For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપાવની થેલીમાં હતુ 10 તોલા સોનુ, ઉંદરની મદદથી પોલિસને શોધવામાં મળી સફળતા

એક ગરીબ મહિલાએ સૂકુ વડા પાવ સમજીને એક થેલીને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી જેમાં 10 તોલા સોનુ હતુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક ગરીબ મહિલાએ સૂકુ વડા પાવ સમજીને એક થેલીને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી જેમાં 10 તોલા સોનુ હતુ. સોનાની શોધમાં પોલિસ ત્યાં પહોચી અને બહુ શોધ્યુ પરંતુ સોનાવાળી થેલી મળી નહિ પરંતુ જ્યારે ત્યાં લાગેલા સીસીટીવીને જોયા તો એક થેલી હલતી દેખાઈ અને પછી એક ઉંદર તેને નાળામાં લઈ જતો દેખાયો ત્યારબાદ એ નાળામાં ઘૂસીને પોલિસે સોનુ જપ્ત કરી લીધુ.

ઉંદર થેલીને નાળામાં પોતાના દરમાં લઈ ગયો

ઉંદર થેલીને નાળામાં પોતાના દરમાં લઈ ગયો

પાવ ખાવા માટે ઉંદર થેલીને નાળામાં પોતાના દરમાં લઈ ગયો હતો. ચોંકાવનારી આ ઘટના મુંબઈ મલાડ પૂર્વ દિંડોશીની છે. દિંડોશી પોલિસે 10 તોલા સોનાની ફરિયાદ મળવાના અમુક કલાકો પછી જ તેને ઉંદરના દરમાંથી શોધી લીધુ. જપ્ત કરાયેલા સોનાની કિંમત 5 લાખ રુપિયા જણાવાઈ રહી છે. આ કહાનીમાં સોનુ ગાયબ થવાની કહાની પણ રસપ્રદ છે. 13 જૂને એક ઘરમાં નોકરાણીનુ કામ કરનારી સુંદરી પ્લાનિબેલ પોતાની કમાણીમાંથી બનાવલેુ સોનુ ગિરવી રાખવા માટે બેંકમાં જઈ રહી હતી રસ્તામાં તેને 2 બાળકો ભૂખ્યા દેખાયા તો તેણે પોતાની પાસે રાખેલી વડાપાવની થેલી તેમને આપી દીધી અને બસ પકડીને બેંકમાં જતી રહી.

ગરીબ મહિલાએ સોનુ ભરેલી થેલી કચરાના ઢગલામાં ફેંકી દીધી

ગરીબ મહિલાએ સોનુ ભરેલી થેલી કચરાના ઢગલામાં ફેંકી દીધી

થોડી વાર પછી તેને યાદ આવ્યુ કે તેણે જે પર્સમાં સોનુ રાખ્યુ હતુ તે પણ તે થેલીમાં હતુ. તેણી તે જગ્યાએ દોડી ગઈ પરંતુ બાળકો અને તેમની માતા ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી દ્વારા ગરીબ પરિવાર સુધી પહોંચી હતી. બાળકોની માતાએ કહ્યુ કે તેઓ પાવ ખાવા માંગતા ન હતા. તેથી બેગ કચરામાં ફેંકી દીધી. દિંડોશી પોલીસ સબ ઈન્સ્પેક્ટર ચંદ્રકાંત ખરગેએ જણાવ્યુ કે પોલીસ સ્ટેશનના સીનિયર પીઆઈ જીવન ખરાતના માર્ગદર્શન હેઠળની એક ટીમે કચરાના ઢગલામાં થેલી શોધવાનું શરૂ કર્યુ પરંતુ તે ત્યાંથી મળી ન હતી. ત્યારબાદ પોલીસને તે કચરાના ઢગલાની નજીકના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યુ કે પોલીસ જે કચરાની થેલી શોધી રહી છે તે ઉંદરના કબજામાં છે.

સોનુ પાછુ ન મળ્યુ હોત તો તે આત્મહત્યા કરી લેત

સોનુ પાછુ ન મળ્યુ હોત તો તે આત્મહત્યા કરી લેત

એક ઉંદર તે થેલીમાં ઘૂસી ગયો હતો અને તેમાં રાખેલો વડાપાવ ખાઈ રહ્યો હતો અને અહીં-તહીં ફરતો હતો અને પછી તે થેલી લઈને ગટરમાં ઘૂસી ગયો હતો. જ્યારે પોલીસે ગટરમાં બનાવેલા ઉંદરના બિલમાંથી પાઉચ કબજે કર્યુ ત્યારે તેણે સોનાના દાગીના પણ એવી જ રીતે રાખ્યા હતા. સુંદરી પોતાની ભૂલથી પોતાનુ ખોવાયેલુ સોનુ પાછુ મેળવીને ખૂબ જ ખુશ છે અને તેણે દિંડોશી પોલીસનો આભાર માન્યો છે. તે કહે છે કે જો તેને સોનુ પાછુ ન મળ્યુ હોત તો તે આત્મહત્યા કરી લેત.

English summary
Bag full of gold jewellery found by police with the help of a rat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X