For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાંક આ રીતે તો નથી પકડતાંને તમે કારનું સ્ટીયરિંગ!

|
Google Oneindia Gujarati News

ડ્રાઇવિંગ એક એવું પેશન છે, જે ક્યારેય ઓછું થતું નથી, તેની સાચી મજા એ જ લઇ શકે છે, જેના હાથ સ્ટીયરિંગ વ્હીલ પર પોતાની કરામત દેખાડતાં હોય, જો કે આ માટે માત્ર કરામત જ જરૂરી નથી, પરંતુ સાચી દિશામાં મૂવમેન્ટથી તમે મંજીલ સુધી સકૂશળ પહોંચી શકો છો. કાર ચલાવતી વખતે માત્ર રસ્તા પર જ ધ્યાન રાખવાની જરૂર હોતી નથી. સ્ટીયરિંગ વ્હીલને યોગ્ય રીતે પકડવું પણ એક કળા છે.

સ્ટીયરિંગ વ્હીલને યોગ્ય રીતે નહીં પકડવાના કારણે તમે અકસ્માતનો ભોગ બની શકો છો. આજે અમે અહીં એ અંગે જણાવી રહ્યાં છીએ કે, વાહન ચલાવતી વખતે કેવી રીતે સ્ટીયરિંગ વ્હીલને પકડવું અને પોતાના હાથને કયા ડિરેક્શનમાં રાખવું જેથી, તમે હંમેશા એક સારી અને સુરક્ષિત મુસાફરી કરી શકો. તો ચાલો તસવીરો થકી જાણીએ અને સમજીએ કે ડ્રાઇવિંગ દરમિયાન કયું ડિરેક્શન સાચું છે અને કયું ખોટુ.

 ખોટા અને સાચા ડિરેક્શન

ખોટા અને સાચા ડિરેક્શન

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જૂઓ કેવી રીતે પકડીએ સ્ટીયરિંગ વ્હીલ. અમે તમને પહેલા એ ડિરેક્શન અંગે જણાવીશું જે ખોટા છે, ત્યારબાદ સાચા ડિરેક્શન અંગ જણાવીશું. આ લેખને યોગ્ય રીતે સમજાવવા માટે અમે ઘડીયાળનો ઉપયોગ કર્યો છે.

સ્ટીયરિંગ વ્હીલને ઉપરથી પકડવું- ખોટુ

સ્ટીયરિંગ વ્હીલને ઉપરથી પકડવું- ખોટુ

કાર ચલાવતી વખતે એવું ઘણી વાર જોવા મળે છે કે, લોકો કારના સ્ટીયરિંગ વ્હીલને ઉપરની તરફ પકડે છે. આ ડિરેક્શનમાં તમારા બન્ને હાથ સ્ટીયરિંગ વ્હીલની ઉપરની તરફ હોય છે. સ્ટીયરિંગ વ્હીલને આ રીતે પકડવાની રીત એકમદ ખોટી અને જોખમી છે. જો તમે આ રીતે સ્ટીયરિંગ વ્હીલ પકડશો તો અકસ્માત સમયે સ્ટીયરિંગ વ્હીલમાંથી નીકળેલી એર બેગ સીધી તમારા હાથ સાથે અથડાશે અને તમને માથા અને છાતીના ભાગે ઇજા પહોંચાડશે. તો ક્યારેય પણ ભૂલથી સ્ટીયરિંગની આ પ્રકારને ના પકડો.

10 ટૂ 2 ડિરેક્શન

10 ટૂ 2 ડિરેક્શન

ઘડીયાળના કાંટાની મદદથી સમજીએ તો જ્યારે ઘડીયાળના કાંટા 10 અને 2 પર હોય, તમને સામાન્યતઃ આ પ્રકારની સ્થિતિ અનેકવાર જોવા મળે છે, પરંતુ જો તમે આ પ્રકારે કારના સ્ટીયરિંગ વ્હીલને પકડશો તો તે તમારા માટે જોખમી છે. આ દિશામાં બન્ને હાથ સ્ટીયરિંગ વ્હીલ પર એકદમ સીધા અને ચહેરાની સામે હશે.

વળાંક સમયે હાથ ઉપરઃ ખોટુ

વળાંક સમયે હાથ ઉપરઃ ખોટુ

જ્યારે પણ તમે કારને કોઇ દિશામાં વાળી રહ્યાં હોવ અને તમારો એક હાથ સૂંપર્ણ પણે ઉપરની તરફ હોય, જે રીતે તસવીરમાં દર્શાવવામાં આવ્યો છે. આમ કરવું એ યોગ્ય ડિરેક્શન નથી. આ દરમિયાન સ્ટીયરિંગ સંપૂર્ણપણે વળી શકતું નથી, જેના કારણે તમારે તમારા હાથને બીજી વખત રિવર્સ કરવો પડશે.

એક હાથે સ્ટીયરિંગ પકડવું - ખોટુ

એક હાથે સ્ટીયરિંગ પકડવું - ખોટુ

અનેકવાર જોવા મળે છે કે, લોકો ડ્રાઇવ કરતી વખતે સ્ટીયરિંગ વ્હીલને માત્ર એક હાથ પકડે છે. આ ઘણું જ ખતરનાક છે. ડ્રાઇવિંગ સમયે રસ્તા પર કોઇપણ આપાત સ્થિતિ દરમિયાન તમે તત્કાળ સક્રિય નહીં થઇ શકો, જે દુર્ઘટનાનું કારણ બની શકે છે.

સીધુ 180 ડીગ્રી પર પકડો

સીધુ 180 ડીગ્રી પર પકડો

કારના સ્ટીયરિંગ વ્હીલને હંમેશા 180 ડીગ્રી પર પકડો. એટલે કે તમારા બન્ને હાથ વ્હીલ પર પરસપર બરાબર હોવા જોઇએ, દરમિયાન તમે કારને સહેલાયથી કોઇપણ દિશામાં વાળી શકો છો. સાથે જ સ્ટીયરિંગ વ્હીલની એરબેગ અને તમારા ચહેરા તથા છાતી વચ્ચે કોઇ અવરોધ પણ નહીં આવે. આ સ્થિતિને ધડીયાળના માધયમથી સમજીએ.

9 ટૂ 3 ડિરેક્શન- સાચુ

9 ટૂ 3 ડિરેક્શન- સાચુ

જેમકે ચિત્રમા દર્શાવવામાં આવ્યું છે. વાહન ચલાવતી વખતે તમારા હાથો હંમેશા ઘડીયાળના કાટાના ડાયમેન્શન એટલે કે 9 અને 3ની જેમ સીધા રાખો. આ સ્થિતિમાં તમે તમારા હાથને સ્ટીયરિંગ વ્હીલના બન્ને ભાગમાં બરોબર પકડશો. અને જો અચાનક વાહન વાળવાની જરૂર પડી તો તમે સહેલાયથા વાહનને એ દિશામાં વાળી શકશો. આ પોઝિશનમાં સ્ટીયરિંગ વ્હીલ ફેરવતી તમારા હાથ ક્યારેય પણ એકબીજા સાથે લોક નહીં થાય.

સ્ટીયરિંગ વ્હીલ પકડવાની આ રીત એકદમ ઉચીત

સ્ટીયરિંગ વ્હીલ પકડવાની આ રીત એકદમ ઉચીત

સ્ટીયરિંગ વ્હીલ પકડવાની આ રીત સૌથી ઉચીત છે. જી હાં, આ સ્થિતિમાં તમે તમારા બન્ને હાથને સ્ટીયરિંગ વ્હીલની નીચેના ભાગ પર રાખો છો. આ દરમિયાન તમારા હાથોને વધુમાં વધુ વળવાની સ્પેશ મળે છે. આગળ ઘડીયાળ અનુસાર આ સ્થિતિને સમજીએ.

 8 ટૂ 4 ડિરેક્શન- સાચુ

8 ટૂ 4 ડિરેક્શન- સાચુ

તસવીરમાં જણાવવામાં આવેલા ડિરેક્શન અનુસાર જ્યારે ઘડીયાળનો કાંટો 8 અને 4 પર હોય છે, આ આકારમાં જે પ્રકારે ઘડીયાળના કાંટા હોય છે એ રીતે તમે સ્ટીયરિંગ વ્હીલને પકડો. આ અવસ્થામાં પણ તમારા બન્ને હાથ સહેલાયથી કોઇપણ દિશામાં વળી શકે છે.

English summary
Do you know ho to hold steering wheel? If you want become a better driver then you must know that how to keep your hand on steering wheel correctly. Here we are going to give some detail about, how to hold car steering wheel?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X