For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેમાં આ પાંચ કાર નિર્માતા કંપનીઓ બની બેસ્ટ સેલર

By Super
|
Google Oneindia Gujarati News

હાલના સમયે દરેક લોકોનું એક જ મંતવ્ય છેકે ઓટોમોબાઇલ સેક્ટર સારું પ્રદર્શન કરી રહ્યું નથી, અમુક વાહન નિર્માતાઓ પોતાની નવી અને રસપ્રદ પ્રોડક્ટ્સ થકી પ્રવાહને જાળવી રાખવામાં અને ગ્રોથ નોંધાવવામાં સફળ રહી છે. અમે મે 2014નો સેલ્સ રીપોર્ટ ચકાસ્યો અને ગયા વર્ષે મે મહિનામાં આ વાહન નિર્માતાઓએ કેવું પ્રદર્શન કર્યું હતું.

અમે એ ઉંડાણપૂર્વક પૃથ્થકરણ કર્યું અને એક યાદી તૈયાર કરી જેમાં મે 2014માં સારો દેખાવ કરનારી ટોપ પાંચ વાહન નિર્માતા કંપનીઓનો સમાવેશ કર્યો. આ યાદીમાં આપણને આશ્ચર્ય પમાડે તેવી નથી, કારણ કે આ યાદી જાનાપીઝ, સાઉથ કોરિયન અને ભારતીય વાહન નિર્માતાઓનું મિશ્ર વર્ઝન છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કે આ યાદીમાં કયા કયા વાહન નિર્માતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટોપ પાંચ કાર નિર્માતા કંપનીઓ

ટોપ પાંચ કાર નિર્માતા કંપનીઓ

મે 2014માં સૌથી સારું સેલિંગ કરનારી કાર નિર્માતા કંપનીઓની યાદી જોવા માટે તસવીરો પર ક્લિક કરો. આ યાદી ઉતરતા ક્રમમાં આપવામાં આવી છે.

નંબર 5: ટોયોટા

નંબર 5: ટોયોટા

ટોયોટા દ્વારા ભારતીય બજારમાં બે નવી પ્રોડક્ટ્સ ઉતારવામાં આવી હતી. ધ ઇટિયોસ ક્રોસ અને 11th જનરેશન કોરોલા એલ્ટિસ. મેમાં આ કંપનીએ 11,833 વાહનો વેચ્યા છે, જ્યારે 2013માં આ જ મહિનામાં કંપનીએ 10,023 વાહનો વેચ્યા હતા. આ ગ્રોથ 18 ટકા જેવો છે. ઇનોવા આ વખતે પણ બેસ્ટ સેલર સાબિત થઇ હતી.

નબંર 4: હોન્ડા

નબંર 4: હોન્ડા

હોન્ડા સૌથી લોકપ્રીય વાહન નિર્માતા છે, ખાસ કરીને તેની સિટી સેડાન કાર ખરીદનારાઓમાં ઘણી જ પ્રીય છે. જોકે, અમેઝનું જોઇએ તેવું વેચાણ થયું નથી, છતાં કંપનીને કોઇ નુક્સાન પહોંચ્યું નથી. મે 2014માં કંપનીએ 13,362 વાહનો વેચ્યા છે, જ્યારે આ જ મહિનામાં 2013માં કંપનીએ 11,342 વાહનો વેચ્યા છે. આ વખતે કંપનીએ 18 ગ્રોથ નોંધાવ્યો છે.

નંબર 3: મહિન્દ્રા

નંબર 3: મહિન્દ્રા

ભારતીય વાહન નિર્માતા કંપની મહિન્દ્રા સૌથી મોટી યુટીલિટી નિર્માણ કરતી કંપની છે, મે 2014માં મહિન્દ્રાના 18,085 વાહનો વેચાયા હતા, જ્યારે મે 2013માં વાહનોની સંખ્યા 22,244 હતી, જે હિસાબે કંપનીનો ગ્રોથ 19 ટકા ઘટ્યો છે. તેમ છતાં મે 2014માં વાહન વિક્રેતા તરીકે તે ત્રીજા સ્થાને છે.

નંબર 2: હુંડાઇ

નંબર 2: હુંડાઇ

હુંડાઇ વેચાણના મામલે બીજા નંબર પર છે. મે 2014ની વાત કરવામાં આવે તો કંપનીએ 36,205 વાહનો વેચ્યા છે. ગયા વર્ષે આ જ મહિનામાં કંપનીએ વેચેલા વાહનોની સંખ્યા 32,102 હતી. જે હિસાબે કંપનીએ 12.8 ટકા ગ્રોથ કર્યો છે.

નંબર 1: મારુતિ સુઝુકી

નંબર 1: મારુતિ સુઝુકી

મે 2014માં વાહન વેચાણની દ્રષ્ટિ મારુતિ સુઝુકી સૌથી ટોચ પર પ્રથમ ક્રમાંકે છે. કંપનીએ મે 2014માં 90,560 વાહનો વેચ્યા છે, જ્યારે મે 2013માં કંપનીએ 77,821 વાહનો વેચ્યા હતા. આમ કંપનીનો ગ્રોથ 16.4 ટકા નોંધાયો છે.

English summary
In a time where everyone expects that the automobile sector will not do very well, a few manufactures have managed to stay afloat and register growth by introducing new and interesting products. We check the sales report for the month of May 2014 and compare it to how the manufactures performed in the same month last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X