For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવકને હગ કરવાનુ પડ્યુ મોંઘુ, યુવતીના આ પાર્ટના તૂટી ગયા 3 હાડકાં, કોર્ટે કર્યો 1 લાખનો દંડ

શું તમે કોઈને ગળે લગાવ્યુ હોય અને તમારા આલિંગનથી બીજાના હાડકાં તૂટી ગયા છે? વાંચો ચીનની એક વિચિત્ર ઘટના.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આલિંગન એ બે લોકો વચ્ચે પ્રેમ, એકતા અને મિત્રતાનુ પ્રતીક છે. આ ઘણીવાર સ્નેહના વિનિમયના સંકેત તરીકે જોવામાં આવે છે. શું તમે કોઈને ગળે લગાવ્યુ હોય અને તમારા આલિંગનથી બીજાના હાડકાં તૂટી ગયા છે? આ વાંચીને તમને થોડુ વિચિત્ર લાગતુ હશે. ચીનમાં એક મહિલા સાથે આ વિચિત્ર ઘટના બની છે. ઑફિસમાં સાથીદારના ગળે મળવાથી તેના હાડકાં તૂટી ગયા. જેના કારણે મહિલાએ તે વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

યુવકે કો-વર્કરને આપી 'જાદૂની ઝપ્પી'

યુવકે કો-વર્કરને આપી 'જાદૂની ઝપ્પી'

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ચીનના હુનાન પ્રાંતના યુયાંગ શહેરની છે. યુયાંગની રહેવાસી મહિલાનુ કહેવુ છે કે તેના સાથીદારે તેને એટલી જોરથી ગળે લગાવી કે તેની ત્રણ પાંસળીઓ તૂટી ગઈ. હવે મહિલાએ તેના સાથીદાર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને વળતરની રકમ માંગી છે. રિપોર્ટ્સ અનુસાર આ ઘટના મે 2021ની છે.

હગ કરતી વખતે મહિલાની ચીસ નીકળી ગઈ

હગ કરતી વખતે મહિલાની ચીસ નીકળી ગઈ

મહિલાએ દાવો કર્યો છે કે મહિલા તેના સહકર્મચારી સાથે વાત કરી રહી હતી ત્યારે એક પુરૂષ સહકાર્યકર ત્યાં આવ્યો અને તેને મળતાની સાથે જ તેને ગળે લગાડી. મહિલાએ કહ્યુ કે તે વ્યક્તિએ મને એટલી જોરથી ગળે લગાવી કે મારી ચીસો નીકળી ગઈ. લાંબા સમય સુધી તેને છાતીમાં દુખાવો થતો હતો. મહિલાએ કહ્યુ કે તે ડોક્ટર પાસે ગઈ ન હતી અને સામાન્ય દુખાવાને ધ્યાનમાં રાખીને છાતી પર ગરમ તેલ લગાવીને સૂઈ ગઈ હતી.

એક્સ-રેમાં નીકળ્યા 3 તૂટેલા હાડકાં

એક્સ-રેમાં નીકળ્યા 3 તૂટેલા હાડકાં

ધીમે-ધીમે મહિલાની છાતીમાં દુખાવો વધવા લાગ્યો. તેથી મહિલાએ 5 દિવસ પછી ડૉક્ટર પાસે જવાનુ વિચાર્યુ. જ્યારે ડૉક્ટરે તેનો એક્સ-રે કર્યો તો જાણવા મળ્યુ કે મહિલાની ત્રણ પાંસળીઓ તૂટી ગઈ હતી. જમણી પાંસળીના પાંજરામાં બે પાંસળી ડાબી પાંસળીના પાંજરામાં એક પાંસળી તૂટેલી છે. જે બાદ મહિલાનો લાંબા સમય સુધી ઈલાજ કરવામાં આવ્યો, જેના માટે તેને ઑફિસમાંથી રજા લેવી પડી.

મહિલાએ સહકર્મી પાસે માંગ્યો ઈલાજનો ખર્ચ

મહિલાએ સહકર્મી પાસે માંગ્યો ઈલાજનો ખર્ચ

સ્વસ્થ થયા પછી જ્યારે મહિલા તે પુરુષને મળી, જેના આલિંગનમાં તેની ત્રણ પાંસળી તૂટી ગઈ હતી. મહિલાએ પુરૂષ પાસે સારવારમાં ખર્ચેલા પૈસાની માંગણી કરી હતી. જે વ્યક્તિએ આપવાની ના પાડી હતી. સહકર્મીએ કહ્યુ કે મહિલા પાસે કોઈ નક્કર પુરાવા નથી કે તેના ગળે લગાવવાને કારણે પાંસળી તૂટી ગઈ છે. જે બાદ મહિલાએ કોર્ટમાં જઈને તેની સામે કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો.

કોર્ટે કર્યો 1 લાખ રૂપિયાનો દંડ

કોર્ટે કર્યો 1 લાખ રૂપિયાનો દંડ

જે બાદ કોર્ટમાં આ મામલે સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટમાં મહિલા અને તેના તમામ સહયોગીઓએ જુબાની આપી હતી કે મહિલાને ગળે લગાવ્યા બાદ ભારે દુખાવો થતો હતો. જે બાદ કોર્ટે વ્યક્તિ પર 10,000 યુઆન (લગભગ 1.16 લાખ રૂપિયા)નો દંડ ભરવાનો નિર્દેશ આપ્યો હતો. ચીનના સોશિયલ મીડિયા પર આ સમાચારની ખૂબ ચર્ચા થઈ રહી છે.

English summary
Chinese woman accuses co worker of breaking her ribs during friendly hug
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X