આ કાર્સ ઉતરી રસ્તા પરને સર્જાયો વિશ્વ રેકોર્ડ

ઓટોમોબાઇલ વિશ્વ એક એવી દુનિયા છે, જેમાં દરરોજ એકથી એક શાનદાર અને ચઢિયાતી કાર રજુ કરવામાં આવે છે. કેટલીક કાર્સ પોતાની વૈભવતાના કારણે, તો કેટલીક કાર્સ પોતાના પરફોર્મન્સના કારણે, જ્યારે કેટલીક કાર્સ પોતાના અનોખા પાવર અને પ્રાઇસના કારણે જાણીતી બને છે, પરંતુ વિશ્વ ઓટોમોબાઇલ બજારમાં કેટલીક એવી કાર્સ પણ છે કે, જે ઉક્ત તમામ કારણો સહિત અનોખી બાબતોના કારણે પણ જાણીતી છે અને તેમણે વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે.

આ વખતે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ. જેમાં ફેરારી, સુઝુકી અને ટાટા નેનો સહિતની કાર્સ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કાર્સ અંગે અને તેમના દ્વારા કરવામાં આવેલા વિશ્વ રેકોર્ડ્સ અંગે.

સૌથી મોટી ડ્રિફ્ટઃ 51.2 માઇલ્સ, કાર BMW M5

સૌથી મોટી ડ્રિફ્ટઃ 51.2 માઇલ્સ, કાર BMW M5

મે, 2013માં વિશ્વભરમાં એકથી એક શાનદાર કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ લક્ઝરી કાર નિર્મતા કંપની બીએમડબલ્યુએ વધુ એક નવો કિર્તિમાન પોતાના નામે કરી દીધો હતો. જી હાં, બીએમડબલ્યુની શાનદાર લક્ઝરી કાર એમ5એ વિશ્વમાં સૌથી લાંબી ડ્રિફ્ટ મારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. બીએમડબલ્યુ એમ5ની આ સફળતાના કારણે આ કારનું નામ ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યું હતું.

મોસ્ટ ડોનટ્સઃ 280, કાર સ્પોર્ટ્સ 1600

મોસ્ટ ડોનટ્સઃ 280, કાર સ્પોર્ટ્સ 1600

જે રીતે ડ્રિફ્ટિંગ એક કળા છે તેવી જ રીતે ડોનટ્સ પણ એક અનોખી કળા છે, જે દરેક ડ્રાઇવર એકસાથે અનેકવાર કરી શકતો નથી. પરંતુ વેસ્ટફિલ્ડ સ્પોર્ટ્સ 1600 કાર ચલાવનાર ડ્રાઇવરે 2011 ટ્રેક્સ ઇવેન્ટમાં આ કારનામો સતત 280 વાર કરી બતાવ્યો હતો.

ફાસ્ટેસ્ટ સ્પીડ ડ્રાઇવ બાઇ બ્લાઇન્ડ ડ્રાઇવર, સ્પીડ 293 kph, કાર ફેરારી

ફાસ્ટેસ્ટ સ્પીડ ડ્રાઇવ બાઇ બ્લાઇન્ડ ડ્રાઇવર, સ્પીડ 293 kph, કાર ફેરારી

સામાન્ય રીતે બ્લાઇન્ડ વ્યક્તિને આપણે કાર ચલાવતા જોયા નહીં હોય. પરંતુ વર્લ્ડ હેન્ડિકેપ્ડ ફાઉન્ડેશન દ્વારા એક રેસ રાખવામાં આવી હતી, જેમાં એક બ્લાઇન્ડ ડ્રાઇવરે 293 કિમી પ્રતિ કલાકની ઝડપથી કાર ચલાવીને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. આ કાર ફેરારીની હતી.

બે વ્હીલ પર કારઃ 371 કિમી, કાર BMW 316

બે વ્હીલ પર કારઃ 371 કિમી, કાર BMW 316

આવું તમે કદાચ ફિલ્મોમાં જોયું હશે અથવા સ્ટંટ કરનારા લોકોને અમુક સમય પુરતા આવા સ્ટંટ કરતા જોયા હશે, પરંતુ એક વ્યક્તિએ ફેબ્રુઆરી 2009માં પોતાની BMW 316 કારને 371 કિમી સુધી બે વ્હીલ પર ચલાવીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો.

સ્મોલેસ્ટ રોડ લિગલ કારઃ એફએનઓગસ્ટર

સ્મોલેસ્ટ રોડ લિગલ કારઃ એફએનઓગસ્ટર

એફએનઓગસ્ટર સૌથી નાની રોડ લિગલ કાર છે. આ કારની ઉંચાઇ 20 ઇંચ, લંબાઇ 40 ઇંચ અને પહોળાઇ 22 ઇંચ છે.

હાઇએસ્ટ માઇલેજઃ 3 મિલિયન માઇલ્સ, કાર Volvo P1800

હાઇએસ્ટ માઇલેજઃ 3 મિલિયન માઇલ્સ, કાર Volvo P1800

હાઇએસ્ટ માઇલેજની વાત કરવામાં આવે તો અમેરિકન ઇર્વિન ગોર્ડોન દ્વારા ખરીદવામાં આવેલી Volvo P1800 કારે નોંધાવી છે, જે 3 મિલિયન માઇલ્સ છે.

હેવિએસ્ટ લિમોઃ 23 ટન મિડનાઇટ રાઇડર

હેવિએસ્ટ લિમોઃ 23 ટન મિડનાઇટ રાઇડર

આ ખરેખર એક ટ્રક જેવી દેખાય છે. પંરતુ મિડનાઇટ રાઇડર એ ખરા અર્થમાં ગિગનેટિક લિમોઝિન છે. જેમાં 40 યાત્રીઓને સુપ્રીમ લક્ઝરીની અનુભૂતિ થઇ શકે છે.

સૌથી મોંઘી કારઃ 3.9 મિલિયન ડોલર, Lamborghini Veneno

સૌથી મોંઘી કારઃ 3.9 મિલિયન ડોલર, Lamborghini Veneno

વિશ્વની સૌથી મોંઘી કારની વાત કરવામાં આવે તો, લેમ્બોર્ગિની દ્વારા બહાર પડવામાં આવેલી Lamborghini Veneno કાર છે. આ કારને 2013 જીનેવા મોટર શોમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત 3.9 મિલિયન ડોલર છે.

સૌથી મોંઘી ક્લાસિક કાર, 18 મિલિયન ડોલર,Ferrari 250 GTO

સૌથી મોંઘી ક્લાસિક કાર, 18 મિલિયન ડોલર,Ferrari 250 GTO

Ferrari 250 GTOને 2010માં એક હરાજી દરમિયાન ખરીદવામાં આવી હતી. ત્યારે આ કારની કિંમત 18 મિલિયન ડોલર ચુકવવામાં આવી હતી.

લોંગેસ્ટ કારઃ 100 ફૂટ limousine

લોંગેસ્ટ કારઃ 100 ફૂટ limousine

લિમોઝિન કાર પોતાની લંબાઇ માટે જાણીતી છે, પરંતુ ક્યારેય તમે આટલી લાંબી કાર નહીં જોઇ હોય. લિમોઝિનની આ કારની લંબાઇ 100 ફૂટ છે. જેમાં 26 વ્હીલ અને બે ડ્રાઇવર કેબિન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X