Aditya L-1 : જાણો તમામ સેટેલાઈટને લોંચ પહેલા સોનાથી કેમ મઢવામાં આવે છે?
ભારતની અવકાશ રિસર્ચ સંસ્થા ઈસરો અવકાશમાં એક પછી એક ઝંડા ગાળી રહી છે. ચંદ્રયાન-3ની સફળતાનું સેલિબ્રેસન હજુ ચાલી રહ્યું છે ત્યારે હવે ઈસરોએ સુર્ય તરફ પોતાનું મિશન આદિત્ય એલ-1 રવાના કર્યુ છે.
આદિત્ય એલ-1 હોય કે ચંદ્રયાન-3 તમામ મિશનમાં એક વસ્તુ તમે જોઈ હશે કે સેટેલાઈટને સોનાથી કવર કરવામાં આવે છે. આમ કરવા પાછળ ખાસ કારણ છે.

સેટેલાઈટને સોનાથી કેમ મઢવામાં આવે છે?
સેટેલાઈટને સોનાથી મઢવા પાછળ એક ખાસ સાયન્સ છે. અવકાશમાં પૃથ્વીની જેમ અલગ તાપમાન નથી. અહીં જે તાપમાન સર્જાય છે તે સ્ટેરોઇડ્સ, ઉપગ્રહો અને ગ્રહોની ગતિથી સર્જાય છે. આ જ કારણ છે કે અવકાશમાં ખતરનાક રેડિયેશન જોવા મળે છે. જો માણસ આ રેડિયેશનના સંપર્કમાં આવે તો તેઓ થોડા જ સમયમાં મોતને ભેટે છે.
આ રેડિયેશનની સેટેલાઈટને પણ ખરાબ અસર થાય. આનાથી બચવા માટે તેમના પર સોનાનુ પડ લગાવવામાં આવે છે. આ સોનાનું પડ ઉપગ્રહના તાપમાનને નિયંત્રિત કરે છે અને તેને ખતરનાક રેડિયેશનથી બચાવે છે.
ખરેખર સોનું વપરાય છે?
સેટેલાઈટમાં લગાવાતુ એ લેયર સોનાનું લાગે છે પરંતુ તે વાસ્તવિક સોનુ નથી. આ એક પ્રકારનું પ્લાસ્ટિક છે, જેને પોલિમાઇડ કહેવામાં આવે છે. આના ઘણા સ્તરો ઉપગ્રહ પર ઢાંકેલા હોય છે, જેથી તે ઉપગ્રહોને અવકાશમાં રેડિયેશનથી બચાવી શકે. આ પોલિમાઇડ સ્તરને મલ્ટિ-લેયર ઇન્સ્યુલેશન કહેવામાં આવે છે. આ મલ્ટિ-લેયર ઇન્સ્યુલેશનને સામાન્ય ભાષામાં ગોલ્ડ પ્લેટિંગ પણ કહેવામાં આવે છે.
આ સેટેલાઈટને કેવી રીતે બચાવે છે?
આ ગોલ્ડ પ્લેટિંગ કોઈપણ ઉપગ્રહને રેડિયેશનથી કેવી રીતે સુરક્ષિત કરે છે તેનો જવાબ એ છે કે જ્યારે સૌર કિરણો સેટેલાઈટ તરફ આવે છે ત્યારે તે આ પ્લેટિંગ સાથે અથડાઈને પાછા ફેંકાય છે. સેટેલાઈટ આ કિરણોત્સર્ગને શોષતો નથી. આ કારણે સેટેલાઇટનું તાપમાન વધતું નથી અને તે કોઈપણ સમસ્યા વિના કામ કરતું રહે છે.












Click it and Unblock the Notifications
