ભારતના આ ગામમાં પક્ષીઓ આવીને આત્મહત્યા કરી લે છે, જાણો ક્યાં આવેલુ છે પક્ષીઓનું સ્યુસાઈડ પોઈન્ટ?

વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં અનેક લોકો આત્મહત્યા કરે છે. માણસોની આત્મહત્યા વિશે તો તમે બહુ સાંભળ્યુ હશે પરંતુ કોઈ તમને એમ કહે કે આ દુનિયામાં એક એવી જગ્યા આવેલી છે જ્યાં પક્ષીઓ આવીને આત્મહત્યા કરે છે તો તમને વિશ્વાસ આવશે?

વિવિધતાઓથી ભરેલા ભારતમાં આવી એક જગ્યા આવેલી છે. આસામના બોરેલના પહાડો વચ્ચે આવેલા આ વિચિત્ર ગામને પક્ષીઓના સ્સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે પક્ષીઓ અહીં આવ્યા બાદ આત્મહત્યા કરી લે છે.

suicide point of birds

આસામના જતિંગા નામના આ ગામમાં દર વર્ષે સેંકડો પક્ષીઓ આત્મહત્યા કરે છે. સ્થાનિક પક્ષી ઉપરાંત બહારથી આવતા યાયાવર પક્ષીઓ પણ આમાં સામેલ હોય છે. અહેવાલો અનુસાર, અહીં મોટાભાગના પક્ષીઓ સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે આત્મહત્યા કરે છે. આ પક્ષીઓ અહીં મૃત હાલતમાં પડેલા જોવા મળે છે.

આ વિચિત્ર ઘટના પાછળ એક કારણ એ પણ આપવામાં આવે છે કે ઉડતા પક્ષીઓની ઝડપ વધુ હોવાને કારણે તેઓ ઝાડ અથવા ભારે વસ્તુઓ સાથે અથડાય છે અને તેના કારણે તેઓ મૃત્યુ પામે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મોટાભાગના પક્ષીઓ સાંજે 7 થી 10 વાગ્યાની વચ્ચે મરે છે. આ ગામ તેના કુદરતી કારણોસર લગભગ નવ મહિના સુધી રાજ્યના અન્ય શહેરોથી કપાયેલું રહે છે. મોડી રાત્રે ગામમાં જવા પર પ્રતિબંધ છે.

પક્ષી નિષ્ણાતોનું માનીએ તો આ મેગ્નેટિક ફોર્સ વધુ હોવાને કારણે પક્ષીઓ મકાન કે ઝાડ સાથે અથડાઈ જાય છે. અહીં પવન પણ તેજ ગતિએ ચાલે છે. જેના કારણે પક્ષીઓ ઈલેક્ટ્રીક વાયરની નજીક ઉડીને તેની સાથે અથડાઈને મૃત્યુ પામે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X