આમના બાઇકિંગ કારનામા જોઇને રહી જશો દંગ

તમે મોટાભાગે ફિલ્મોમાં જોયું હશે કે, કોઇ એક્શન સીન દરમિયાન અચનાક બાઇક સવાર હીરો સીનમાં એન્ટ્રી લે છે. આ દરમિયાન દ્રશ્યને રોચક બનાવવા માટે તેની એન્ટ્રીને થોડીક જોખમ ભરેલી દર્શાવવામાં આવે છે, જેથી દર્શકોનો રોમાંચ વધી શકે. આ એક અથવા તો બે મીનિટના એક્શન દ્રશ્યો કરવા માટે રીલ લાઇફના હીરોને સેંકડો વ્યવ્સથા અને રિ ટેકમાંથી પસાર થવું પડે છે.

પરંતુ આજે અમે તમારી સામે એક એવા શખ્સને લઇને આવી રહ્યાં છીએ, જે રીલ લાઇફ નહીં પરંતુ રીયલ લાઇફનો હીરો છે. જીહાં, અમે વાત કરી રહ્યાં છીએ, ડગી લેમ્પકિનની, ડગી એક પ્રોફેશનલ ઇંગ્લીશ મોટરસાઇકલ રાઇડર છે. એટલું જ નહીં, પોતાના ખાસ અંદાજ અને શ્રેષ્ઠ હુનરના કારણે તે વર્ષોથી વિશ્વ વિજેતા પણ રહ્યો છે.

વર્ષ 1976માં યોકશાયર શહેરમાં જન્મેલા ડગીને નાનપણથી જ બાઇકિંગનો ઘણો શોખ હતો અને સમય અનુસાર તેણે પોતાના આ શોખને વ્યવસાયમાં બદલી નાંખ્યો. ડગી વિશ્વભરમાં બાઇક પર પોતાના બેલેન્સ માટે જાણીતો છે. ડગી ટ્રાયલ રેસના વિજેતા પણ છે, ટ્રાયલ રેસ એવી ગેમ છે, જેમાં તમારે કોઇપણ પ્રકારના રસ્તામાંથી પસાર થવું પડે છે, જેમકે ઘરની સીડી, બાલકની, શોપ, પરવ્તો કે પછી નદીથી ઘેરાયેલો ટ્રેક.

પરંતુ સૌથી રસપ્રદ વાત એ છેકે જો તમે એકવાર બાઇક પર બેસી ગયા તો પગ જમીન પર ખેલ પૂર્ણ થયા બાદ જ રાખી શકો છો. જો તમે પોતાને સંભાળતી વખતે પોતાનો પગ જમીન પર રાખી દીધો તો એક પોઇન્ટ ગુમાવી બેશો છો. તો ચાલો તસવીરો થકી ડગીના આ ખાસ કારનામાને વીડિયો થકી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X