For Quick Alerts
For Daily Alerts

તહેવારોની સિઝનમાં સ્વચ્છ ત્વચા માટે ઘરે બનાવો હળદરનું ટોનર, જાણો રેસિપિ
ખાસ કરીને તહેવારોની મોસમમાં દરેક વ્યક્તિને સ્વચ્છ અને દોષરહિત ત્વચા ગમે છે. ચમકતી અને સુંદર ત્વચા દરેકની ઈચ્છા હોય છે. ટોનરને દોષરહિત અને સ્વચ્છ ત્વચા માટે ખૂબ જ સારુ માનવામાં આવે છે. હળદર ટોનર ત્વચાને ડીપલી સાફ કરે છે.
Beauty Tips : ખાસ કરીને તહેવારોની મોસમમાં દરેક વ્યક્તિને સ્વચ્છ અને દોષરહિત ત્વચા ગમે છે. ચમકતી અને સુંદર ત્વચા દરેકની ઈચ્છા હોય છે. ટોનરને દોષરહિત અને સ્વચ્છ ત્વચા માટે ખૂબ જ સારુ માનવામાં આવે છે. હળદર ટોનર ત્વચાને ડીપલી સાફ કરે છે. હળદર ટોનર ત્વચાના ડાઘ, ખીલ અને કરચલીઓ ઘટાડે છે. તમે સરળતાથી ઘરે હળદરનું ટોનર બનાવી શકો છો. તો તમને જણાવી કે, હળદરનું ટોનર ઘરે કેવી રીતે બનાવશો?

હળદર ટોનર કેવી રીતે બનાવશો?
- સામગ્રી
કાચી હળદર, એલોવેરા જેલ, ગુલાબજળ, લીલી ચા, પાણી અને લીંબુનો રસ
- પદ્ધતિ
ટોનર બનાવવા માટે પહેલા એક ગ્લાસ પાણી ગરમ કરો. જે બાદ જ્યારે પાણી ઠંડુ થાય, ત્યારે તેમાં હળદર, એલોવેરા જેલ, ગુલાબજળ, લીલી ચા અને લીંબુનો રસઉમેરો. જે પછી તેને બોટલમાં ભરી દો.

હળદર ટોનરનો ઉપયોગ કેવી રીતે કરવો
- પહેલા તમારો ચહેરો સાફ કરો. જે બાદ ચહેરા પર હળદરનું ટોનર લગાવો.
- ટોનરથી ચહેરા પર માલિશ કરો. 2 થી 3 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો.
- હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો. જે બાદ ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો.

ટોનર લગાવતી વખતે આ ધ્યાનમાં રાખો
- પ્લાસ્ટિકની બોટલમાં ટોનર સ્ટોર કરશો નહીં. કાચની બોટલમાં હળદરનું ટોનર રાખો.
- ટોનરને ફ્રિજમાં રાખવું જોઈએ. તેને ફ્રિજમાં રાખવાથી ટોનર બગડશે નહીં.
- ટોનરબનાવ્યા બાદ તેનો ઉપયોગ 15 દિવસ સુધી કરી શકાય છે.
- ટોનર 15 દિવસ બાદ બગડે છે. અઠવાડિયામાં 2 થી 3 વખત હળદર ટોનરનો ઉપયોગ કરો.

હળદર ટોનરના ફાયદા
- હળદર ટોનર ત્વચા માટે ફાયદાકારક છે. હળદર ટોનર લગાવીને ખુલ્લા છિદ્રો બંધ થાય છે.
- હળદરમાં બ્લીચિંગ ગુણ હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે.
- હળદરટોનરનો ઉપયોગ ચહેરાને ચુસ્ત બનાવવામાં મદદ કરે છે.
- હળદર ટોનર લગાવવાથી ત્વચાનું PH લેવલ સંતુલિત રહે છે.
- હળદર ટોનરનો ઉપયોગ કરવાથી ત્વચાનાઇન્ફેક્શનનું જોખમ પણ ઘટે છે.
Comments
English summary
Everyone loves clean and flawless skin, especially during the festive season. Shiny and beautiful skin is everyone's wish. Toner is considered to be very good for flawless and clean skin.
Story first published: Tuesday, October 12, 2021, 13:49 [IST]