ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે અભિનંદન પાઠવ્યા
ચંદ્રયાન 3નાં સફળ લેન્ડિંગને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પોતાના નિવાસ્થાને tv ઉપર નિહાળ્યું અને આ ભારત માટેની આ વિશેષ સિદ્ધિ માટે ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા.
સી આર પાટીલે જણાવ્યુ કે, આ નવા ભારતનો જયઘોષ છે. ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે. ચંદ્રનાં સાઉથ પોલ પર ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે આંખો ભીની થઇ અને એક નવી જ ઉર્જાનો અનુભવ થયો, આજે આખો દેશ આ ઉર્જા અનુભવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતાએ સૌર મંડળની અનેક નવી સીમાઓને ખોલી આપી છે. બ્રહ્માંડનીની અનેક સંભાવનાઓને સાકાર કરવા તરફ ભારતે આ પહેલું સફળ કદમ માંડ્યું છે.
સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે, હું ઇસરોનાં સર્વ વૈજ્ઞાનિકોને નતમસ્તક વંદન કરું છું. એમનાં સતત અને સખત પરિશ્રમનું આ અમૃતફળ છે. આજનો દિવસ આપણો દેશ ક્યારેય નહીં ભૂલી શકે.












Click it and Unblock the Notifications
