મહિલાની આખોમાંથી નીકળા 14 કીડા, માણસોમાં આવો પહેલો કેસ

Posted By:
Subscribe to Oneindia News

આખો માણસોમાં સૌથી નાજુક અંગ છે. તેના પર જો આપણો હાથ પણ લાગી જાય તો પરેશાન થઇ જવાય છે. જરા વિચારો તે મહિલાની હાલત કેવી થયી હશે જેની આખોમાંથી આટલા કીડા કાઢવામાં આવ્યા. અમેરિકાની એક મહિલાની આંખમાંથી કુલ 14 કીડા કાઢવામાં આવ્યા છે. આવો કેસ જાનવરોમાં જોવામાં આવ્યો છે પરંતુ માણસોમાં આવો કેસ પહેલી વખત જોવા મળ્યો છે.

આ ખુબ જ વિચિત્ર મામલો છે જેને જોઈને ડોક્ટર પણ હેરાન થઇ ગયા હતા. ઔરેગાંવ ની રહેવાવાળી એલબી બેકલેની આખોમાંથી કુલ 14 કીડા કાઢવામાં આવ્યા હતા. જાણો શુ હતો આખો મામલો..

વર્ષ 2016 નો મામલો

વર્ષ 2016 નો મામલો

અમેરિકામાં એક મહિલાની આંખમાંથી 14 વોર્મ કાઢવામાં આવ્યા છે. ઔરેગાંવ ની રહેવાવાળી એલબી બેકલેની આખોમાંથી કુલ 14 કીડા કાઢવામાં આવ્યા હતા. પરંતુ તેનો ખુલાસો હમણાં જ કરવામાં આવ્યો છે. એલબી ને Thelazia Gulosa થઇ ગયો હતો. જે હમણાં સુધી અમેરિકામાં ખાલી જાનવરોમાં જ જોવા મળતું હતું.

આંખમાંથી કાઢવામાં આવ્યા 14 વોર્મ

આંખમાંથી કાઢવામાં આવ્યા 14 વોર્મ

આ બીમારી ફેસ ફ્લાય નામના કીડાથી ફેલાય છે એલબી ઔરેગાંવમાં ઘોડેસવારી અને ફિશિંગ કરી રહી હતી ત્યારે તે આ બીમારીના સંપર્કમાં આવી. ત્યાંથી આવ્યા પછી એલબી ની આખોમાં ખંજવાળ આવવા લાગી

આંખમાંથી કીડા બહાર

આંખમાંથી કીડા બહાર

એક અઠવાડિયાની ખંજવાળ પછી તેને પોતાની આંખમાંથી એક વોર્મ કાઢ્યું. ત્યારપછી તે તરત જ ડોક્ટર પાસે ગયી અને ડોક્ટરે તેની આંખમાંથી 13 કીડા બહાર કાઢ્યા.

માણસોમાં પહેલો કેસ

માણસોમાં પહેલો કેસ

આવા વોર્મ ખાલી બિલાડી, કુતરા અને બીજા જાનવરોમાં જ જોવા મળ્યા છે. માણસોની આંખમાં આવા વોર્મ મળી આવ્યાનો પહેલો કેસ છે.

English summary
14 Worms Pulled Out Of A Woman's Eye In Oregon, America.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.