એક વંદાએ એવો આતંક મચાવ્યો કે યુવતીની જીંદગી બરબાદ કરી દીધી, જાણો શું છે પુરી ઘટના?

ઘણા લોકો વંદાથી ડરતા હોય છે પરંતુ તેમને વંદાની હાજરીથી જિંદગીમાં કોઈ ફરક પડતો નથી. પરંતુ એક મહિલા સાથે વંદાએ જે કર્યુ તે ફિલ્મી કહાનીથી ઓછુ નથી. હવે આ મહિલા વંદાના નામથી ખૌફ ખાય છે.

હવે તમને સવાલ થતો હશે કે વંદો કોઈનું કેટલુ બગાડી શકે? આ સવાલનો જવાબ સાંબળીને તમે વિચારતા રહી જશો. આ પ્રશ્ન જેટલો સીધો છે એટલો જ જવાબ ખતરનાક છે.

Concroch

અહેવાલો અનુસાર, એક મહિલા સારા પગારની નોકરી સાથે શાંતિથી તેની લાઈફ જીવતી હતી. આ દરમિયાન એક વંદાએ બધું બરબાદ કરી નાખ્યું. મહિલા વંદાથી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે ન માત્ર પોતાનું ઘર છોડ્યું પરંતુ નોકરીમાંથી પણ રાજીનામું આપી દીધું. હવે સોશિયલ મીડિયા પર આ મહિલાની વાત સાંભળીને લોકો હસવા સાથે સાથે ચૌકી પણ રહ્યા છે.

અહેવાલો અનુસાર, આ વિચિત્ર ઘટના ચીનની છે. મોંગોલિયન મહિલા ત્રણ વર્ષથી ગુઆંગઝૂમાં એક જ કંપનીમાં કામ કરતી હતી. આ પછી વધુ પગારની ઇચ્છામાં સાથે મહિલાએ કંપનીઓ બદલી અને ચીનના દક્ષિણ ભાગમાં શિફ્ટ થઈ. પરંતુ તેને ખ્યાલ નહોતો કે તેને ત્યાં તેને ઘર અને નોકરી બંને ગુમાવવી પડશે.

મહિલાએ ચાઈનીઝ નેટવર્કિંગ સાઈટ જિયાહોંગ્શુ પર એક વીડિયો પોસ્ટ કરીને તેણીએ કહ્યું કે, જ્યાં સુધી તે ગુઆંગડોંગ પ્રાંતની રાજધાની શિફ્ટ થઈ ત્યાં સુધી તેણે ક્યારેય વંદા જોયા નથી. મહિલાને આશ્ચર્ય થયું અને કહ્યું કે તેણે મોટા વંદા જોયા જે ઉડી પણ શકે છે.

મહિલાએ આ વંદાની તસવીરો શેર કરી અને જણાવ્યું કે કેવી રીતે વંદા તેને ટોર્ચર કરે છે. તે વંદાથી એટલી ડરી ગઈ હતી કે તેણે પોતાનું ઘર છોડ્યુ અને તે વિસ્તારમાં કામ કરવા માટે પણ ખચકાય છે. મહિલાનું કહેવું છે કે ઘરની અંદર તિરાડો ભરવાનો પણ કોઈ ફાયદો નહોતો. ત્યાં વંદાની ફોજ હતી.

હવે આ મહિલાને કોક્રોચ શબ્દથી પણ ડર લાગવા લાગ્યો છે. તેના કહેવા પ્રમાણે તે કોક્રોચ ઇમોજી જોઈને જ ડરી જાય છે. તેને કોક્રોચ ફોબિયા છે. આ મહિલાએ જણાવ્યું કે તે એકદમ અસહાય અનુભવવા લાગી હતી અને તે એકલી એકલી રડતી હતી. તેણીના કહેવા મુજબ, તે કોઈપણ સમસ્યાને દૂર કરી શકે છે પરંતુ તેની અંદર રહેલા વંદાનો ડરને નહીં.

મહિલા ઉડતા વંદાથી એટલી પરેશાન હતી કે તેણે કંટાળીને નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેણી કહે છે કે, હવે હું આ વિસ્તારમાં રહેવા માંગતી નથી. કારણ કે, મેં સાંભળ્યું છે કે ઘરમાં એક પણ વંદા મળે એટલે રૂમમાં આખી ફોજ હોય ​​છે. તેની કહાની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X