For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા ઝેસ્ટ ડીઝલ એએમટીનો રિવ્યૂ: By India, For India

|
Google Oneindia Gujarati News

ભારતની સૌથી મોટી ઓટોમાઇબલ કંપની ટાટા મોટર્સ દ્વારા તાજેતરમાં જ પોતાની નવી સેડાન કાર ઝેસ્ટને લોન્ચ કરવામાં આવી રહી છે. આ કારને સૌપહેલા 2014 ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. કંપનીને પોતાની આ કાર્સ પાસેથી ઘણી બધી આશાઓ છે. આ વૈશ્વિક કંપની માર્કેટ પ્રોબ્લેમ્સ અને ભૂતકાળમાં પોતાની પ્રોડક્ટ્સની ઇમેજને લઇને સંઘર્ષ કરી રહી છે, પરંતુ શું નવી કોમ્પેક્ટ સેડાન એ વાતનું સિગ્નલ છેકે ટાટા મોટર્સના નવા યુગની શરૂઆત થઇ રહી છે?

તેથી અમે આ કારનો રિવ્યૂ કરવાનું નક્કી કર્યું. તેથી અમે ટાટા ઝેસ્ટ એકએમએ ડીઝલ ટોપ સ્પેસ ડીઝલ વેરિએન્ટ્સને પસંદ કરી. આ તેના સેગ્મેન્ટમાં એએમટી યુનિટ સાથેની એકમાત્ર કાર છે. ઝેસ્ટના આ વર્ઝનથી ટાટાને ઘણી આશા છે. તેથી આશા રાખીએ કે આ કોમ્પેક્ટ સેડાન ટ્રાફિકભર્યા શહેરના વાતાવરણ અને હાઇવે દરમિયાન અમારા પર પોતાની છાપ છોડી શકશે. તો ચાલો ટાટા ઝેસ્ટ અંગે વધુ તસવીરો થકી જાણીએ.

ટાટા ઝેસ્ટ

ટાટા ઝેસ્ટ

ટાટા ઝેસ્ટ અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

કારની ડિઝાઇન

કારની ડિઝાઇન

ટાટા ઝેસ્ટ દેખાવે સારી છે એ વાતને કોઇ અવગણી શકે તેમ નથી. ટાટા પ્રમાણસર ડિસન્ટલી કોમ્પેક્ટ સેડાન કાર બનાવવામા સફળ રહી છે. કારના આગળના ભાગની વાત કરવામાં આવે તો તેમાં હનીકોમ્પ ગ્રીલ સેક્શન લાર્જ હેડલેમ્પ એસમ્બલીઝ સાથે શ્રેષ્ઠ લાગે છે. ગ્રીલ સેક્શન એંગલને જે રીતે ગોઠવવામાં આવી છે તેનાથી તેનો દેખાવ સારો લાગી રહ્યો છે. એ પિલર્સનો સપોર્ટ પણ સારી રીતે આપવામાં આવ્યો છે.

કારની ડિઝાઇન

કારની ડિઝાઇન

કારને બાજૂએથી જોવામાં આવે તો તેની ઉંચાઇ પર વાત કરીએ તો તેની ઉંચાઇ 1570 એમએમ છે, જે પોતાની કેટેગરીની ઉંચી કાર છે. તેમજ તે ગ્રાઉન્ડથી પણ ઉંચી છે, તેમ છતાં તે ટોલ બોય ડિઝાઇનથી ઘણી દૂર છે. લાંબા ગ્લાસ હાઉસમાં સોલ્ડર ક્રીઝને મજબૂત રીતે ફીટ કરવામાં આવ્યું છે તેમજ લોઅર ડોર ક્રીઝ પણ સારી છે. તેની ઓવર ઓલ ડિઝાઇનની વાત કરીએ તો ઝેસ્ટનો લૂક સ્પોર્ટીનેસ છે. તેનો બ્લેક બી પિલર્સ અને 15 ઇન્ચના મલ્ટિ સ્પોક એલોય વ્હીલ્સ પણ સારા લાગી રહ્યાં છે.

કારની ડિઝાઇન

કારની ડિઝાઇન

કારની રિયર સાઇડ અંગે વાત કરીએ તો બૂટનો દેખાવ સારો છે. જ્યારે ટેઇલ લાઇટને ચાલું કરવામાં આવે ત્યારે તે સારી દેખાય છે. બમ્પર હાઉસનું ડિફ્યુસર લોઅર સેક્શન રિયરને થોડીક ગતિશિલતા આપે છે.

કારનુ એન્જીન

કારનુ એન્જીન

ટાટા ઝેસ્ટ એક્સએમએના ડીઝલ એન્જીનની વાત કરવામાં આવે તો આ કારમાં 1248 સીસી, 4 સિલિન્ડર ક્વાડ્રાજેટ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 4000 આરપીએમ પર 89 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક જનરેટ કરે છે. જે કારને એવરેજ પર્ફોર્મર બનાવે છે. ટાટા કારનું એન્જીન 2000 આરપીએમ લેવલે પુન્ટો ઇવો અને લિએના કરતા ઓછા રેવ ઉત્પન્ન કરે છે. જેના કારણે શહેર અને હાઇવે પર કાર લાંબો સમય સુધી ગીયરમાં રહી શકે છે. ટાટાનું એન્જીન વધુ રિફાઇન્ડ અને લેસ ક્લટ્રી હોવાનો અનુભવ કરાવે છે. તેમજ એનવીચ લેવલમાં વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.

કારનું ટ્રાન્સમિશન

કારનું ટ્રાન્સમિશન

એએમટી(ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્મસિશન)એ મેકેનિકલી કોન્વેન્શનલ મેન્યુઅલ બોક્સ જેવું છે, પરંતુ ક્લચ ફંક્શન કોમ્પ્યુટર પરફોર્મ્સ છે. જેના કારણે કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનની જેમ માત્ર બ્રેક અને એક્સેલરેટર પેડલ છે, ત્યાં ક્લચ પેડલ જોવા મળતું નથી. વિદેશમાં એએમટી યુનિટમાં સ્મુથર શિફ્ટ પરફોર્મ માટે ડબલ ક્લચ મેકેનિઝમનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ટાટામાં સિંગલ ક્લચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જાણવા જેવી બાબત એ છેકે સિંગલ ક્લચ સિસ્ટમ લર્ચ થવાનો ખતરો છે, ખાસ કરીને ધમી સ્પીડે અને એ ઝેસ્ટમાં પણ જોવા મળે છે. તેથી તમે પાર્કિંગ સ્પોટ જેવા સ્થળે પહોંચો તો તમને તેની અનુભૂતિ થશે.

કારનું ટ્રાન્સમિશન

કારનું ટ્રાન્સમિશન

5 સ્પીડ એએમટી હાલ ઝેસ્ટમાં જોવા મળે છે, જે સિંગલ ક્લચને ડિસપ્લે કરે છે, પરંતુ મેગ્નેટી મરેલી યુનિટ ભારતીયર પરિસ્થિતિમાં સારું રહે છે. આ કારને ત્રણ મોડમાં ચલાવી શકાય છે, ઓટો, સ્પોર્ટ અને ટિપ્ટ્રોનિક. સ્લો અને ક્રાવલિંગ ટ્રાફિકમાં ઓટો મોડ ઇકોનોમી માટે સારું કામ કરે છે અને થોડુંક ફાસ્ટ ટ્રાફિક અને હાઇવે પર સ્પોર્ટ મોડ. સ્પોર્ટ એન્જીનને લાંબા માર્ઝીનમાં ગીયર હોલ્ડ કરવાની પરવાનગી આપે છે.

કારનું ટ્રાન્સમિશન

કારનું ટ્રાન્સમિશન

ઝેસ્ટને તમે ટિપ્ટ્રોનિક મેન્યુઅલ મોડમાં પણ ચલાવી શકો છો, પરંતુ કેટલાક કારણ છે. ટાટા ‘+' અને ‘-'ને ગીયર અપ અને ડાઉન કરવા માટેના કોન્વેન્શનલ પ્લેસમેન્ટને ચેક કરવાનું ભુલી ગયું છે. તેમ છતાં સિંગલ ક્લચ એએમટી સિસ્ટમમાં તે એક શ્રેષ્ઠ ટ્રાન્સમિશન કહીં શકાય તેમ છે.

કારનું ડ્રાઇવિંગ

કારનું ડ્રાઇવિંગ

ટાટા ઝેસ્ટ અનેક કાર ધારકોને અપિલ કરે છે. તેથી તેનું સસ્પેન્શન રાઇડ અને હેન્ડલિંગમાં બેલેન્સ પ્રોવાઇડ કરે છે. દુનિયાભરના ઉત્સાહીઓને આ કાર થ્રીલ નહીં દે. એ પાછળનું કારણ છે એક્સપાયર્ડ થઈ ગયેલો મોડરેટ રોલ, પરંતુ ઝેસ્ટને બમ્પ્સમાં સારી રીતે ટેકલ કરી શકાય છે, જેને દરેક ડ્રાઇવર આવકારશે.

કારનું ડ્રાઇવિંગ

કારનું ડ્રાઇવિંગ

કોઇલ સ્પ્રિંગ ફ્રન્ટ સન્સપેન્શન અને ટ્વિસ્ટ બીમ, ક્લોઇ સ્પ્રિંગ રીયર સેટઅપના કોમ્બિનેશન દ્વારા તમામ ખરાબ સ્પીડબ્રેકરને સુંદર રીતે અવશોષિત કરી લે છે. કારની બ્રેક પણ સારી છે. જે તમને ક્વિક ડ્રાઇવિંગમાં વધુ આત્મવિશ્વાસું બનાવે છે.

કારનું કેબિન

કારનું કેબિન

આ એક એવું સ્થળ છે, જ્યાં તમે તમારો વધારે સમય પસાર કરો છો, તેથી એ મહત્વનું છેકે ટાટા પોતાનું કેબિન યોગ્ય રીતે બનાવે. દરેક સ્થળેથી જોવામાં આવે તો કારનું કેબિન સારું બનાવવામાં આવ્યું છે. કારમાં વિન્ડો સ્વીચ પણ સારી રીતે ફીટ કરવામાં આવી છે અને તેનો ઉપયોગ કરતી વખતા ખરાબ અનુભવ થતો નથી. કેબિનમાં આપવામાં આવેલા મલ્ટી ફંક્શન સ્ટોકને સરળતાથી ઓપરેટ કરી શકો છો અને માણી શકો છો.

કારનું કેબિન

કારનું કેબિન

પોતાની પ્રતિસ્પર્ધી કાર્સની જેમ ટાટામાં ટૂ ટોન બેઇગ અને ગ્રે અપહોલસ્ટ્રે તથા ડેશબોર્ડ થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતીય ગ્રાહકને આકર્ષી શકે છે. જોકે બેઇગ ફેબ્રિક જે આગળના ડોર પર છે તે ગંદકીને આવકારી શકે છે, જોકે સીટ ઘણી જ કમ્ફર્ટેબલ અને સપોર્ટિવ છે. રિયર સીટમાં એડ્જેસ્ટેબલ હેડ રિસ્ટ્રેઇન્ટ પણ આપવામાં આવ્યું છે, જોકે કારમાં હાઇટ એડ્જેસ્ટેબલ ડ્રાઇવર સીટ માટે નથી, જે નબળું પાસું છે. રિયરમાં લેગરૂમ સારો છે.

અમને શું પસંદ પડ્યું

અમને શું પસંદ પડ્યું

સાઉન્ડ એડવાઇઝ્ડ
હાર્મન ડિઝાઇન્ડ અને 8 સ્પીકર ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમને મોટાભાગના લોકો પસંદ કરે છે. કારણ કે તેને બ્લૂટૂથ અને મ્યુઝીક વડે સહેલાયથી નેવિગેટ કરી શકાય છે અને તે એકદમી ક્લિયર હોય છે. તેનો સાઉન્ડ સારો હોય છે.

અમને શું પસંદ પડ્યું

અમને શું પસંદ પડ્યું

ક્વાએટ કાર
કારમાં એન્જીન ભારપૂર્વક સ્પિનિંગ કરતું હોવા છતાં પણ એનવીએચ લેવલ ઓછું છે. જેથી એન્જીનમાંથી ઓછો અવાજ આવે છે અને ટાયર કેબિનમાં આવે છે. તેમે ભાગ્યેજ વ્હીલની પાછળ ટાયર્ડ થાઓ છો. અન્ય એક કારણ એ પણ છેકે કાર સારી ટ્રાવેલ કોમ્પેનિયન છે.

અમને શું પસંદ પડ્યું

અમને શું પસંદ પડ્યું

લાઇટ ફાઇટ
જો તમે રાત્રે વધારે ડ્રાઇવિંગ કરતા હોવ તો તમે પાવરફૂલ હેડલેમ્પને વધારે આવકારો છો, જે ડ્રાઇવ દરમિયાનના તણાવને દૂર કરે છે. રાત્રી દરમિયાન કાર ચાલકને અનેક પ્રકારની લાઇટનો સામનો કરવો પડતો હોય છે. આવા સમયમાં અમારી ટિપ્સ છેકે જ્યારે કાર ચલાવો ત્યારે સામેથી આવતી લાઇટની થોડેક ડાબી બાજુ જુઓ તેમજ તમારી આંખને ડાબી બાજુએ સેટ કરો જેથી જોખમી સમયે તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો.

અમને શું પસંદ પડ્યું

અમને શું પસંદ પડ્યું

ઇન્સ્ટ્રુમેન્ટલ પીસ
આપણે સહેલાયથી વાંચી શકાય તેવા ઇન્સ્ટ્રુમેન્ટને વધારે પસંદ કરીએ છીએ. સ્પીડો અને ટેકો એકદમ ક્લિયર હોય તે જરૂરી છે. થોડીક નાની પણ અસરકારક મલ્ટિ ઇન્ફોર્મેશન ડિસપ્લે તેમને ગીયર એંગેજ્ડ, ડોર અજર વોર્નિંગ, ટ્રિપોમીટર્સ, ફ્યુઅલ ઇકોનોમી સહિતની સચોટ અને ચોખ્ખી માહિતી આપે. આ સાથે જ જ્યારે તમે કોઇ ચોક્કસ ટ્રિપમાં ગયા હોવ ત્યારે એવરેજ વાંચી શકો તે જરૂરી છે.

અમને શું પસંદ પડ્યું

અમને શું પસંદ પડ્યું

સ્વિચ પિચ
આ કારમાં દરેક પ્રકારની સ્વિચને સરળતાથી પહોંચી શકાય છે અને તેને ઓપરેટ કરવામાં મુશ્કેલી પડતી નથી. જેના કારણે આ કાર વિરોધી કાર્સ સાથેની સ્પર્ધામાં મજબૂતી રીતે ઉભી રહી શકે છે.

અમને શું પસંદ પડ્યું

અમને શું પસંદ પડ્યું

અન્ડરસીટ ટ્રીટ
પેસેન્જર સીટની નીચે પણ સ્ટોરેજની સુવિધા આ કારમાં સારી આપવામાં આવી છે, જેથી તમે સીટ નીચે કેટલીક ત્વરિત જરૂરી વસ્તુઓને રાખી શકો છો.

આ બાબતો અમને ન ગમી

આ બાબતો અમને ન ગમી

બૂટ
390 લિટરની કેપેસિટી સાથે બૂટ થોડુક સ્પેસિયસ છે. લોડિંગ સિલ થોડીક ઉંચિ છે અને નેરો સાઇડ ટચ પણ કરે છે, તેમજ વ્હીલ બૂટના પ્રેસિઅસ સ્ટોરેજ તરફ આવી જાય છે. 8 લાખ રૂપિયા ખર્ચીને કાર લઇ રહ્યા હોવ અને તેમ બૂટલિડમાં ક્લીડિંગ ઓછું હોય તે અક્ષમ્ય છે.

આ બાબતો અમને ન ગમી

આ બાબતો અમને ન ગમી

હાઇટ સ્લાઇટ
આગળની સીટમાં હાઇટ એડજેસ્ટમેન્ટ કેપેબિલિટી હોવી જરૂરી હતી, ખાસ કરીને ડ્રાઇવર માટે કારણ કે ડેશબોર્ડ થોડુંક ઉંચુ છે. તેમજ આગળના સીટબેલ્ટમાં પણ હાઇટ એડ્જેસ્ટેબલ હોવું જરૂરી છે.

આ બાબતો અમને ન ગમી

આ બાબતો અમને ન ગમી

મિરર
રિયર મિરર સ્મોલ છે, જેના કારણે તમે રોડની સ્થિતિને જોવામાં થાપ ખાઇ જાઓ છો. ખાસ કરીને સી પિલર્સ તરફ. ઓવીઆરએમ પણ, તેને થોડુંક ઇન્કોમ્પાસિંગ બનાવવાની જરૂર હતી, જેથી પાછળના ટ્રાફિકને જોઇ શકીએ.

આ બાબતો અમને ન ગમી

આ બાબતો અમને ન ગમી

બટન અપ
જો સ્પોર્ટ મોડ સિલેક્ટર બટનને સ્ટીયરિંગ વ્હીલમાં આપવામાં આવ્યું હોત તો તેનો પ્રભાવ અલગ જ પડત અને તે ખરીદદારને ફોર્મૂલા 1નો ટેસ્ટ કરાવત.

આ બાબતો અમને ન ગમી

આ બાબતો અમને ન ગમી

વિઝેબિલિટી
સનકેન ઇન વિન્ડસ્ક્રીન ગુડ લુકિંગ છે, પરંતુ એ પિલર્સ થોડુંક પાતરું છે જે વિઝેબિલિટીને રિસ્ટ્રિક્ટ કરી નાંખે છે. તેના કારણે વળાંક દરમિયાન અથવા તો સ્ટ્રીટમાં થોડીક મુશ્કેલી નડે છે.

આ બાબતો અમને ન ગમી

આ બાબતો અમને ન ગમી

ડોર પોકેટ
માત્ર એક કપહોલ્ડર અને નેરો ડોર પોકેટ્સ હોવાના કારણે પાણીની બોટલ રાખવામાં થોડીક મુશ્કેલી પડે છે, ખાસ કરીને જ્યારે અન્ડર સીટ સ્ટોરેજ ફૂલ થઇ ગયું હોય.

કારની એવરેજ

કારની એવરેજ

કારમાં 1248 સીસી, 4 સિલિન્ડર ક્વાડ્રાજેટ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 4000 આરપીએમ પર 89 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક જનરેટ કરે છે. કારનો દાવો છેકે તે 23 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપે છે, પરંતુ તેમે સારી રીતે ડ્રાઇવ કરો તો કાર 18-19 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપી શકે છે. મેન્યુઅલ મોડ તમને 14 કિ.મી પ્રતિ લિટરથી વધારે એવરેજ આપી શકે તેમ નથી.

કાર અંગે મંતવ્ય

કાર અંગે મંતવ્ય

ટાટા ઝેસ્ટ તેની પ્રતિસ્પર્ધી કાર્સ મારુતિ સુઝુકી ડિઝાયર, હોન્ડા અમેઝ અને હુન્ડાઇ એક્સેન્ટને સારી એવી સ્પર્ધા આપી શકશે, જો તે પોતાની લોકપ્રિયતા બનાવી શકી અથવા તો કાયમ રાખી શકી તો. આ કારની ખાસ વાત એ છેકે તેમાં એએમટી સિસ્ટમ આપવામાં આવી છે. જે ખરીદદારોને તેના તરફ આકર્ષિત કરી શકે છે. આ કાર વિવિધ રીતે ભારતીય કાર ધારકોને પસંદ પડી શકે છે, જેમાં કમ્ફર્ટેબલ રાઇડ સહિતની બાબતો છે. આ કારનું નબળું પાસું કંપનીનો ભૂતકાળ છે તેમ છતાં ટાટા દ્વારા લોન્ચ કરવામાં આવેલી લાંબા સમય પછીની આ શ્રેષ્ઠ કાર કહીં શકાય છે. આશા રાખીએ છીએ કે આ કાર સારો દેખાવ કરશે કારણ કે ભારત દ્વારા ભારતીયો માટે બનાવવામાં આવેલી આ કાર્સ છે.

English summary
We were really looking forward to this one. It was time to test the Zest, the latest from the stables of one of India's largest automobile manufacturers, Tata Motors. Post its reveal at the 2014 Auto Expo, the expectations from the Indian public from Tata saw an all-time high. The global company has struggled with marketing problems and image issues for its products in the past, but does the new compact sedan signal the dawn of a new age for Tata Motors?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X