For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની સૌથી ઝડપી કાર, સ્પીડ 560 kmph

|
Google Oneindia Gujarati News

જ્યારે તમે રસ્તા પર હવા સાથે વાતો કરતી કાર નિહાળતા હશો તો તમારા મનમા એક પ્રશ્ન જરૂરથી ઉઠતો હશે કે, આખરે વિશ્વની સૌથી ઝડપી કાર કઇ છે? સામાન્ય રીતે આપણે બધા એ અંગે વિચારીએ છીએ, જો કે, અધિકૃત રીતે પૃષ્ટીની વાત કરીએ તો અત્યાર સુધીની વિશ્વની સૌથી ફાસ્ટ કાર બુગાટી વેરોન છે, પરંતુ દુબઇની એક કંપનીએ વિશ્વની સૌથી ફાસ્ટ કાર બનાવી હોવાનો દાવો કર્યો છે.

એટલું જ નહીં, ડેવેલ સિક્સટિનને ઉક્ત કંપનીએ આ વખતે દુબઇ ઇન્ટરનેશનલ મોટર શોમાં રજૂ પણ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ કારને જોઇને સૌ કોઇ અવાક રહી ગયા. ખાસ કરીને આ કારના શાનદાર સ્પોર્ટી લુક જે આગળથી કાર અને પાછળથી જેટ વિમાનનો આભાસ કરાવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કારની સ્પીડ, પિક અપ અને અન્ય રોચક બાબતો અંગે.

કાર ડેવિલ સિક્સટીન

કાર ડેવિલ સિક્સટીન

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ શાનદાર ફાસ્ટ કાર ડેવિલ સિક્સટીનને.

કારમાં વી16 એન્જીનનો પ્રયોગ

કારમાં વી16 એન્જીનનો પ્રયોગ

આ કારમાં 5 હજાર હોર્સ પાવરના વી16 એન્જીન પ્રયોગ કરવામાં આવે છે, જે કારને દમદાર શક્તિ પ્રદાન કરે છે. આવું પહેલીવાર કરવામાં આવ્યું છે કે, જ્યારે કોઇ સ્પોર્ટ કારમાં આટલા હોર્સ પાવરના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

કારની સ્પીડ પણ શાનદાર

કારની સ્પીડ પણ શાનદાર

એટલું જ નહીં, જે પ્રકારે આ કારનું એન્જીન દમદાર છે, તેવી જ રીતે તેની સ્પીડ પણ ઘણી જ શાનદાર છે. જી હાં, ઉક્ત કંપનીએ દાવો કર્યો છે કે, આ કાર 348 મીલ એટલે કે અંદાજે 560 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

પહેલીવાર કોઇ કંપનીએ આવો દાવો કર્યો

પહેલીવાર કોઇ કંપનીએ આવો દાવો કર્યો

જેમ કે અમે તમને પહેલા જણાવ્યું હતું કે અત્યારસુધી અધિકૃત રીતે બુગાટી વેરોન સુપર સ્પોર્ટે 434 કિમી પ્રતિ કલાકની ઝડપ નોંધાવી છે, આવું પહેલીવાર બન્યુ છે કે કોઇ કારે 560 કિમી પ્રતિ કલાકની સ્પીડનો દાવો કર્યો છે.

પાછળનો ભાગ જેટ વિમાન જેવો

પાછળનો ભાગ જેટ વિમાન જેવો

ડેવેલ સિક્સટીનના પાછલના ભાગને ખાસ આકર્ષક લુક આપવા માટે ઉપરની તરફ જેટ વિમાનની જમ રિયર વિંગ્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ફ્રન્ટ કેબીન ઘણું આકર્ષક

ફ્રન્ટ કેબીન ઘણું આકર્ષક

કારની અંદર માત્ર ફ્રન્ટ રોમાં બે સીટને સામેલ કરવામાં આવી છે, પરંતુ ફ્રન્ટ કેબીન ઘણું આકર્ષક છે. બ્લેક અને રેડ કલરનું કોમ્બિનેશન આ કારને ઘણી શાનદાર બનાવે છે.

જો કે કોઇ ટ્રેક પર દોડાવાઇ નથી

જો કે કોઇ ટ્રેક પર દોડાવાઇ નથી

જો કે કારને કોઇ ટ્રેક પર દોડાવીને ઉક્ત સ્પીડનો રેકોર્ડ નોંધવામાં આવ્યો નથી, પરંતુ કંપની આ વાતનો પૂરજોશમાં દાવો કરી રહી છે.

આકર્ષણનું કેન્દ્ર બની કાર

આકર્ષણનું કેન્દ્ર બની કાર

હાલ આ કાર દુબઇ ઇન્ટરનેશનલ મોટર શોમાં લોકોન ધ્યાનનું કેન્દ્ર બની છે.

English summary
World's fastest car Devel Sixteen reveled in ongoing Dubai International Motor Show 2013. Devel Sixteen is powered by 5,000 hp V16 engine and its top speed is 560 kmph.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X