16 બાળકોની માતા 17માં બાળકને જન્મ આપવા જઈ છે, કારણ જાણીને વિચારતા રહી જશો

મહિલાઓ માટે મા બનવુ એક અદભુત અનુભવ હોય છે. જો કે વધારે પડતા બાળકોને કારણે આ અનુભવ દુખદ બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક મહિલા તેના 17માં બાળકને જન્મ આપવા જઈ રહી છે.

ઘણી મહિલાઓ એક બાળક પછી વધુ બાળકો પેદા કરવા તૈયાર નથી ત્યારે એક અમેરિકન મહિલાને 16 બાળકો છે અને તે 17મી વખત પ્રેગનન્ટ છે.

mother of 16 children

નેન્સી નામની મહિલા અમેરિકામાં રહે છે અને તે 16 બાળકોની માતા છે. આ મહિલાની એક યુટ્યુબ ચેનલ રિયલ મોમ, રિયલ સોલ્યુશન્સ નામ છે. અહીં તે તેના અંગત જીવન સાથે જોડાયેલા વીડિયો પોસ્ટ કરતી રહે છે.

થોડા દિવસો પહેલા તેણીએ અહીં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેણી કહે છે કે તે થોડા દિવસોમાં ફરી માતા બનવા જઈ રહી છે. આ વીડિયો તેની પ્રેગ્નન્સી દરમિયાનનો છે.

નેન્સીને 9 છોકરાઓ અને 8 છોકરીઓ છે. હાલ તેણી તેના પતિ સહિત તેના પરિવારમાં 18 લોકો સાથે રહે છે. તે ટૂંક સમયમાં 19 થવાના છે. તેના પરિવારમાં સભ્યોની સંખ્યા વધવાને કારણે પરિવારે ઘરનો વિસ્તાર પણ વધાર્યો છે.

કોઈએ નેન્સીને પૂછ્યુ કે તેણીએ આટલા બધા બાળકોને કેમ જન્મ આપ્યો તો સોશિયલ મીડિયા પર નેન્સીએ વિચિત્ર જવાબ આપ્યો અને તેના કારણે ટ્રોલ થઈ ગઈ.

નેન્સી રહે છે કે, જ્યારે કોઈ મને પૂછે કે મારે આટલા બધા બાળકો કેમ જોઈએ છે તો હું તેમને એક જ પ્રશ્ન પૂછું છું કે તેમને આટલા બધા બાળકો કેમ નથી જોઈતા? મારે 16 બાળકો છે અને 17મું આવવાનું છે.

તે બધા એકબીજાથી અલગ છે. હું તેને જોઈને ખૂબ જ ખુશ અનુભવું છું અને તે મારું જીવન છે. હું તેમના વિના જીવી શકતી નથી. શું મારે બીજાની જરૂર છે? હા, હું ચોક્કસપણે ઈચ્છું છું.

આ કપલ જણાવે છે કે, તેઓએ ઘરમાં બાળકો માટે પ્લે હાઉસ બનાવ્યું છે જેમાં સ્લાઈડ છે. જ્યારે પણ તે પોતાના બાળકો સાથે ખરીદી કરવા જાય ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. એક તરફ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ નેન્સીના સમર્થનમાં ઘણા લોકો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X