24000 વર્ષોથી થીજી ગયેલા પાણીમાં પડી રહેલુ સૂક્ષ્મ જીવ ફરીથી જીવિત થયુ!!
24000 વર્ષોથી ઉત્તરપૂર્વ સાઈબિરીયાના વિશાળ પર્માફ્રોસ્ટમાં ફ્રીઝ રહ્યા બાદ અમુક માઈક્રોસ્કોપિક સજીવો ફરીથી જીવિત થઈ રહ્યા છે.
મોસ્કોઃ 24000 વર્ષોથી ઉત્તરપૂર્વ સાઈબિરીયાના વિશાળ પર્માફ્રોસ્ટમાં ફ્રીઝ રહ્યા બાદ અમુક માઈક્રોસ્કોપિક સજીવો ફરીથી જીવિત થઈ રહ્યા છે. રશિયાના ઉત્તર યકુતિયામાં અલાઝેયા નદીમાંથી મેળવેલી રેતીમાંથી રશિયાના વૈજ્ઞાનિકોએ એક સૂક્ષ્મ અને પ્રાચીન પ્રાણી શોધ્યુ છે જેનુ નામ બેડેલોઈડ રોટીફર છે. આ વિશ્વભરના તાજા પાણીના આવાસોમાં જોવા મળતુ આ મલ્ટિસેલ્યુસર સજીવ અત્યાધિક ઠંડીનો સામનો કરવા માટે સક્ષમ હોવાનુ જાણવા મળ્યુ છે.

અગાઉના સંશોધનો સૂચવે છે કે આ સજીવ -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ એક દાયકા સુધી જીવી શકે છે. કરન્ટ બાયોલૉજી નામની જર્નલના એક અભ્યાસમાં જણાવાયા મુજબ ફ્રોઝન સ્થિતિમાં કોઈ પ્રાણીના અસ્તિત્વમાં રહેવાનો આ સૌથી લાંબો સમય છે. આ સજીવ જમીનથી 3.5 મીટર નીચેથી લેવામાં આવેલ નમૂનાઓમાંથી મળી આવ્યો હતો. અભ્યાસ મુજબ આ સામગ્રી 23,960 અને 24,485 વર્ષ પહેલાની હોવાનુ જાણવા મળ્યુ છે. પર્માફ્રોસ્ટ જમીન આખુ વર્ષ ફ્રીઝ રહે છે. અહીં વર્ષોથી આશ્ચર્યજનક શોધ કરવામાં આવે છે. આના પરથી સ્પષ્ટ છે કે રોટીફર્સ અને તેના સૂક્ષ્મ જીવો હજારો વર્ષો સુધી જીવી શકે છે.












Click it and Unblock the Notifications
