
આ દિવસે ધરતી પર આવશે એલિયન્સ, ટાઇમ ટ્રાવેલરે કર્યો દાવો
એલિયન્સ હોવા અને તેમના દેખાવા અંગે છાસવારે સમાચાર છપાતા રહે છે. આ વચ્ચે હવે એક અજીબ સમાચાર વાયરલ થઇ રહ્યા છે. આ સમાચાર મુજબ એક વ્યક્તિએ એવો દાવો કર્યો છે કે, ધરતી પર ટૂંક સમયમાં એલિયન આવશે. આ સાથે સાથે શખ્સે પોતે ટાઇમ ટ્રાવેલર હોવાનો પણ દાવો કર્યો છે.
આ દાવો સાંભળીને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એલિયનનું અસ્તિત્વ છે, તો ઘણા વૈજ્ઞાનિકો એલિયન હોવના દાવાઓને ફગાવી દે છે. આ અંગે હજૂ કોઇ ખાતરી પૂર્વક જવાબ મળ્યા નથી, વૈજ્ઞાનિકો આ મામલે રિસર્ચ કરી રહ્યા છે.

એલિયન્સ પૃથ્વી પર આવશે
હવે ફરી એકવાર આ એલિયન વિશે ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે, પૃથ્વી પર એલિયન્સ આવવાના છે. આવ્યક્તિનું નામ એનો અલારિક છે, જે પાતે ટાઈમ ટ્રાવેલર હોવાનો દાવો કરે છે. આ વ્યક્તિનો દાવો છે કે, પૃથ્વી પર એલિયન્સ આવશે.

8 ડિસેમ્બરના રોજ પૃથ્વી પર આવશે એલિયન્સ
ટાઈમ ટ્રાવેલર હોવાનો દાવો કરનાર વ્યક્તિએ જણાવ્યું છે કે, ડિસેમ્બરમાં એલિયન્સ પૃથ્વી પર આવશે. એનો અલારિક એ Tik Tok પરઆ અંગે દાવો કર્યો છે. તેનો દાવો છે કે, 8 ડિસેમ્બરના રોજ એલિયન્સ પૃથ્વી પર આવશે. આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે.

ટાઇમ ટ્રાવેલર એનો અલારિકના દાવા
ટાઇમ ટ્રાવેલર એનો એલારિકે દાવો કર્યો છે કે, એલિયન્સ પૃથ્વી પર આવશે અને મનુષ્યો સાથે વાત કરશે. ટિકટોક પર વીડિયો વાયરલથયા બાદ લોકો ચોંકી ગયા છે. લોકો આ વીડિયોને અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર પણ શેર કરી રહ્યા છે.

નવા ગ્રહની શોધ થશે
એનો અલારિકે પોતાના વીડિયોમાં પાંચ દાવા કર્યા છે. તેનું કહેવું છે કે, જેમ્સ વેબ ટેલિસ્કોપ 30 નવેમ્બર, 2022ના રોજ પૃથ્વી જેવા નવાગ્રહની શોધ કરશે. આ સાથે એનો દાવો કરે છે કે, 8મી ડિસેમ્બરે એક ઉલ્કા પૃથ્વી પર નવી પ્રકારની ધાતુઓ અને એલિયન્સ સાથે અથડાશે.મતલબ કે, આ દિવસે એલિયન્સ પૃથ્વી પર આવશે.

વર્ષ 2671 થી આવ્યો છે ટાઇમ ટ્રાવેલર
એનો અલારિકે આગાહી કરી છે કે, કેટલાક બાળકોને 6 ફેબ્રુઆરી, 2023 ના રોજ એક ઉપકરણ મળશે, જે આકાશગંગા માટે વોર્મહોલ ખોલશે.
વૈજ્ઞાનિકોની ટીમ 23 માર્ચના રોજ પ્રાચીન પ્રજાતિની શોધ કરશે. આ સિવાય 15 મેના રોજ અમેરિકાના પશ્ચિમ કિનારે 750 ફૂટની અંદરમોટી ઉલ્કાવર્ષા થશે. એનોએ જણાવ્યું કે, તે ટાઈમ ટ્રાવેલર છે અને વર્ષ 2671થી પાછો આવ્યો છે.

શું છે ટાઇમ ટ્રાવેલર
વર્તમાનમાંથી ભૂતકાળ અથવા ભવિષ્યની મુસાફરીને ટાઇમ ટ્રાવેલર કહેવામાં આવે છે. કેટલીક ફિલ્મોમાં ટાઈમ ટ્રાવેલ બતાવવામાં આવે છે.
તે એક ટાઈમ મશીન છે, જેમાં કલાકારો ભવિષ્યની મુસાફરી કરે છે. તેઓ જે ઘટનાઓ બની છે અથવા બનવાની છે, તેની માહિતી આપવામાટે ભવિષ્યમાંથી આવે છે.