• search

ભારતની ટોપ ચિપેસ્ટ કમ્યૂટર બાઇક્સ, કિંમત 60 હજાર કરતા ઓછી

By Super
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  હાલના સમયમાં ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરવામાં આવે તો ઓટોમેટિક સ્કૂટર્સનો ક્રેઝ વધી રહ્યો છે. કારણ કે, ટ્રાફિક ભર્યા વિસ્તારોમાં ઓટોમેટિક સ્કૂટર ચલાવવામાં સરળતા રહે છે. તેનો અર્થ એ નથી કે ભારતમાં પોસાય તેવી કિંમતમાં મળતી કમ્યૂટર બાઇક્સનો ઉપયોગ ઘટી ગયો છે. લો કેપેસિટીની બાઇક્સ આજે પણ કોઇપણ ટૂ વ્હીલર્સ કરતા વધારે એવરેજ આપે છે. જેના કારણે રોજિંદા વપરાશમાં આ બાઇક્સની લોકપ્રિયતા અનેકગણી છે.

  જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં ભારતમાં ધૂમ મચાવી રહેલી કેટલીક એવીજ ચિપેસ્ટ કમ્યૂટર બાઇક અંગે તસવીરો થકી આછેરી માહિતી આપી રહ્યાં છે. બની શકે કદાચ આ કમ્યૂટર બાઇક્સ શ્રેષ્ઠ ના હોય પરંતુ તમને જે કિંમતમાં તે બાઇક આપવામાં આવી રહી છે, તેને જોતા આ બાઇકને સારી કહીં શકાય છે.

  નોટઃ અહીં જે કિંમત આપવામાં આવી છે, તે એક્સ શોરૂમ દિલ્હી અનુસાર છે. તેમજ એકપણ બાઇકની કિંમત તમામ ટેક્સને ઉમેર્યા પછી પણ 60 હજારને વધતી નથી. આ લિસ્ટમાં અનેક લોકપ્રિય મોડલ્સને ઉમેરવામાં આવી છે અને દરેક કંપનીના એક એક મોડલ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

  ચિપેસ્ટ કમ્યૂટર બાઇક

  ચિપેસ્ટ કમ્યૂટર બાઇક

  અહીં ચિપેસ્ટ અને લોકપ્રિય કમ્યૂટર બાઇક્સ અંગે માહિતી આપવામાં આવી છે, જેમની કિંમત 60 હજાર કરતા ઓછી છે. જે અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

  હોન્ડા એચએફ ડ્વોન 97 સીસીઃ 37350 રૂપિયા

  હોન્ડા એચએફ ડ્વોન 97 સીસીઃ 37350 રૂપિયા

  હીરો મોટોકોર્પની એચએફ ડ્વોન રફ એન્ડ ટફ, તથા લો મેઇન્ટેનન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેની ડિઝાઇન ક્લાસિક છે. આ ઉપરાંત તમે હીરો એચએફ ડીલક્સ 97- 39 હજાર રૂપિયા પર પણ તમારી પસંદગી ઉતારી શકો છો.

  યામાહા ક્રક્સ 106 સીસીઃ 38,455 રૂપિયા

  યામાહા ક્રક્સ 106 સીસીઃ 38,455 રૂપિયા

  હીરોની એચએફ ડ્વોનની જેમ યામાહા ક્રક્સ પણ અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. તેની ફીચર પ્લેન છે, ક્લાસિક લૂક અને રાઉન્ડેડ હેડલાઇટ તથા સ્પોક વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમે યામાહા વાયબીઆર 110 અને 125, જેમની કિંમત અનુક્રમે 45,455 અને 51,555 રૂપિયા છે, તેને પણ ખરીદી શકો છો.

  બજાજ પ્લેટિના 100 સીસીઃ 40,346 રૂપિયા

  બજાજ પ્લેટિના 100 સીસીઃ 40,346 રૂપિયા

  બજાજ દ્વારા ઓફર કરવામાં આવતી આ એકમાત્ર સસ્તી બાઇક છે. જેમાં સ્પોર્ટ્સ ડિઝાઇન અને એલોય વ્હીલ આપવામાં આવ્યા છે, જોકે આ બાઇકમાં ઇલેક્ટ્રિક સ્ટાર્ટ અને ડિસ્ક બ્રેક નથી.

  હોન્ડા ડ્રીમ નીઓ 110 સીસી- 43,150 રૂપિયા

  હોન્ડા ડ્રીમ નીઓ 110 સીસી- 43,150 રૂપિયા

  હીરોનું નંબર વનનું સ્થાન ઝડપવા માટે હીરોથી અલગ પડેલી કંપની હોન્ડાએ એક નવું કમ્યૂટર બાઇક લોન્ચ કર્યું હતું. ડ્રીમ નીઓમાં હોન્ડાએ સ્ટાઇલિશ અને કલરફૂલ ડિઝાઇન ઓફર કરી છે. સારી એવરેજ અને ફીચર્સ આ બાઇકને ઘણી સારી બનાવી દે છે, તેમજ આ બાઇકમાં હોન્ડાની એચઇટી ટેક્નોલોજી છે. આ ઉપરાંત તમે હોન્ડાની ડ્રીમ યુગા પર પણ પસંદગી ઉતારી શકો છો. તેની કિંમત 46,670 રૂપિયા છે.

  ટીવીએસ સ્પોર્ટઃ 44,155 રૂપિયા

  ટીવીએસ સ્પોર્ટઃ 44,155 રૂપિયા

  જો તમે 100 સીસીમાં કોઇ સ્પોર્ટી લૂક વાળી બાઇક લેવા ઇચ્છતા હોવ તો ટીવીએસની સ્પોર્ટ્સ બાઇક પર પસંદગી ઉતારી શકો છો. જેના ગ્રાફિક્સ અને ડિઝાઇન તેને સ્પોર્ટી લૂક આપે છે. આ બાઇકની એવરેજ 87.7 કિ.મી. પ્રતિ લિટર છે. આ ઉપરાંત ટીવીએસ સ્ટાર સીટી 110 સીસી પર પસંદગી ઉતારી શકો છો, જેની કિંમત 46,575 રૂપિયા છે.

  બજાજ ડિસ્કવર 100: 44,498 રૂપિયા

  બજાજ ડિસ્કવર 100: 44,498 રૂપિયા

  બજાજ દ્વારા ડિસ્કવરની લાંબી યાદી બહાર પાડી છે. જેની શરૂઆત 100 સીસીથી થાય છે અને તેની અંતિમ બાઇક 125 સીસીની છે. જેમાં ડીટીએસઆઇ એન્જીન છે, જે બાઇકને શાનદાર એવરેજ આપવામાં મદદરૂપ થાય છે. હાલના તબક્કે કમ્યૂટર બાઇક્સમાં આ બેસ્ટ સેલિંગ બાઇક છે. આ ઉપરાંત તમે બજાજ ડિસ્કવર 100 એમ- 46 હજાર રૂપિયા, બજાજ ડિસ્કવર 100 ટી- 49 હજાર રૂપિયા અને ડિસ્કવર 125 ટી- 53,547 રૂપિયા પર પર પસંદગી ઉતારી શકો છો.

  સુઝુકી હયાતેઃ 45,903 રૂપિયા

  સુઝુકી હયાતેઃ 45,903 રૂપિયા

  સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને સુઝુકીએ 112 સીસીની બાઇક લોન્ચ કરી હતી. અન્ય કોઇ બાઇક્સમાં ઓફર કરવામાં આવતા ફીચર્સથી વધારે ફીચર્સ આ બાઇકમાં ઓફર કરવામાં આવ્યા નથી. તેથી જો તમે આ બાઇકના દેખાવને પસંદ કરતા હોવ તો આ બાઇક ખરીદી શકો છો. આ ઉપરાંત તમે સુઝુકી સ્લિંગશોટ 125 સીસી જેની કિંમત રૂપિયા 55,911 છે, તેના પર પણ પસંદગી ઉતારી શકો છો.

  હીરો સ્પ્લેન્ડર પ્લસઃ 47,250 રૂપિયા

  હીરો સ્પ્લેન્ડર પ્લસઃ 47,250 રૂપિયા

  કમ્યૂટર બાઇક્સનો કિંગ ગણાતી બાઇકને અમે આ યાદીમાં છેલ્લે મુકી છે, સ્પેલન્ડર આ શ્રેણીની સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ સેલિંગ બાઇક છે અને આ બ્રાન્ડ પર લોકો આંખો મિચીને વિશ્વાસ મુકી શકે છે. સ્પેન્ડર આઇસ્માર્ટએ ભારતની પહેલી સ્ટાર્ટ-સ્ટોપ ફંક્શન ધરાવતી બાઇક છે.

  મંતવ્ય

  મંતવ્ય

  અમે અહીં ભારતમાં ધૂમ મચાવી રહેલી કેટલીક ચિપેસ્ટ કમ્યૂટર બાઇક અંગે માહિતી આપી છે. આશા રાખીએ છીએ કે તમને આ યાદી પસંદ પડી હશે અને જો તમે આ રેન્જમાં નવી બાઇક ખરીદવા માગતા હોવ તો ચોક્કસપણે આ યાદી તમને તમારી પસંદગીની બાઇક ખરીદવામા મદદરૂપ થશે.

  English summary
  Automatic scooters might be all the craze these days, due to the convenience of gearless ride. That does not mean highly affordable commuter bikes have been altogether forgotten. Low capacity motorcycles still deliver superior mileage compared to any type of two wheelers, which makes them a favourite among daily commuters.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more