જર્મનીના એવા કાયદાઓ, જે જાણીને ચોંકી ઉઠશો તમે

Written By:
Subscribe to Oneindia News

ભારતના ઘણા લોકો વિદેશમાં રહેતા હોય છે. મૂળથી ભારતીય એવા અનેક લોકો કામ કે નોકરી માટે દુનિયાના વિવિધ દેશોમાં સ્થાયી થયા હોય છે. આપણે જ્યારે વિદેશમાં જઈએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન તે દેશના કાયદા અને વ્યસ્થાને લઈને થાય છે. તો આજે એેમ તમને એક એવા જ દેશ જર્મનીના અજબ ગજબ કાયદાની વાત કરવાના છીએ. અહીંના કાયદાઓ આપણા દેશી અલગત તો છે જ, સાથે જ થોડા વિચિત્ર પણ છે. જર્મનીના આવા કાયદાઓ અંગે વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

જન્મદિવસની શુભકામના આપવાની મનાઈ

જન્મદિવસની શુભકામના આપવાની મનાઈ

જર્મનીમાં જન્મદિવસ પહેલા કોઇ પણ વ્યક્તિને આ દિવસની શુભકામનાઓ આપવાની મનાઇ છે. જન્મદિવસ પહેલાં જો શુભકામના પાઠવવામાં આવે તો તેને અપશુકન માનવામાં આવે છે. જન્મદિવસ નિમિત્તે કેક ભેટમાં આપવાની પણ આ દેશમાં મનાઈ છે. આ ઉપરાંત બાળકાનું નામ કેવું રાખવું, એ અંગે પણ જર્મનીમાં એક કાયદો છે. આ દેશમાં બાળકનુ એવું નામ રાખવામાં આવે છે, જેથી તે પુરુષ છે કે સ્ત્રી તેની તરત ખબર પડે.

જેલમાંથી ભાગવાની છૂટ

જેલમાંથી ભાગવાની છૂટ

જર્મનીમાં જેલમાંથી કોઈ કેદી ભાગી જાય કે ભાગવાનો પ્રયત્ન કરે છે તો તે વ્યક્તિને કોઈ વધારાની સજા આપવામાં આવતી નથી. આ દેશનું માનવું છે કે, દરેક વ્યક્તિને આઝાદ થવાનો અધિકાર છે. આથી ભાગવાનો પ્રયત્ન કરનાર કેદીને છે કોઈ સજા થતી નથી.

જર્મન લોકો નથી બોલતા હેલો

જર્મન લોકો નથી બોલતા હેલો

જી હા, અહીંના લોકો હેલો નથી બોલતા. તેઓ ફોન પર પણ પહેલા પોતાનું નામ બોલે છે અને પછી પોતાની વાત આગળ વધારે છે. આ દેશના લોકો બિયરના ચાહક હોય છે. અહીં તમને 300થી પણ વધારે પ્રકારની બિયર જોવા મળે છે. જર્મનીની કોઈ પણ દુકાનમાં તમે જશો તો તેમને બિયર જોવા મળશે જ.

ઊંધી દિશામાં ચાલે છે વાહનો

ઊંધી દિશામાં ચાલે છે વાહનો

જર્મનીમાં વાહનો ભારત કરતાં બિલકુલ ઊંધી દિશામાં ચાલે છે. અહીં લોકો જમણી બાજુએ વાહનો ચલાવે છે. અહીં કાર ચલાવવા માટે કોઈ સ્પીડની લિમિટ આપવામાં આવતી નથી, પરંતુ હાઈવે પર તમે કાર ચલાવી રહ્યા હોવ અને તમારી ગાડીમાં ઇંધણ પૂરું થઈ જાય, તો એ ગુનો બને છે. આની પાછળનું કારણ એ છે કે, જર્મનીના નેશનલ હાઈવે પર ગાડી ઊભી રાખવી એ કાયદાકીય ગુનો બને છે.

પોતાનું કામ જાતે કરો

પોતાનું કામ જાતે કરો

જર્મનીમાં કામ કરવા માટે કોઈ નોકર નથી હોતા. અહીંના લોકો પોતાનું બધું કામ જાતે કરે છે. કપડા ધોવાથી લઈને ઘરના સફાઈ સુધીનું બધું કામ તેઓ પોતે જ કરે છે. આ ઉપરાંત આ દેશમાં ક્યારેય વીજળી જતી નથી કે પાણી અછત થતી નથી. અહીંનુ પાણી એટલું ચોખ્ખું હોય છે કે, તેને ફિલ્ટર કરવાની પણ જરૂર નથી પડતી.

English summary
When you first come to Germany as a refugee, there are number of things that you need to remember. Not everything is as clear as it may seem: There are laws and social norms that need to be adhered to.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.