For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર ચોર પણ દિવાના છે આ શાનદાર સવારીના

|
Google Oneindia Gujarati News

આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે, કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતી કાર્સને મોટા ભાગે શાનદાર કારના દિવાનાઓ જ પસંદ કરતા હોય છે, કારમાં આપવામાં આવેલી વૈભવી સુવિધા અને ફ્યુએલ એફિશિયન્સીના કારણે કાર ચાલકો બજારમાં રજૂ કરવામાં આવતી નીતનવી કાર્સમાંથી પોતાને પરવળે તેવી અને પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરે તેવી કાર્સને પસંદ કરતા હોય છે, જો તમે પણ એવું જ વિચારતા હોવ તો ખોટું છે.

વિવિધ કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતી કાર્સમાંની કેટલીક કાર્સ એવી પણ છે કે જેના દિવાના ચોરો પણ છે. જેઓ પોતાની પસંદગી પ્રમાણેની કારની ચોરી કરતા હોય છે. આ વખતે અમે અહીં તમારા માટે એવી જ કેટલીક કાર્સ લઇને આવ્યા છીએ, જે ચોરોમાં પણ લોકપ્રીય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કાર અંગે.

હોન્ડા એકર્ડ

હોન્ડા એકર્ડ

ચોરીનો આંકડોઃ 58,596ની આસપાસ
નેશનલ ઇન્સ્યોરન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર હોન્ડા કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી એકર્ડ કારની સૌથી વધુ ચોરી કરવામાં આવી છે. આંકડાઓ અનુસાર 1990થી લઇને 1997 સુધી આ કારની સૌથી વધુ ચોરી થઇ હતી અને ત્યારબાદ 2012માં આ કારની સૌથી વધુ ચોરી કરવામાં આવી હતી.

હોન્ડા સિવિક

હોન્ડા સિવિક

ચોરીનો આંકડોઃ 47,037
હોન્ડા એકર્ડ બાદ સૌથી વધુ ચોરી થયેલી કાર્સમાં હોન્ડાની સિવિક બીજા ક્રમે આવે છે. 2012માં આ કારની સૌથી વધુ ચોરી કરવામાં આવી હતી. એ પહેલા 1990થી 2000 દરમિયાન પણ સૌથી વધુ કારની ચોરી કરવામાં આવી હતી.

ફોર્ડ ફુલ સાઇઝ પિક-અપ

ફોર્ડ ફુલ સાઇઝ પિક-અપ

ચોરીનો આંકડોઃ 26,770
ફોર્ડની આ પિક-અપની ચોરીના આંકડા પર નજર ફેરવવામાં આવે તો આ કારના 26770 યુનિટની અત્યારસુધી ચોરી કરવામાં આવી છે. તેમાં પણ સૌથી વધુ આ કારની ચોરી 1997, 1999 અને 2000માં કરવામાં આવી હતી, ત્યારબાદ 2012માં પણ આ કારની વધુ ચોરી થઇ હતી.

શેવરોલે ફુલ સાઇઝ પિક-અપ

શેવરોલે ફુલ સાઇઝ પિક-અપ

ચોરીનો આંકડોઃ 23,745
ફોર્ડ બાદ સૌથી વધુ ચોરાયેલી પિક-અપમાં શેવરોલેની ફુલ સાઇઝ પિક-અપ આવે છે. વર્ષ 1992થી 1997, 1999થી 2001, 2003, 2004, 2007માં સૌથી વધુ આ કારની ચોરી કરવામાં આવી હતી.

ટોયોટા કામરી

ટોયોટા કામરી

ચોરીનો આંકડોઃ 16, 251
ટોયોટાની કામરીની અત્યારસુધી 16 હજાર કરતા વધુ કાર્સી ચોરી કરવામાં આવી છે. સૌથી વધુ આ કારની ચોરી 1989થી 1991 સુધીમાં કરવામાં આવી હતી. આ ચોરીનો આંકડો 2012માં બહાર પાડવામાં આવ્યો છે.

ડોજ કારવાન

ડોજ કારવાન

ચોરીનો આંકડોઃ 11, 799
ડોજ કારવાન ડોજ બ્રાન્ડ હેઠળ બહાર પાડવામાં આવતી કાર છે. આ કારની સૌથી વધુ ચોરી 1997થી 2003 દરમિયાન કરવામાં આવી છે.

ડોજ ફુલ સાઇઝ પિક-અપ

ડોજ ફુલ સાઇઝ પિક-અપ

ચોરીનો આંકડોઃ 11, 755
ડોજ કારવાનની માફક આ પિક-અપને પણ ડોજ બ્રાન્ડ હેઠળ બહાર પાડવામાં આવે છે. આ કારની સૌથી વધુ ચોરી 2001થી 2005 દરમિયાન કરવામાં આવી છે.

English summary
Most Stolen and Favorite Cars Among Thieves
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X