આ વ્યક્તિએ મઝા લેવા માટે 9 યુવતીઓ સાથે કર્યા લગ્ન પરંતુ નથી પૂરી થઈ રહી મનની ઈચ્છા
બ્રાઝિલિયન મોડલ આર્થર, જેણે એક નહીં પરંતુ 9 છોકરીઓ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. આવો જાણીએ એક વર્ષમાં બ્રાઝિલની મોડલની શું હાલત થઈ?
નવી દિલ્લીઃ એક પત્નીની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ હોય છે ત્યારે તમે વિચારો કે જેની એક નહિ પરંતુ 9 પત્ની હોય તો તેના શું હાલ થઈ શકે. આવો જ એક વ્યક્તિ છે બ્રાઝિલિયન મોડલ આર્થર, જેણે એક નહીં પરંતુ 9 છોકરીઓ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. આવો જાણીએ એક વર્ષમાં બ્રાઝિલના મોડલની શું હાલત થઈ?

9 છોકરીઓ સાથે કેમ કર્યા લગ્ન?
આર્થરે કહ્યુ હતુ કે તે સિંગલ લગ્નના સમર્થનમાં નહોતો તેથી તેણે 9 છોકરીઓ સાથે લગ્ન કર્યા. તેણે એમ પણ કહ્યુ કે તે ફ્રી લવ લાઈફ સેલિબ્રેટ કરવા માંગતો હતો.

બધા લગ્નને છે કાનૂની માન્યતા
બ્રાઝિલના કાયદાની દૃષ્ટિએ પણ આ નવ લગ્નો માન્ય નથી, પરંતુ આર્થરે થોડા વર્ષો સુધી આ લગ્નો સારી રીતે નિભાવ્યા પરંતુ હવે આર્થરની હાલત ખરાબ થઈ ગઈ છે. આર્થરે નવ પત્નીઓમાંથી એકથી છૂટાછેડા લીધા છે પરંતુ બાકીની 8 પત્નીઓ તેની સાથે છે. ઉર્સોની લુઆના કઝાકી એક મોડેલ છે. કઝાકી કહે છે કે એક જ સમસ્યા એ છે કે તેનો પતિ તેને યોગ્ય સમય આપી શકતો નથી.

પરંતુ પૂરી નથી થઈ રહી મનની ઈચ્છા
આર્થર સમજાવે છે કે તે આઠ પત્નીઓ સાથે ખૂબ જ ખુશ છે પરંતુ એકસાથે તેમની સાથે ડીલ કરવુ મુશ્કેલ લાગે છે. મને જે પત્ની સાથે રહેવાનુ મન થાય તેની સાથે હું નથી રહી શકતો.

પત્નીઓએ તૈયાર કર્યા છે સેક્સ રોસ્ટર
તમને જાણીને નવાઈ લાગશે કે આ પુરુષની પત્નીઓએ સેક્સ રોસ્ટર તૈયાર કર્યુ છે. તેની પાછળનું કારણ એ છે કે તમામ પત્નીઓને સમાન સમય મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત મોડલ આર્થર બીજી પત્ની સાથે રહેવા માંગતો હોય પરંતુ સેક્સ રોસ્ટરના કારણે તેને બીજી પત્ની સાથે રહેવુ પડે છે.

ખર્ચા એટલા વધી ગયા કે થઈ ગયો પરેશાન
મોડલ આર્થર ઓ ઉર્સોની ઈચ્છાઓ જ નથી મરી રહી પરંતુ તે 8 પત્નીઓ પર થતા ખર્ચથી પણ કંટાળી ગયો છે. એકથી વધુ પત્નીઓ રાખવાથી ખર્ચની મર્યાદા પણ વટી ગઈ છે.

એકથી વધુ પત્નીના ફાયદા
જો કે, આર્થર માને છે કે એક કરતાં વધુ પત્નીઓ રાખવાનો મોટો ફાયદો સેક્સની સ્વતંત્રતા છે. તેણે કહ્યુ કે હું વીકએન્ડમાં ખૂબ જ મસ્તી કરુ છુ. તેણે કહ્યુ કે મારો વિરોધ કરનારાઓ સેક્સની આ સ્વતંત્રતાના કારણે બહુપત્નીત્વ કરવાની ઈચ્છા રાખતા હશે.












Click it and Unblock the Notifications
