For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ક્રિકેટરો બીએમડબલ્યુથી લઈ બેંટલે જેવી મોંધીદાટ કારોના શોખીન

ભારતમાં ક્રિકેટરોની ગણતરી સૌથી વધુ કમાણી કરનારા એથલીટ્સમાં થાય છે. મોટાભાગના ક્રિકેટર્સ લક્ઝરી કામમાં ફરવાના શોખીન છે

|
Google Oneindia Gujarati News

ભારતમાં ક્રિકેટરોની ગણતરી સૌથી વધુ કમાણી કરનારા એથલીટ્સમાં થાય છે. મોટાભાગના ક્રિકેટર્સ લક્ઝરી કામમાં ફરવાના શોખીન છે અને નવી નવી કારોથી પોતાનું ગેરેજ અપડેટ કરતા રહે છે. વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર અને હાર્દિક પંડ્યા જેવા ક્રિકેટર મોંઘી કારમાં ફરતા જોવા મળે છે. તો આવો જાણીએ કેટલીક આવી જ કારો જે આપણા ક્રિકેટરોએ હાલમાં જ ખરીદી છે.

1) વિરાટ કોહલી-બેંટલે કૉન્ટિનેંટલ ફ્લાઈંગ સ્પર

1) વિરાટ કોહલી-બેંટલે કૉન્ટિનેંટલ ફ્લાઈંગ સ્પર

આ વિરાટ કોહલીની બીજી બેંટલે કાર છે. તેમની પહેલી બેંટલે કૉન્ટિનેંટલ જીટી દિલ્હીમાં છે. જો કે લગ્ન બાદ તેઓ મુંબઈમાં શિફ્ટ થયા, જેથી તેમણે બીજી બેંટલે કાર ખરીદી. વિરાટ કોહલી અને અનુશ્કા શર્મા આ કામમાં ફરતા જોવા મળ્યા છે. આ કારની કિંમત 3.41 કરોડ રૂપિયાથી શરૂ થાય છે અને 3.93 કરોડ રૂપિયા સુધી હોય છે.

બેંટલે કૉન્ટિનેંટલ ફ્લાઈંગ સ્પર

બેંટલે કૉન્ટિનેંટલ ફ્લાઈંગ સ્પર

કારમાં 4.0 લીટર V8 એન્જીન લાગેલ છે જે મેક્સિમમ 500 બીએચપી અને 660 એનએમનો ટૉક ઉત્પન્ન કરે છે. આ કારનું 6.0 લીટર ડીઝલ એન્જીન વધુ શક્તિશાળી છે જે મેક્સિમમ 616 બીએચપી પાવર સાથે 800 એનએમનો ટૉક આપી શકે છે.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર હોવાની સાથે કારોના પણ સૌથી વધુ શોખીન છે. હાલમાં જ તેઓ લૈલ્બૉર્ગિનીની ટેસ્ટ ડ્રાઈવિંગ કરતા જોવા મળ્યા છે. હાર્દિક પંડ્યાએ હાલમાં જ ન્યુ જનરેશન મર્સિડિઝ-એએમજી જી 63 ખરીદી છે, જેની એક્સ-શોરૂમ કિંમત 2.19 કરોડ રૂપિયા અને ઓન-રોડ કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.

એએમજી જી63

એએમજી જી63

હાર્દિક મોટાભાગે આ પૈલેડિયમ સિલ્વર કલરની કાર ચલાવતા જોવા મળે છે. આ 4.0 લીટર ટ્રિન-ટર્બો વી8 પેટ્રોલ એન્જીન કાર છે જે 585 બીએચપીનો પાવર અને 850 એનએમનું પીક ટૉક ઉત્પન્ન કરે છે.

3) મહેન્દ્ર સિંહ ધોની

3) મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ ભારતમાં એકમાત્ર જીપ ગ્રૈંડ ચેરોકી ટ્રેકહૉકની ડિલીવરી લીધી છે. આ એસયુવીની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે. ટ્રેકહૉક દુનિયાની સૌથી શક્તિશાળી એસયુવીમાંથી એક છે. જે 6.2 લીટરનું હેલકૈટ વી 8 પેટ્રોલ એન્જીન ધરાવે છે, જે 700 બીએચપીના પાવરની સાથે 875 એનએમનું ટૉક જનરેટ કરે છે.

જીપ ગ્રૈંડ ચેરોકી ટ્રેકહૉક

જીપ ગ્રૈંડ ચેરોકી ટ્રેકહૉક

આ કાર માત્ર 3.62 સેકેન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ પકડી શકે છે. ધોનીને વાહનની ડિલીવરી ત્યારે મળી જ્યારે તે લદ્દાખથી સેનાની ડ્યુટી પર હતા. તેમની પત્ની સાક્ષીએ કાર સાથેની એક તસ્વીર સોશ્યલ મિડિયા પર શેયર કરી હતી.

4- શુભમ ગિલ- લૈંડ રોવર રેંજ રોવર વેલાર

4- શુભમ ગિલ- લૈંડ રોવર રેંજ રોવર વેલાર

શુભમ ગિલ ક્રિકેટ જગતનો ઉગતો સિતારો છે. જો કે હાલમાં જ તેમણે નવી રેંજ રોવર વેલાર ખરીદી છે. આ એસયુવીની ઓન રોડ કિંમત 1 કરોડ રૂપિયા છે અને આ સેંગમેંટમાં સૌથી શાનદાર દેખાતી એસયુવી છે. રેંજ રોવર વેલારમાં ઓટોમૈટિક એડજસ્ટેલ હેંડલ આપેલ છે. આ એસયુવી પેટ્રોલ અને ડિઝલ બંનેના વિકલ્પમાં આવે છે. આ એસયુવીમાં મેરિડિયન સાઉન્ડ સિસ્ટમ પણ મળે છે.

5: સચિંન તેંડુલકર- બીએમડબલ્યુ M760 એલઆઈ

5: સચિંન તેંડુલકર- બીએમડબલ્યુ M760 એલઆઈ

સચિન તેંડુલકર બીએમડબલ્યુની કારોના શોખીન છે. તેમણે ગયા વર્ષે જ બીએમડબલ્યુ 7 સીરીઝની કાર, M760એલઆઈ ખરીદી છે. રોજીંદા વપરાશ માટે સચિન આ કારનો ઉપયોગ કરે છે. સચિન પાસે બીએમડબલ્યુ એમ5થી લઈ આઈ8 જેવી મોંધી લક્ઝરી કારો છે.

બીએમડબ્લ્યુ 7 સીરીઝની સૌથી મોંઘી કાર છે, તેની ઓન રોડ કિંમત લગભગ 3.5 કરોડ રૂપિયા છે. 6.6 લીટર વી12 એન્જીન ઘણું પાવરફુલ છે, જે 600 બીએમપી અને 850 એનએમનું ટૉક ઉત્પન્ન કરે છે. કાર ઓલ વ્હીલ ડાઈવ સિસ્ટમની સાથે આવે છે.

6-યુવરાજ સિંહ

6-યુવરાજ સિંહ

યુવરાજ સિંહ પણ બીએમડબલ્યુની કારોના ફેન છે. યુવરાજ બીએમડબલ્યુ એક્સ6એમ જેવી અનેક રેંજર કારોના માલિક છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે બિગ બૉયઝ ટૉયઝથી બીએમડબલ્યુ ઈ60 એમ5 ખરીદી હતી, જે બજારમાં માત્ર હાઈ ઈન્ડ કારો જ વહેંચે છે.

બીએમડબલ્યુ એમ5

બીએમડબલ્યુ એમ5

આ કારમાં 5.0 લીટર વી10 એન્જીન લાગેલ છે, જે 500 બીએચપીનો પાવર અને 520 એનએમનું ટૉક જનરેટ કરે છે.

આ પણ વાંચો: દુબઈ પોલીસ પાસે છે વિશ્વની સૌથી ઝડપી કાર, 407 કિમી પ્રતિ કલાકની સ્પીડ

English summary
Indian cricketers are fond of expensive cars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X