લગ્ન માટે 15 લાખ રૂપિયા અને 300 ઉંટની ઓફર, આ મહિલાને મળી રહી છે અજીબ ઓફર

તમને જાણીને નવાઈ લાગશે કે એક મહિલાને લગ્ન માટે સતત અજીબ ઓફર મળી રહી છે. એક વ્યક્તિએ તો હદ જ વટાવી દીધી અને 300 ઉંટની ઓફર કરી દીધી.

હાલમાં જ વાનુસા ફ્રીટાસ નામની એક મહિલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણી વ્યવસાયે મોડલ છે અને હાલ તેણી માટે લગ્નના પ્રસ્તાવોનો વરસાદ થઈ રહ્યો છે.

Freitassa

તેણીએ કહ્યું કે, એક વ્યક્તિએ 16 હજાર પાઉન્ડની ઓફર કરી પરંતુ મેં તેને ના પાડી દીધી હતી.. આવુ કરવા પાછળ ફ્રીટાસે એક ચોંકાવનારી કહાની જણાવી છે.

અહેવાલો અનુસાર, વનુસા ફ્રીટાસ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને એટલે જ ઘણા લોકો તેને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યા છે. હાલમાં જ એક વ્યક્તિએ તેને લગ્નનો એવો પ્રસ્તાવ આપ્યો હતો, જેને જાણીને તે ચૌકી ગઈ.

તેણી તેની દુબઈ ટુરને યાદ કરીને જણાવે છે કે, એક અજાણ્યા માણસે લગ્ન માટે દહેજ તરીકે 300 ઊંટની ઓફર કરી. આ એક લાખ બ્રાઝિલિયન રિયલ અથવા 16,000 પાઉન્ડ બરાબર છે. જો કે તેણીને પછી ખબર પડી કે તે પહેલેથી જ પાંચ અન્ય પત્નીઓ સાથે રહે છે.

આ જાણ થતા ફ્રીટાસે ઓફર નકારી દીધી. તેણીએ કહ્યું કે, મારી દુબઈ મુલાકાતના બીજા દિવસે આ પ્રસ્તાવ આપવામાં આવ્યો. હું તેને સ્વીકારવા લલચાઈ હતી. અનેક પ્રકારની લક્ઝરી સુવિધાઓ પણ આપવામાં આવતી હતી પરંતુ બધું વિચાર્યા પછી મેં પ્રપોઝલ નમ્રતાથી નકારવાનું નક્કી કર્યું.

પ્રપોઝલ નકાર્યા બાદ તેણીએ ખુલાસો કર્યો કે તે હજી પણ તે વ્યક્તિના સંપર્કમાં છે અને તેમની મિત્રતા અકબંધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X