15 વર્ષના છોકરાને થઇ ગયો પરિણીત શિક્ષકા સાથે પ્રેમ, કોર્ટે આપ્યો આવો ચુકાદો
સોશિયલ મીડિયા પર અજીબોગરીબ પ્રેમ કહાની ચર્ચાનો વિષય બની રહે છે. સ્ટોરી ત્યારે શરૂ થાય છે, જ્યારે એક 15 વર્ષનો છોકરો તેના પોતાના પરિણીત શિક્ષકને દિલ દઇ દે છે.
સોશિયલ મીડિયા પર અજીબોગરીબ પ્રેમ કહાની ચર્ચાનો વિષય બની રહે છે. સ્ટોરી ત્યારે શરૂ થાય છે, જ્યારે એક 15 વર્ષનો છોકરો તેના પોતાના પરિણીત શિક્ષકને દિલ દઇ દે છે. એટલું જ નહીં, તે શિક્ષકને પામવા માટે મોંઘા દાગીના પણ ભેટમાં આપે છે અને મહિલા શિક્ષિકા પણ તેનો સ્વીકાર કરે છે, પરંતુ જ્યારે તેમનો સંબંધ તૂટી જાય છે, ત્યારે છોકરો પોતાનો આપા ગુમાવી બેસે છે અને શિક્ષક પર અનેક રીતે આરોપ લગાવવા લાગે છે.

કોર્ટ સુધી પહોંચી ઘટના
જ્યારે આ ઘટના કોર્ટમાં પહોંચી ત્યારે શિક્ષક પર ટ્રાયલ ચલાવવામાં આવી હતી અને તમામ પક્ષકારોની દલીલો પણ સાંભળવામાં આવીહતી.
ઉલ્લેખનીય છે કે, છોકરાએ ટીચર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેમની લવ સ્ટોરી 2019માં શરૂ થઈ હતી.
છોકરાએકોર્ટમાં જણાવ્યું હતું કે, હું તેની સાથે રહેવા માંગુ છું. તેમણે વધુમાં કહ્યું કે, હું પણ તેને હેરાન કરતો હતો અને મારે આવું ન કરવું જોઈતું હતું.

થયો મોટો ઘટસ્ફોટ
'ધ સન'માં છપાયેલા અહેવાલ મુજબ શિક્ષકે છોકરા પર સેક્સ માણવાનો અને ખાનગી ફોટા મોકલવાનો આરોપ લગાવ્યો હતો.
શિક્ષકેજણાવ્યું હતું કે, વર્ગમાં છોકરાને નાખુશ જોઈને તેમણે તેને માઇન્ડફુલનેસ સેશન માટે આવવાની સલાહ આપી હતી. બાદમાં છોકરાએ મારીસાથે કોઈ સિક્રેટ શેર કરવા વાત કરી અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
શિક્ષકે વધુમાં કહ્યું કે, છોકરો આત્મહત્યા વિશે વિચારી રહ્યો હતો,તેથી મારે ન ઈચ્છવા છતાં તેની સાથે વાત કરવી પડી. શિક્ષિકાનું કહેવું છે કે, છોકરો તેના પ્રાઈવેટ પાર્ટને ટચ કરતો હતો.

કોર્ટે આપ્યો આવો ચુકાદો
શિક્ષકે જણાવ્યું કે, છોકરાના ડરના કારણે તેણે તેને આપેલા દાગીના પણ પહેરી લીધા હતા. આટલું જ નહીં આ છોકરો ટીચરને પોતાનો ન્યૂડફોટો મોકલતો હતો.
છોકરાથી છૂટકારો મેળવવા માટે શિક્ષકે તેને અમેરિકા શિફ્ટ કરવા માટે જૂઠ પણ બોલ્યું હતું. જોકે કોર્ટે શિક્ષકને તમામઆરોપોમાંથી મુક્ત કરી દીધા છે. આ નિર્ણય સાંભળીને શિક્ષકની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.












Click it and Unblock the Notifications
