For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય રસ્તાઓ પર શાનથી દોડી રહી છે આ ટોપ SUV અને MUV

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરીએ તો ચોક્કસપણે અત્યારે હેચબેક કાર્સનો જમાનો છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ભારતીય કાર ખરીદદારો એવી કાર્સને વધારે મહત્વ આપતા હતા જે મોટી હોય અને જેમાં તેમનો આખો પરિવાર આવી જાય. હેચબેક કરતા સેડાન કારનું વધારે મહત્વ હતું, પરંતુ એસયુવી અને એમયુવીએ પણ આ માર્કેટમાં પોતાની શાખ અને પકડ જાળવી રાખી હતી.

જેને ધ્યાનમાં રાખીને ભારતીય વાહન નિર્માતા કંપની મહિન્દ્રા અને ટાટા સહિતની કંપનીઓ દ્વારા એસયુવી વાહન પર વધારે ફોકસ કરવામાં આવતું હતું જે આજે પણ અવિરત પણે ચાલું છે. આજે પણ મહિન્દ્રાને એસયુવી કાર મેકર્સ તરીકે ઓળખવામાં આવે છે તો વિદેશી કાર નિર્માતા કંપનીઓ પણ ભારતમાં પોતાની સારી એસયુવીને લોન્ચ કરીને માર્કેટમાં પોતાની પકડને વધારે મજબૂત કરવામાં લાગેલી છે.

સામાન્ય રીતે મારુતિ સુઝુકી ભારતમાં સેડાન અને હેચબેક કારને લોન્ચ કરવા માટે જાણીતી છે, પરંતુ ભારતમાં જે પ્રકારે એસયુવીનું માર્કેટ વર્ષોથી એક નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે, તેને પણ એસયુવી સેગ્મેન્ટમાં પોતાની કાર લોન્ચ કરવાની ફરજ પડી છે, જેને ધ્યાનમાં રાખીને કંપનીએ એમયુવી સેગ્મેન્ટમાં કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરી હતી. મારુતિ સુઝુકીની એર્ટિગાએ પોતાની આ કારને લોન્ચ કરીને માત્ર એસયુવી સેગ્મેન્ટમાં પોતાની હાજરી જ નથી નોંધાવી પરંતુ તેણે ટોયોટાની એમયુવીને પણ સારી એવી સ્પર્ધા આપી છે.

આ ઉપરાંત હુન્ડાઇ, હોન્ડા, ફોર્સ અને ફોર્ડ સહિતની કંપનીઓ પર ભારતમાં પોતાની એસયુવી અને એમયુવી લોન્ચ કરી રહી છે. તો એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં તસવીરો થકી કેટલીક એવી એસયુવી અને એમયુવી અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ જે ભારતમાં ધૂમ મચાવી રહી છે અને જો તમે પણ એસયુવી કે એમયુવી ખરીદવા માગતા હોવ તો આ યાદી તમને જરૂરથી મદદરૂપ થશે.

મહિન્દ્રા બોલેરો

મહિન્દ્રા બોલેરો

મહિન્દ્રા બોલેરોએ પ્રખર ભારતીય એસયુવી છે. તેમજ આ એસયુવી એફોર્ડેબલ, મજબૂત અને મેઇન્ટેન કરવામાં સહેલી હોવાથી ભારતની સૌથી વધુ વેચાતી એસયુવી છે.
એક્સ શોરૂમ કિંમત: 5.66 - 7.27 લાખ રૂપિયા

પ્રીમિયર રાઓ

પ્રીમિયર રાઓ

પ્રીમિયર રાઓએ ભારતની પહેલી કોમ્પેક્ટ એસયુવી છે. રાઓ એક એવી એસયુવી છે જે ઇધણના વપરાશ પર કાબુ રાખે છે. આ એસયુવીના નવા વેરિએન્ટને તાજેતરમાં લોન્ચકરવામાં આવ્યું છે. જેમાં ફિઆટનું જાણીતું મલ્ટિ જેટ ડીઝલ એન્જીન છે.
એક્સ શોરૂમ કિંમત: 5.73 - 6.93 લાખ રૂપિયા

મહિન્દ્રા થાર

મહિન્દ્રા થાર

મહિન્દ્રા થારએ ક્લાસિક ફોર વ્હીલ ડ્રાઇવ એસયુવીને ટ્રિબ્યુટ સમાન છે. થારનો દેખાવ એક પ્રીમિયમ એસયુવી જેવો નથી પરંતુ તે ઓફ રોડર વ્હીકલ લાગે છે. આ એસયુવીનો ઉપયોગ રેતાળ પ્રદેશ અને જંગલોમાં કરી શકાય છે.
એક્સ શોરૂમ કિંમત: 4.63 - 6.98 લાખ રૂપિયા

શેવરોલે ટાવેરા

શેવરોલે ટાવેરા

ટાવેરાએ શેવરોલેની બ્રાન્ડ વેલ્યુને વધારી દીધી છે. આ કાર થકી શેવરોલે ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં મજબૂત ટક્કર આપી રહી છે. એટલું જ નહીં, પરંતુ પોતાના સેગ્મેન્ટમાં ટોચ પર રહેલી ટોયોટા ક્વાલિસને પણ શેવરોલેએ જોરદાર ટક્કર આપી હતી.
એક્સ શોરૂમ કિંમત: 6.75 - 10.42 લાખ રૂપિયા

મહિન્દ્રા ક્વાન્ટો

મહિન્દ્રા ક્વાન્ટો

મહિન્દ્રાની ક્વાન્ટોએ એક કોમ્પેક્ટ એસયુવી છે. આ મહિન્દ્રાની ઝાયલોનું નાનું વર્ઝન છે અને કંપનીએ આ કોમ્પેક્ટ એસયુવીમાં ઝાયલો જેવી જ સુવિધા અને ફીચર્સ આપ્યા છે, પરંતુ ઝાયલોની સરખામણીએ આ એસયુવીમાં સ્પેસ ઓછી છે.
એક્સ શોરૂમ કિંમત: Rs. 6 - 7.57 લાખ રૂપિયા

રેનો ડસ્ટર

રેનો ડસ્ટર

હાલના સમયે એસયુવી સેગ્મેન્ટમાં રેનોની ડસ્ટર ધૂમ મચાવી રહી છે. આ એસયુવીએ માત્ર તેના ખરીદદારોને જ નહીં પરંતુ કાર તજજ્ઞોને પણ પ્રભાવિત કરી દીધા છે. વિવિધ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા ડસ્ટરને 2013ની કાર ઓફ ધ યર અને 2013ની એસયુવી ઓફ ધ યરનો એવોર્ડ પણ આપ્યો હતો.
એક્સ શોરૂમ કિંમત: Rs. 7.19 - 11.29 લાખ રૂપિયા

મહિન્દ્રા ઝાયલો

મહિન્દ્રા ઝાયલો

ઝાયલોએ મહિન્દ્રાની વધુ એક એમયુવી છે. ઝાયલો એફોર્ડેબલ પણ છે અને તેમાં સારા ફીચર્સ પણ છે, આ એમયુવી સિટી કાર અને લોંગ ટ્રીપ કાર તરીકે પણ સારી રીતે ઉપયોગમાં લઇ શકાય છે. તેમાં લગેજ રાખવા માટે સારી એવી જગ્યા આપી છે અને તેથી આ એક ફેમેલી કાર જેવી લાગે છે.
એક્સ શોરૂમ કિંમત: 7.40 - 10.56 લાખ રૂપિયા

મહિન્દ્રા સ્કોર્પિઓ

મહિન્દ્રા સ્કોર્પિઓ

મહિન્દ્રાની સ્કોપ્રિઓએ એવી પહેલી ભારતીય એસયુવી છે કે જેની ડિઝાઇન, ડેવલોપ અને નિર્માણ સંપૂર્ણ પણે ભારતમાં કરવામાં આવ્યું છે. તેમજ આજના સમયે પણ ભારતની સૌથી વધુ લોકપ્રીય એસયુવીમાં સ્કોર્પિઓ આવે છે.
એક્સ શોરૂમ કિંમત: 7.40 - 10.56 લાખ રૂપિયા

ટાટા સફારી સ્ટ્રોમ

ટાટા સફારી સ્ટ્રોમ

ટાટા સફારીને ભારતની પહેલી પ્રીમિયમ એસયુવી કહેવામાં આવે છે. ટાટા મોટર્સ દ્વારા તાજેતરમાં જ સફારીને અપડેટ કરવામાં આવી છે અને નવી સફારી સ્ટ્રોમ લોન્ચ કરી છે. નવી સફારીએ ખરીદદારોને આકર્ષિત કર્યા છે.
એક્સ શોરૂમ કિંમત: 9.95 - 13.66 લાખ રૂપિયા

ટાટા સુમો ગોલ્ડ

ટાટા સુમો ગોલ્ડ

ટાટાની સુમો સૌથી લોકપ્રીય એસયુવી છે. 90ના દશકામાં ભારતમાં આ એસયુવીએ ધૂમ મચાવી હતી. માર્કેટમાં સુમોની પકડને વધુ મજબૂત કરવા માટે ટાટાએ સુમોને થોડીક અપરમાર્કેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં ટાટાએ સુમોના બેઝિક લૂકમાં કોઇ ફેરફાર કર્યો નહોતો અને ટાટા સુમો ગોલ્ડના લોન્ચિંગ પાછળ પણ આ કારણ જવાબદાર છે.
એક્સ શોરૂમ કિંમત: 5.46 - 7.10 લાખ રૂપિયા

મહિન્દ્રા એક્સયુવી 500

મહિન્દ્રા એક્સયુવી 500

એક્સયુવી 500 એ મહિન્દ્રાની હાલના સમયની સૌથી હોટેસ્ટ સેલિંગ કાર છે. હાલના સમયનું એસયુવી સ્પેશિઅલિસ્ટ કંપનીનું ફ્લેગશીપ મોડલ છે. જોકે મહિન્દ્રા દ્વારા પોતાની આ નવી એસયુવીને ભારત ઉપરાંત વિશ્વના કેટલાક દેશોમાં પણ લોન્ચ કરી છે.
એક્સ શોરૂમ કિંમત: 11.71 - 14.28 લાખ રૂપિયા

ટોયોટા ઇનોવા

ટોયોટા ઇનોવા

ટોયોટા ઇનોવાએ ભારતીય એમયુવી સેગ્મેન્ટની બેચમાર્ક કાર છે. ટોયોટા ક્વાલિસની સફળતા બાદ કંપનીએ ઇનોવાને લોન્ચ કરીને માર્કેટમાં અનેક એમયુવી નિર્માતાઓને હચમચાવી નાંખ્યા હતા, આજે પણ બજારમાં નવી કોઇ એમયુવી લોન્ચ થાય છે તો તેની તુલના ઇનોવા સાથે કરવામા આવે છે.
એક્સ શોરૂમ કિંમત: 9.09 - 13.89 લાખ રૂપિયા

શેવરોલે કેપ્ટિવા

શેવરોલે કેપ્ટિવા

કેપ્ટિવાએ અમેરિકન કાર બ્રાન્ડની ટોચની એસયુવી છે. કેપ્ટિવાએ રસ્તા પરની પોતાની હાજરીએને પરફોર્મન્સ થકી લોકોના દીલ જીત્યા છે.
એક્સ શોરૂમ કિંમત: 18.75 - 24.60 લાખ રૂપિયા

ફોર્સ વન

ફોર્સ વન

કોમર્સિઅલ વ્હીકલ બનાવતી કંપની ફોર્સે પેસેન્જર વ્હીકલ સેગ્મેન્ટમાં ફોર્સ વન થકી એન્ટ્રી કરી છે. ફોર્સ વનમાં મર્સીડિઝ બેન્ઝ સીઆરડીઆઇ ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે.
એક્સ શોરૂમ કિંમત: 11.52 લાખ રૂપિયા

ફોર્ડ એન્ડેવર

ફોર્ડ એન્ડેવર

એન્ડેવરને ભારતની પહેલી હાઇ એન્ડ એસયુવી કહેવામાં આવે છે. જેમાં સ્પેસ, પાવર, પરફોર્મન્સ, ઓફ રોડિંગ એબિલિટી બધુ જ એક પેકેજમાં છે. બની શકે છે કે નવી એસયુવીએ કદાચ તેના વેચાણ પર અસર પહોંચાડી શકે છે, પરંતુ દેશમાં એન્ડેવરની જે છબી છે તેને કોઇ આંચ આવી શકે તેમ નથી.
એક્સ શોરૂમ કિંમત: 17.84 - 20.76 લાખ રૂપિયા

મારુતિ સુઝુકી એર્ટિગા

મારુતિ સુઝુકી એર્ટિગા

મારુતિ સુઝુકીએ ઇનોવાના માર્કેટને અસર પહોંચાડવા માટે એર્ટિગાને લોન્ચ કરી હતી. મારુતિએ પોતાની આ એમયુવીમાં જોઇએ તેટલી લગેજ સ્પેસ આપી નથી.
એક્સ શોરૂમ કિંમત: 5.92 - 8.63 લાખ રૂપિયા

નિસાન એવાલિયા

નિસાન એવાલિયા

નિસાને પોતાની એવાલિયાને એમયુવી સેગ્મેન્ટમાં લોન્ચ કરીને ટોયાટા ઇનોવા પાસેથી બેસ્ટ સેલિંગ એમયુવીનું સ્થાન છિનવી લીદું છે. એનવી 200 વાનથી પ્રેરિત એવાલિયાએ હેન્ડલિંગ, સ્પેસ અને પ્રેક્ટિકલી રીતે બધાને પ્રભાવિત કર્યા છે.
એક્સ શોરૂમ કિંમત: 8.49 - 9.99 લાખ રૂપિયા

સ્કોડા યેતિ

સ્કોડા યેતિ

સ્કોડાની યેતિ ભારતીય બજારમાં સારું પ્રદર્શન કરી રહી છે. તેની કિંમત પણ યોગ્ય છે અને લોકો તરફથી યેતિને લઇને કોઇ ફરિયાદ પણ કરવામાં આવી રહી નથી.
એક્સ શોરૂમ કિંમત: 13.90 - 17.50 લાખ રૂપિયા

સાંગ્યોંગ રેક્સ્ટન

સાંગ્યોંગ રેક્સ્ટન

મહિન્દ્રાએ પોતાની કોરિયન સબ બ્રાન્ડ સાંગ્યોંગને ભારતમાં લોન્ચ કરી હતી. તેની પહેલી કાર રેક્સ્ટન છે, જે એક એસયુવી જેવી દેખાય છે અને તેની સ્મૂથનેસ પ્રીમિયમ કાર જેવી છે.
એક્સ શોરૂમ કિંમત: Rs. 18.08 - 20.23 લાખ રૂપિયા

ટોયોટા એરિયા

ટોયોટા એરિયા

એરિયાને ટાટા મોટર્સ શોરૂમમાંથી આવેલી અત્યારસુધીની બેસ્ટ કાર માનવામાં આવે છે. તેમાં પ્રીમિયમ ફીચર્સ, સારું દેખાતું ઇન્ટેરિયર્સ અને બૂટની મોર્ડન ડિઝાઇન છે.
એક્સ શોરૂમ કિંમત: 11.71 - 16.57 લાખ રૂપિયા

ટોયોટા ફોર્ચ્યુનર

ટોયોટા ફોર્ચ્યુનર

20 લાખ રૂપિયા કરતા વધુની કિંમતની તમામ એસયુવીના બિગ બોસ તરીકે ટોયોટાની ફોર્ચ્યુનરને જોવામાં આવે છે. ટોયોટાની આ એસયુવીમાં મસ્ક્યુલાઇન ડિઝાઇન, પાવરફૂલ એન્જીન અને ટોયોટાની વિશ્વસનિયતા છે.
એક્સ શોરૂમ કિંમત: 20.79 - 21.93 લાખ રૂપિયા

English summary
India, which was until recently a huge market for hatchbacks has evolved in recent years. Car buyers now prefer to buy larger cars to accommodate their large families. While sedans were considered to be the most obvious graduation from a hatchback, SUVs and MUVs have emerged as the preferred choice of a large chunk of car buyers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X