેનોલ) પર ચાલતા વાહનો માટેની નીતિ લાવશે. કહેવાય છે કે,આ નીતિ હેઠળ ઓટોમોબાઈલ કંપનીઓ માટે ભારતમાં બાયોફ્યુઅલ પર ચાલતા વાહનોનું ઉત્પાદન કરવું ફરજિયાત રહેશે.

સરકારનું આ પગલું દેશમાં વાહનોનાપ્રદૂષણને ઘટાડવામાં, તેમજ ઈંધણના ભાવ ઘટાડવામાં મોટી સફળતા હશે.

ડીઝલ વાહનોના ઓછા ઉત્પાદન પર ભાર

ડીઝલ વાહનોના ઓછા ઉત્પાદન પર ભાર

ગડકરીએ ઓટો કંપનીઓને ડીઝલ વાહનોનું ઉત્પાદન ઘટાડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ઓટો કંપનીઓએ આવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું જોઈએ જેપ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય. ડીઝલ વાહનો પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. તેમણે ઓટો ઉદ્યોગને વૈકલ્પિક ઇંધણ ટેકનોલોજીને પ્રોત્સાહનઆપવા અને વૈકલ્પિક ઇંધણ માટે સંશોધન અને વિકાસમાં રોકાણ કરવા વિનંતી કરી છે.

English summary
Road Transport and Highways Minister Nitin Gadkari has advocated setting driving hours for truck drivers. For this, he insisted on installing sleep detection devices in commercial vehicles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X