For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોન્ડા રજૂ કરશે આ શાનદાર એસયુવી, એવરેજ 27 Kmpl

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં એસયુવી વાહનોની રેન્જમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારે માંગ, લોકપ્રીય મોડલ અને શાનદાર રિસ્પોન્સના કારણે આ સેગ્મેન્ટમાં દરેક પોતાના વાહનોને રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ક્રમમાં જાપાનીઝ વાહન નિર્માતા કંપની હોન્ડા પણ પોતાની શાનદાર એસયુવી વેઝેલને લઇને આવી રહી છે.

હોન્ડાએ પોતાની આ શાનદાર એસયુવી વેઝેલને જાપાનીઝ બજારમાં રજૂ કરી દીધી છે અને કંપની તેને ભારતીય બજારમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે. તાજેતરમાં કંપનીએ હોન્ડા વેઝેલને ટોક્યો મોટર શોમાં રજૂ કરી. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ નવી કોમ્પેક્ટ એસયુવી વેઝેલ અનેક બાબતે ઘણી જ ખાસ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ નવી હોન્ડા વેઝેલ અંગે.

એસયુવીનું એન્જીન

એસયુવીનું એન્જીન

તમને જણાવી દઇએ કે હોન્ડા વેઝેલને કંપનીએ પેટ્રોલ અને પેટ્રોલ હાઇબ્રિડ બન્ને જ વેરિએન્ટમાં રજૂ કરી છે. કંપનીએ પેટ્રોલ વેરિએન્ટમાં 1.5 લીટરની ક્ષમતાના શાનદાર એન્જીનનો પ્રયોગ કર્યો છે, જે કારને 131 પીએસની શાનદાર શક્તિ પ્રદાન કરે છે.

બે અલગ-અલગ ટ્રાન્સમિશન

બે અલગ-અલગ ટ્રાન્સમિશન

કંપનીએ હોન્ડા વેઝેલને બે અલગ-અલગ ટ્રાન્સમિશનો સાથે રજૂ કરી છે. જેમાં 2 વ્હીલ ડ્રાઇવ અને 4 વ્હીલ ડ્રાઇવ બન્ને સામેલ છે. સૂત્રોની વાત માનીએ તો કંપની આ કારને વર્ષ 2014 સુધીમાં ભારતીય બજારમાં ઉતારી શકે છે.

પેટ્રોલ અને ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ

પેટ્રોલ અને ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ

બીજી વેરિએન્ટમાં પણ કંપનીએ 1.5 લીટરની ક્ષમતાના પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કર્યો છે, પરંતુ તેમાં એક ઇલેક્ટ્રિક મોટરને પણ સામેલ કરવામાં આવી છે, જે તેને હાઇબ્રિડની શ્રેણીમાં લાવે છે. આ હાઇબ્રિડ વેરિએન્ટ 7 સ્પીડ ડ્યુએલ ક્લચ ટ્રાન્સમિશન સાથે ઉતારી છે.

શાનદાર લૂક અને માઇલેજ

શાનદાર લૂક અને માઇલેજ

તમને જણાવી દઇએ કે આ એસયુવીને માત્ર શાનદાર લૂક જ નથી આપવામાં આવ્યો પરંતુ તેની માઇલેજ પણ ચોંકાવનારી છે. કંપનીનો દાવો છે કે, સામાન્ય પેટ્રોલ વેરિએન્ટ 2 વ્હીલ ડ્રાઇવ વેરિએન્ટ 20.06 અને 4 વ્હીલ ડ્રાઇવ વેરિએન્ટ 19 કિમી પ્રતિ લીટરનું માઇલેજ પ્રદાન કરે છે. આ ઉપરાંત હાઇબ્રિડ વેરિએન્ટ 27 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

એસયુવીની કિંમત

એસયુવીની કિંમત

નોંધનીય છે કે, હાલ કંપનીએ આ એસયુવીને જાપાનમાં લોન્ચ કરી છે, જ્યાં તેની કિંમત 1.87 મીલિયન યેન(જાપાની મુદ્રા) છે. એટલે કે ભારતીય બજારમાં તેની કિંમત અંદાજે 11.14 લાખ રૂપિયાથી શરૂ થશે.

English summary
Honda Vezel, a compact SUV crossover model that was revealed a few weeks back at the Tokyo Motor Show, has been launched in Japan. Honda Vezel is likely to be introduced in India during the later half of 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X