For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વનો મહાકાય ટ્રક, સાઇઝ જોઇને આંખો થઇ જશે પહોળી

|
Google Oneindia Gujarati News

શું તમે ક્યારેય એવા ટ્રકની કલ્પના કરી છે,જે તમારા મકાન કરતા પણ મોટો હોય! જેના વ્હીલનો આકાર એક વ્યક્તિની લંબાઇ કરતા પણ વધારે હોય! જે ટ્રક પર ચઢવા માટે કોઇ ફૂટ રેસ્ટ નહીં, પરંતુ સીડીની વ્યવસ્થા કરવામાં આવી હોય. આ તમામ વાંચીને તમને કદાચ આશ્ચર્ય લાગશે અને એવું પણ અનુભવાશે કે આ હવામાં વાતો થઇ રહી છે, પરંતુ આ એક હકીકત છે.

અમે તમને જણાવી દઇ કે વિશ્વમાં હવે એવા ટ્રક આવી ગયા છે, જેનો આકાર નક્કી તમને હેરાનીમાં નાંખી દેશે. વિશ્વ ભરમાં માનિંગ ટ્રકોનું નિર્માણ કરનારી પ્રમુખ વાહન નિર્માતા કંપની બેલાજે વિશ્વની સૌથી મોટી માઇનિંગ ટ્રક બેલાજ 75710ને રજૂ કરી છે. જે માત્ર આકારમાં જ મોટી નથી, પરંતુ તેની કાર્યક્ષમતા પણ ઘણી જ પ્રભાવી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ, બેલાજના આ મહાકાય ટ્રકને.

વિશ્વનો સૌથી મહાકાય ટ્રક

વિશ્વનો સૌથી મહાકાય ટ્રક

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ વિશ્વના સૌથી મોટા ટ્રક બેલાજ 75710ને. આ ટ્રકને જોઇને તમે નક્કી હેરાન રહી જશો.

માઇનિંગ ટ્રક્સ

માઇનિંગ ટ્રક્સ

માઇનિંગ ટ્રક્સ હંમેશા પોતાના આકર્ષક લુક અને મોટા આકારના કારણે બધાને પોતાની તરફ ખેંચે છે. કારણ કે આટલા મોટા વાહનને સહેલાયથી રસ્તા પર જોઇ શકાતા નથી.

બેલાજે રજૂ કર્યો વિશ્વનો સૌથી મહાકાય ટ્રક

બેલાજે રજૂ કર્યો વિશ્વનો સૌથી મહાકાય ટ્રક

બેલાજે વિશ્વ સમક્ષ સૌથી મોટો અને મહાકાય ટ્રક બેલાજ 75710ને રજૂ કર્યો છે, જેનું વજન 810 ટન છે અને આ ટ્રક સહેલાયથી 450 ટન સુધીનો ભાર ઉઠાવી શકે છે.

બેલૂરુસિયનની કંપની છે બેલાજ

બેલૂરુસિયનની કંપની છે બેલાજ

બેલુરુસિયનની કંપની બેલાજ તરફથી બનાવવા આવેલું આ સોથી મોટું મોડલ છે. જેને વિશ્વનો સૌથી મોટો માઇનિંગ ટ્રક માનવામાં આવી રહ્યો છે.

ટ્રકનો ઉપરનો ભાગ એક ઘરની છત જેવો

ટ્રકનો ઉપરનો ભાગ એક ઘરની છત જેવો

આ ટ્રકનો ઉપરનો ભાગ એક મોટા ઘરની છત જેવો બનાવવામા આવ્યો છે, જ્યાં ઉભા રહીને તમે આખા વિસ્તારનું નિરીક્ષણ કરી શકો છો.

ટ્રકમાં 65 લીટરની ક્ષમતાનું ડીઝલ એન્જીન

ટ્રકમાં 65 લીટરની ક્ષમતાનું ડીઝલ એન્જીન

કંપનીએ આ મહાકાય ટ્રકમાં 65 લીટરની ક્ષમતાના 16 સિલેન્ડર ટર્બો ડીઝલના એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે વાહનને 4600 હોર્સ પાવરની દમદાર શક્તિ પ્રદાન કરે છે.

આકાર મોટો હોવા છતાં ટ્રકની રફતાર એટલી જ

આકાર મોટો હોવા છતાં ટ્રકની રફતાર એટલી જ

આકારમાં મોટો હોવા છતાં ટ્રકની સ્પીડમાં કોઇ કમી કરવામાં આવી નથી. જી હાં, 75710 સહેલાયથી 64 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

સાઇબેરિયામાં કરવામાં આવ્યુ પરિક્ષણ

સાઇબેરિયામાં કરવામાં આવ્યુ પરિક્ષણ

આ ટ્રકનું પરિક્ષણ સાઇબેરિયાની કોલ માઇનમાં કરવામાં આવ્યું છે, જ્યાં તેની કાર્યક્ષમતા જોઇને લોકો હેરાન રહી ગયા. પોતાના વજન કરતા અડધાથી વધુ વજન સુધીના ભારને ટ્રકે સહેલાયથી ઉંચકી લીધુ.

હાઇડ્રોલિક સ્ટીયરિંગ વ્હીલ

હાઇડ્રોલિક સ્ટીયરિંગ વ્હીલ

આ ટ્રકમાં 4 વ્હીલ ડ્રાઇવ અને 4 વ્હીલ ડ્રાઇવ હાઇડ્રોલિક સ્ટીરયિંગ વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ટ્રકનો વિશાળકાય આકાર

ટ્રકનો વિશાળકાય આકાર

બેલાજ ટ્રક 75710નો વિશાળકાય આકાર
લંબાઇઃ- 20.6 મીટર
પહોળાઇઃ- 9.87 મીટર
ઉંચાઇઃ- 8.16 મીટર

ટ્રકનો ટર્નિગ રેડિયસ

ટ્રકનો ટર્નિગ રેડિયસ

એટલું જ નહીં ટ્રકનો આકાર મોટો હોવાના કારણે તેનો ટર્નિગ રેડિયસ 20 મીટર સુધીનો છે.

લોડેડ ટ્રકની સ્પીડ

લોડેડ ટ્રકની સ્પીડ

આમ તો સામાન્ય રીતે ટ્રકની સ્પીડ 64 કિમી પ્રતિ કલાક છે, પરંતુ જ્યારે ટ્રકને સંપૂર્ણપણે લોડેડ કરવામાં આવે ત્યારે તેની સ્પીડમાં ઘટાડો થાય છે અને ત્યારે આ લોડેડ ટ્રક 40 કિમી પ્રતિકલાકની ઝડપે દોડી શકે છે.

English summary
The BelAZ 75710 is the world's largest and heaviest dump truck. The BelAZ 75710, with an aggregate weight of 810 tons and a carrying capacity of 450 tons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X