Cute Video: 'મેમને કહેજો સ્કૂલેથી આવી ખીચડી ખઈને સૂઈ જઉ છુ', બાળકે PTM માટે પપ્પાને શીખવાડ્યુ મસ્ત પ્લાનિંગ
Son Planning for PTM: આજકાલના બાળકો એટલા સ્માર્ટ છે કે તેમને ખબર છે દુનિયામાં શું ચાલી રહ્યું છે અને કેવી રીતે જીવવાનુૂ છે. એક સમય હતો જ્યારે 20 વર્ષની ઉંમરે પણ કંઈ ખબર નહોતી પડતી. પરંતુ આજે જમાનો બદલાયો છે. આજકાલ માતા-પિતા બાળકો સાથે ખૂબ જ ફ્રેન્ડલી બની રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં આવુ જ કંઈક જોવા મળ્યું.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક નાનો બાળક તેના પિતાને પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં શું બોલવું તે શીખવી રહ્યો છે. બાળક પિતાને કહે છે કે તેણે પેરેન્ટ ટીચર મીટીંગમાં કહેવાનુ કે હું સ્કૂલેથી આવી, ખીચડી ખાઈને પછી સૂઈ જાઉં છુ.

આ પિતા સાંભળીને કહે છે કે હું જૂઠું કેમ બોલું? આ પછી બાળક કહે છે કે ઠીક છે, તો તમે એવુ કહેજો કે હું શાળાએથી આવું પછી પછી ખીચડી ખાઉં છું, પછી ટીવી જોઉં છુ અને પછી સૂઈ જાઉં છું. આ દરમિયાન પિતા કહે છે કે પણ તુ કૂકીઝ ખાય છે. બહારનો નાસ્તો ખાય છે. તો બાળક કહે છે, આ બધું ના કહેતા. તમે કહેજો કે હું ખીચડી ખાઈને સૂઈ જાવ છુ.
હવે આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ચાલાક બાળકનો વીડિયો જોઈને લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે દીકરા, ટીચરને આ બધું ખબર પડી ગઈ. આ દરમિયાન એકબીજાએ કહ્યું કે આજના બાળકો કેટલા સ્માર્ટ બની ગયા છે.
લોકોએ આ વીડિયોને એટલા મોટા પાયે પસંદ કર્યો છે કે તેને 75 લાખ લોકોએ જોઈ લીધો છે. તેમજ આ અદ્ભુત ક્લિપને પાંચ લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. તેને 7 ઓગસ્ટે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
