For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંદા પર ધંધા હૈ: ભારતની 20 એવી ગંદી વાતો જે છે કમાણીનું માધ્યમ

By Super
|
Google Oneindia Gujarati News

[બબિતા ઝા, અજય મોહન] બાળક જ્યારે કાનમાં સળી નાખે છે, તો માં કહે છે, 'ગંદી વાત'. કોઇ હષ્ટપુષ્ટ વ્યક્તિ ભીખ માંગે તો ગંદી વાત, લોટરીની ટિકિટ ખરીદો તો ગંદી વાત અને જો કોઇ છોકરી મજબૂરીમાં વેશ્યાવૃત્તિમાં જોડાઇ તો પણ 'ગંદી વાત'. પરંતુ આ ગંદી વાત જો કોઇના બે ટંકના ભોજન માટે સહારો બની જાય તો, તમે શું કહેશો?

આજકાલ ગ્લોબલ ઇકોનોમીમાં જ્યાં દુનિયાના મોટાભાગના ટ્રેડને કાયદાકીય રીતે કરવાનો પ્રયત્ન કરી રહી છે, તો બીજી તરફ કેટલાક એવા ધંધા પણ છે જે ગેરકાયદેસર છે. અથવા તો પછી એમ કહીએ કે તે કામ કરવું ખોટું છે, પરંતુ તેમછતાં તે કામ ફૂલીફાલી રહ્યું છે અને લાખો લોકો તેના જોરે પેટ ભરે છે. ના તો તેમના પર કાયદો તેમના પર પ્રતિબંધ લાદી રહ્યો, ના તો પોલીસ તંત્ર.

ભારતમાં આ પ્રકારના ગેરકાનૂની ધંધા ઓછા સમયમાં ઝડપથી પૈસા કમાવવાનું માધ્યમ બનતું જાય છે. કાનૂનની નજરથી બચતા બચાવતાં કેટલાક લોકો આ પ્રકારના ધંધાને ઝડપથી ફેલાવી રહ્યાં છે. આ ગેરકાયદેસર ધંધામાં ના તો તેમને સરકારને ટેક્સ આપવાની જરૂરીયાત હોય છે અને ના તો કોઇ સરકારી કાર્યવાહીથી બચવાની ઝંઝટ. બસ વિચાર્યું અને ધંધો શરૂ કરી દિધો. જો કે ખાસ વાત એ છે કે આ ગેરકાનૂની ધંધાઓમાં રોકાણ ઓછું હોય છે તો નફો કરોડોમાં. આવો તસવીરોના માધ્યમથી જોઇએ ભારતમાં ખુલ્લેઆમ ચાલનાર તે કયા 20 ધંધા છે જે કોઇપણ જાતની રોકટોક વિના ચાલે છે.

દેહવેપારનો ધંધો

દેહવેપારનો ધંધો

વેશ્યાવૃત્તિનો ધંધો ભારતમાં ઝડપથી વધતો જાય છે. વર્ષોથી સેક્સનો આ ગોરખધંધો આપણા સમાજમાં ફૂલીફાલી રહ્યો છે. કરોડોની કમાણીથી આ ધંધામાં હજારો છોકરીઓ અને દલાલ સામેલ છે.

નકલી અને પાયરેડેટ સીડી

નકલી અને પાયરેડેટ સીડી

ગ્લોબલ રેવન્યૂ 2012- લગભગ 250000 કરોડ રૂપિયા. નકલી સામગ્રી અને પાયરેટેડ સામાનનો ધંધો એકદમ વધી ગયો છે. મોટાભાગની બ્રાંડને ડુપ્લિકેટ અને નકલી મોડલ બજારમાં સરળતાથી મળી જાય છે જે ઘણા સસ્તા પણ હોય છે.

ભિખારીઓની રોજની કમાણી 100 રૂપિયા

ભિખારીઓની રોજની કમાણી 100 રૂપિયા

રસ્તાઓ પર રોજ સવારે નિકળતાં જ તમને ભીખ માંગતા લોકો સરળતાથી મળી જશે. ભગવાનના નામનો સહારો લઇને બાળકો-વૃદ્ધો, વિકલાંગ, મહિલાઓ તમારી પાસે મદદ માંગે છે. તમારી દયા પર તેમનું જીવન ચાલે છે. કરોડોની કમાણીનું માધ્યમ બનેલો ધંધો ધીરે-ધીરે ક્રાઇમનું રૂપ ધારણ કરી લે છે.

દેશી દારૂનો ધંધો

દેશી દારૂનો ધંધો

ભારતમાં દારૂનું વેચાણ અને ઉત્પાદન માટે લાયસન્સ લેવાનો કાયદો છે. જેને સરકાર લાયસન્સ આપે છે તે જ દારૂનું વેચી અને બનાવી શકે છે, પરંતુ ભારતમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાનો અને વેચવાનો ધંધો ચાલી રહ્યો છે. તહેવારોના અવસરે આ ધંધો ઝડપથી વધવા લાગે છે. ઘણીવાર આ ગેરકાયદેસર દારૂ લોકોના મોતનું કારણ બની જાય છે. જેરીલી દારૂ પીવાથી કેટલાય લોકોના મોતના સમાચાર મીડિયામાં આવે છે.

નાના હાથો વડે કમાણી

નાના હાથો વડે કમાણી

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ)ના અનુસાર દુનિયાભરમાં 21 કરોડથી વધુ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ બાળ મજૂરી થાય છે. નાના-નાના બાળકો પાસે દુકાનો, ફેક્ટરીઓ, ઘરોમાં કામ કરાવવામાં આવે છે. આ વેપાર ફૂલ્યોફાલ્યો હોવાનું કારણ સસ્તી મજૂરી છે. બાળકો ઓછા ભાવે કામ કરવા માટે તૈયાર થઇ જાય છે.

કાનની સફાઇ દ્વારા કમાણી

કાનની સફાઇ દ્વારા કમાણી

ભારત વિવિધતાઓનો દેશ છે. અહીં લોકોની કમાણીનું માધ્યમ અલગ-અલગ છે. તેમાંથી એક ધંધો છે કાનની સફાઇ. રસ્તા પર કોઇ વિચિત્ર ઓજાર વડે લોકો તમને બીજાના કાનની સફાઇ કરતાં જોવા મળશે. કાનની સફાઇ આ ધંધો વર્ષોથી ચાલતો આવ્યો છે.

રસ્તા પર ડેન્ટિસ્ટ

રસ્તા પર ડેન્ટિસ્ટ

દાંતોની તકલીફ થતાં આપણે હંમેશા પહેલાં ડેન્ટિસ્ટ પાસે દોડીએ છીએ, પરંતુ અત્યારે પણ લોકો એવા છે જે રસ્તા પર તમને બીજાના દાંતોની સમસ્યાઓને ઠીક કરતાં જોવા મળશે. રસ્તાના કિનારે બેસીને આ લોકો બીજા દાંતોને પોતાની રીતે ઠીક કરીને પોતાનું ભરણ-પોષણ કરે છે.

ભેળસેળની મારામારી

ભેળસેળની મારામારી

સૌથી મોટું ઉદાહરણ દૂધ છે. દેશમાં કદાચ કોઇ એવો દૂધવાળો નહી હોય જેને દૂધમાં પાણી ભેળવ્યું નહી હોય. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોમાં જે પ્રકારે ભેળસેળ કરવામાં આવે છે, તે પણ વિચારવાનો વિષય છે. કેરી, સફરજન, તડબૂચ, કાકડી વગેરે ફળોમાં ઇંજેકશન આપવામાં આવે છે. કેળા એવા કેમિકલ્સ વડે પકડવવામાં આવે છે, જે સ્વાસ્થ માટે હાનિકારક હોય છે. અનાજમાં યૂરિયાની વધુ માત્રાના કારણે ઝેરી થઇ જાય છે.

ડુપ્લીકેટનું બજાર

ડુપ્લીકેટનું બજાર

ભારતમાં મોટાભાગના લોકો મધ્યમવર્ગીય પરિવારના છે. જેમની કમાણી સામાન્ય છે. એવામાં તે બ્રાંડેડ કપડાં અને સામન ખરીદવામાં અસક્ષમ છે. તેમએને આ અક્ષમતાના કારણે ભારતમાં ડુપ્લીકેટ સામાનનું બજાર કમાણી કરી રહ્યું છે. અસલી-નકલીનો ફરક કરવો મુશ્કેલ છે. એવામાં ડુપ્લીકેટ માર્કેટનું બજાર ભારતમાં ઝડપથી વધી રહ્યું છે.

કિડની ખરીદી-વેપાર

કિડની ખરીદી-વેપાર

કિડની અથવા શરીરના કેટલાક અંગોની લે-વેચ અને વેચણ ભારતમાં ગેરકાયદેસર છે. તેમછતાં બધા જાણે છે કે આ દેશના દરેક ભાગમાં આ ઝડપથી ફેલાઇ રહ્યો છે. લોકો પૈસાની લાલચમાં ગેરકાયદેસર રીતે અંગોનો વેપાર કરે છે.

બોટલમાં પેટ્રોલ

બોટલમાં પેટ્રોલ

કાયદા મુજબ બોટલમાં પેટ્રોલ ખરીદવું અથવા વેચવું કાયદાકીય રીતે ગુનો છે, પરંતુ દેશનો કોઇપણ પેટ્રોલ પંપ એવો નહી હોય, જે બોટલમાં પેટ્રોલ આપવાથી મનાઇ કરી દે. તસવીરમાં તમે જોઇ શકો છો, કેવી રીતે દૂધના કેનમાં પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે.

કન્યા ભ્રૂણ હત્યા

કન્યા ભ્રૂણ હત્યા

ભારતમાં સૌથી વધુ અપરાધિક કિસ્સાઓમાં એક કન્યા ભ્રૂણ હત્યા છે. ખાસ વાત એ છે કે આ પ્રકારના મોટાભાગના કિસ્સા પોલીસ સુધી પહોંચતા જ નથી. ડૉક્ટરી ધંધાના નિયમો વિરૂદ્ધ જઇને કેટલાક ડૉક્ટરો આ ગેરકાયદેસર કામને અંજામ આપે છે.

ટ્રેનના છાપરે બેસવું

ટ્રેનના છાપરે બેસવું

કાયદાકીય રીતે ટ્રેનના છાપરા પર બેસીને મુસાફરી કરવી ગુનો છે, પરંતુ તેમછતાં લોકો ચઢે છે અને પોલીસ તેમનું કંઇપણ બગાડી શકતી નથી. અહીંયા કમાણી થાય છે, રેલવેની, કારણ કે આ લોકો ટિકિટ તો લે છે, પરંતુ સીટ નથી મળતી.

ભાડાની કોખનો દુરઉપયોગ

ભાડાની કોખનો દુરઉપયોગ

ભારતમાં ભાડાની કોખ એટલે કે સેરોગેસી માટે અત્યાર સુધી કોઇ કાયદો બન્યો નથી. નિયમો અને કાયદાના અભાવે ઝડપથી પૈસા કમાવવા માટે લોકો ઝડપથી આ ધંધામાં ધકેલાય જાય છે. ખાસકરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોની મહિલાઓ આ ગોરખધંધામાં લુપ્ત છે. બીજાના બાળકને પોતાની કોખમાં પાળવાની અવેજમાં દંપત્તિઓ મોટી રકમ આપે છે.

કોપી કન્ટેટ

કોપી કન્ટેટ

દેશભરમાં તમામ વેબસાઇટ ચાલે છે, જે દરરોજ અન્ય વેબસાઇટો પરથી કન્ટેટ કોપી કરે છે, પરંતુ તેના પર કોઇ રોકટોક નથી. ના તો અત્યાર સુધી કોઇ રાજ્યની સાઇબર ક્રાઇમે આવી સાઇટો વિરૂદ્ધ પ્રતિબંધની વાત કરી છે.

ટ્રેનમાં સિગરેટ

ટ્રેનમાં સિગરેટ

ટ્રેનમાં સિગરેટ પીનારાઓની વાત છોડી દો, વેચનારાઓની પણ કમી નથી. જ્યારે ટ્રેનમાં સિગરેટ પીવી અથવા ધુમ્રપાન કરવું કાયદાકીય ગુનો છે, પરતું દેશની મોટી ટ્રેનોને બાદ કરતાં કોઇ એવી ટ્રેન નથી, જેમાં લોકો ધુમ્રપાન કરતા નથી. પકડાઇ પણ જાય છે તો ફક્ત 100-200 રૂપિયા લઇને છોડી મુકવામાં આવે છે.

નાના શહેરોમાં રીફિલિંગ ગેસ

નાના શહેરોમાં રીફિલિંગ ગેસ

દેશનું કોઇ એવું શહેર નથી, જ્યાં એલપીજીના નાના સિલિન્ડર ન મળતાં હોય. કદાચ તમને ખબર હશે કે કોઇપણ ગેસ કંપની કાયદેસર રીતે નાના સિલેન્ડરોનું રીફિલિંગ હાલ કરતી નથી. દેશના તમામ ધની વસ્તીવાળા વિસ્તારોમાં સ્થિત ઘરોની અંદર સિલેન્ડરોની રિ-ફિલિંગ થાય છે. જો કે સરકાર આ અંગે નવા નિયમ લાવવાની છે, જેના કારણે આધિકારીક રીતે નાના સિલેન્ડર પેટ્રોલ પર મળશે.

લારીઓ પર આયુર્વેદિક દવાઓ

લારીઓ પર આયુર્વેદિક દવાઓ

કેટલાક પ્રકારના લોશન તથા મલમ, પેટના ચૂરણ, વગેરે લારી પર આયુર્વેદિક દવાઓ વેચનાર વૈદ્ય સાચી રીતે અવૈદ્ય છે. તેમની પાસે દવાઓ વેચવાનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોતું નથી. ઘણીવાર તમને રસ્તાના કિનારે તંબૂ તાંણીને લોકો આયુર્વેદિક દવાઓ વેચતા જોવા મળશે. આ ખોટું કામ છે, પરંતુ પેટ માટે લોકો તેને છોડી શકતા નથી.

તંત્ર-મંત્ર, ટોણા ટોટકા

તંત્ર-મંત્ર, ટોણા ટોટકા

તંત્ર-મંત્રની જાળ પાથરીને લોકોને મૂર્ખ બનાવવા કાયદાકીય રીતે ગુનો છે, પરંતુ ધર્મની આડમાં કરવામાં આવતાં આ ધંધા પર કોઇ લગામ નથી.

સંડાસ

સંડાસ

માનવધિકાર આયોગની પહેલ બાદ બનેલા કાયદા અનુસાર સફાઇ કરવાની પ્રથાને દેશમાંથી સમાપ્ત કરી દિધી છે. પરંતુ ફક્ત આ કાગળો પર છે. આજેપણ તમામ નાના વિસ્તારોમાં સંડાસની લેટરીન હોય છે, જેમાં રોજ સવારે સફાઇ કર્મી લેટરીને ઉપાડવા આવે છે, સફાઇ કરનારાઓની ફક્ત મજબૂરી છે, જે આ કામ કરે છે.

English summary
Here are 20 illegal or unethical businesses that have become a part of our lives in India and something we don’t care about these.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X