અજબ ગજબ : ચાર હાથ ચાર પગ, શું આ છે ભગવાનનું સ્વરૂપ?
મોરાદાબાદનાં એક નર્સિંગ હોમમાં જ્યારે એક બાળકનો જન્મ થયો, તો તેને જોવા માટે ભીડ ભેગી થઇ ગઇ. લોકોને આ બાળક બ્રહ્મા દેવ હોવાનો ભાસ થયો. જાણો આ બાળક વિષે અહીં
ઉત્તર પ્રદેશ નાં મુરાદાબાદમાં એક નર્સિંગ હોમ એક બાળક નો જન્મ થયો. જેને જોવા માટે અચાનક જ દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. કેટલાક તો તેના આશીર્વાદ પણ લેવા લાગ્યા. કારણ પણ તેવું જ હતું કે જેથી કરીને લોકોને આ બાળક કંઇક ખાસ લાગે. આ બાળકને ચાર હાથ, ચાર પગ અને એક માથું હતું. જેના કારણે લોકો તેને બ્રહ્મા અને અન્ય દેવી દેવતાઓ સાથે સરખાવવા લાગ્યા. અને તેની એક ઝલક જોવા માટે નર્સિંગ હોમમાં મોટી ભીડ લાગી ગઇ.

મુરાદાબાદનાં સિવિલ લાઇન્સ વિસ્તારમાં ફરજાન નર્સિંગ હોમમાં પિંકી નામની મહીલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. તેના જન્મ બાદ હોસ્પિટલમાં નવજાત બાળકને જોવા માટે લોકોની ભીડ જામી થઇ ગઇ હતી. જોકે, આ બાળક બહુ લાંબુ જીવી શક્યો નહતો. વધતી ભીડ જોઇને કોઈપણ મુશ્કેલીને ટાળવા માટે બાળકના પિતા રાજેશએ અંતિમક્રિયા કરવાનું વિચાર્યું હતું. રાજેશે જણાવ્યું હતું કે તેમને ડૉક્ટર કહ્યા મુજબ બે વાર પોતાની પત્નીનુ અલ્ટ્રાસાઉન્ડ કર્યુ હતુ, પરંતુ તે છતાં તેના બાળકની ચોક્કસ સ્થિતિની ખબર પડી શકી નહતી.
પીંકીની ડિલિવરી કરાવનાર ડોકટર ફરજાન પણ તેને ભગવાનનો એક ચમત્કાર માન્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, તેમણે અત્યાર સુધી આવો કોઇ પણ કિસ્સાો જોયો નથી. જ્યાં અલ્ટ્રાસાઉન્ડ વાત હતી ત્યાં પરિવારનાં લોકોને કહેવામાં આવ્યું હતું કે બાળક લાંબા સમય જીવી નહીં શકે.












Click it and Unblock the Notifications
