For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય બજારમાં ટાટા વધારી રહી છે પોતાની પહોંચ, માર્ચ 2020 સુધીમાં 100 નવી ડીલરશીપ ખોલશે

ભારતીય બજારમાં ટાટા વધારી રહી છે પોતાની પહોંચ, માર્ચ 2020 સુધીમાં 100 નવી ડીલરશીપ ખોલશે

|
Google Oneindia Gujarati News

ટાટા મોટર્સે માર્ચ 2020 માં નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં પોતાના વર્તમાન ડીલરશીપ નેટવર્કમાં 100 નવા આઉટલેટ્સ ઉમેરવાની યોજનાની જાહેરાત કરી છે. એક અહેવાલ મુજબ, ટાટાએ દેશભરમાં 860 આઉટલેટ્સ સાથે એક મજબૂત ડીલરશીપ નેટવર્ક સ્થાપિત કર્યું છે અને નાણાકીય વર્ષ 2019 ના અંત સુધીમાં 100 નવી ડીલરશીપ ઉમેરવામાં આવશે.

ડીલરશીપની કુલ સંખ્યા

ડીલરશીપની કુલ સંખ્યા

આ સાથે, વર્ષના અંત સુધીમાં ટાટા ડીલરશીપની કુલ સંખ્યા 960 થઇ જશે. જો કે, ટાટા કેટલીક ખરાબ પ્રદર્શન કરતી ડીલરશીપને પણ બંધ કરશે.

પોતાની પહોંચને મજબૂત બનાવવાની યોજના

પોતાની પહોંચને મજબૂત બનાવવાની યોજના

ટાટા નવા બજારોમાં પ્રવેશ કરીને અને ગ્રાહકોમાં પોતાની ઉત્પાદન રેન્જની પહોંચમાં સુધારો કરીને બજારમાં પોતાની પહોંચને મજબૂત બનાવવાની યોજના બનાવી રહી છે.

કારોની નવી રેંજ

કારોની નવી રેંજ

ટાટા પોતાની કારોની નવી રેંજ સાથે પોતાના ઉત્પાદને વધારી રહ્યું છે, જેનાથી ગ્રાહકોને વિવિધ પ્રકારની કારોની લાઇનઅપ પ્રદાન કરી શકાય. આમાં તાજેતરમાં રજૂ કરાયેલ અલ્ટ્રો પ્રીમિયમ હેચબેક શામેલ છે.

ઇલેક્ટ્રિક સેગમેન્ટ

ઇલેક્ટ્રિક સેગમેન્ટ

આ સાથે, ટાટા ઇલેક્ટ્રિક સેગમેન્ટની કારમાં પણ તેની પકડ મજબૂત કરી રહી છે. ટાટા નેક્સન અને અલ્ટ્રોના ઇલેક્ટ્રિક વેરિએંટનું પણ પરીક્ષણ કરી રહી છે.

ઈલેક્ટ્રિક કારમાં કોમ્પિટિશન

ઈલેક્ટ્રિક કારમાં કોમ્પિટિશન

હ્યુન્ડાઇ અને એમજીએ ભારતીય કાર બજારમાં તેમની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. એક અંદાજ છે કે આવતા વર્ષે કેટલીક વધુ કંપનીઓ ઇલેક્ટ્રિક કારોનું અનાવરણ કરી શકે છે.

ટોયોટા ગ્લાન્ઝા સાથે સ્પર્ધા

ટોયોટા ગ્લાન્ઝા સાથે સ્પર્ધા

અલ્ટ્રોએ ટાટાની પહેલી કાર છે જેને આલ્ફા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહી છે. ટાટા અલ્ટ્રો હ્યુન્ડાઇ આઇ 20, મારુતિ બલેનો અને ટોયોટા ગ્લાન્ઝા સાથે સ્પર્ધા કરશે.

બીજું ઓલ-ઇલેક્ટ્રિક મોડેલ

બીજું ઓલ-ઇલેક્ટ્રિક મોડેલ

ટાટા આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ગ્રેવીટાસ એસયુવીને લોન્ચ કરશે, જેનાથી હેક્સા ફ્લેગશિપ એસયુવીને રિપ્લેસ કરવાના ઈરાદાથી બનાવવામાં આવી છે. ટાટા તેનું બીજું ઓલ-ઇલેક્ટ્રિક મોડેલ - નેક્સન ઇવી 19 ડિસેમ્બરે રજૂ કરશે, જે આવતા વર્ષના પ્રારંભમાં લોન્ચ થવાની સંભાવના છે.

અમારા વિચારો

અમારા વિચારો

ટાટાએ તેના હરીફો સાથે સ્પર્ધા કરવા માટે કમર કસી લીધી છે. ટાટા આક્રમક રીતે નવી કારોનું પરીક્ષણ કરી રહ્યું છે. આ સાથે, ડીલરશીપમાં વિસ્તરણ ટાટાની મજબૂત બજાર વ્યૂહરચનાને સ્પષ્ટરૂપે દર્શાવે છે.

ટૂંક સમયમાં ભારતમાં જ લૉન્ચ થશે લેન્ડ રોવર ડિફેન્ડર, જાણો ફીચર્સટૂંક સમયમાં ભારતમાં જ લૉન્ચ થશે લેન્ડ રોવર ડિફેન્ડર, જાણો ફીચર્સ

English summary
tata motors is about to open 100 new dealership in india in 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X