For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૉપ્યુલર ફેશન બ્રાંડે બિકિની પર છાપી દીધો ભગવાન વિષ્ણુનો ફોટો, લોકો થયા ગુસ્સે

પૉપ્યુલર ફેશન બ્રાંડે પોતાના બિકિનીના નવા કલેક્શન સાથે કંઈક એવુ પ્રિન્ટ કરી દીધુ કે સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફેશન અને કંઈક અલગ બતાવવા માટે લોકો કંઈ પણ કરવા લાગે છે. ફેશનના નામે ઘણી વાર એવી ભૂલો થઈ જાય છે જેને લઈને હોબાળો મચી જાય છે. આવુ જ કંઈક લોકપ્રિય ક્લોદિંગ બ્રાંડ સહારા રે સ્વિમના પોતાના નવા કલેક્શન સાથે થયુ છે. બ્રાંડે પોતાના બિકિનીના નવા કલેક્શન સાથે કંઈક એવુ પ્રિન્ટ કરી દીધુ કે સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરી રહ્યા છે. તેનુ આ કલેક્શન વિવાદોમાં ઘેરાઈ ગયુ છે. લોકો કંપનીને આને તરત જ હટાવવા અને માફી માંગવા માટે કહી રહ્યા છે. આવો જાણીએ કે વિવાદ શું છે.

બિકિની પર બનાવી દીધો ભગવાનનો ફોટો

બિકિની પર બનાવી દીધો ભગવાનનો ફોટો

પૉપ્યુલર ક્લોધિંગ બ્રાંડ સહારા રે સ્વિમે પોતાના નવા બિકિની કલેક્શનમાં ભગવાન વિષ્ણુનો ફોટો પ્રિન્ટ કરી દીધો. કંપનીએ પોતાના ઑરા કલેક્શન 2022ને લૉન્ચ કર્યુ. આના સ્વિમવેરના નવા કલેક્શનમાં વિષ્ણુ ભગવાનનો ફોટો છપાયેલો છે. બિકિનીના બૉટમ પર ભગવાન વિષ્ણુનો ફોટો જોઈને લોકો ભડકી ગયા છે. લોકો આને હિંદુ ધર્મ અને હિંદુ દેવી-દેવતાનુ અપમાન ગણાવી રહ્યા છે.

હિંદુ ધર્મનુ અપમાન

હિંદુ ધર્મનુ અપમાન

તમને જણાવી દઈએ કે આ ક્લોધિંગ બ્રાંડની માલિક સહારા રે છે, જે એક યુવા સર્ફરમાંથી ઓનલી ફેન્સ મૉડલ બની છે. કંપનીએ પોતાના ઑરા કલેક્શન 2022ના સ્વિમવેરનુ નવુ કલેક્શન લૉન્ચ કર્યુ છે. આ કલેક્શનમાં વિષ્ણુ ભગવાનના ફોટા ટૉપ અને બૉટમમાં છાપ્યા છે. કંપનીએ પોતાની જાહેરાતમાં ભગવાનનો ફોટો છપાયેલ બિકિની પહેરીને મૉડલના ફોટા અને કલેક્શનનો ફોટો રિલીઝ કર્યો ત્યારબાદથી વિવાદ વધતો ગયો અને લોકો ગાર્મેન્ટ કંપનીને ત્વરિત આ કલેક્શનને પાછુ લેવા અને માફી માંગવાની માંગ કરી રહ્યા છે.

ભડક્યા લોકો, કહ્યુ - હિંદુ દેવી-દેવતાઓનુ અપમાન કેમ?

ભડક્યા લોકો, કહ્યુ - હિંદુ દેવી-દેવતાઓનુ અપમાન કેમ?

બિકિની અને સ્વિમ કલેક્શન પર ભગવાનના ફોટાને લઈને હોબાળો મચેલો છે. હિંદુ ધર્મના લોકો આને વાંધાજનક માનીને કંપનીને ત્વરિત આને પાછુ લેવાની માંગ કરી રહ્યા છે. ટ્વિટર પર લોકો કંપનીના આ કલેક્શનની ટીકા કરી રહ્યા છે. જસ્ટીન એક્સ નામના એક યુઝરે લખ્યુ કે આ ડિઝાઈન પાછળનો હેતુ શું છે? કોઈએ લખ્યુ કે દર વખતે હિંદુ દેવી-દેવતાઓના ફોટો જ કેમ ઉપયોગમાં લેવામાં આવે છે. જો બહુ ધાર્મિક હોય તો તેમણે તેમની શરુઆત યીશુથી કરવી જોઈએ, હેને? વળી, એક યુઝરે લખ્યુ કે હિંદુ દેવી-દેવતાઓનુ અપમાન હવે એક ફેશન બની ગયુ છે. વળી, હિંદુ આઈટી સેલે ટ્વિટ કરીને માહિતી આપી કે આ સંપૂર્ણપણે અપમાનજનક અને હિંદુ ધર્મ વિરુદ્ધ અપમાનજનક છે, જેને તે સહન નહિ કરે. તેમણે કહ્યુ કે જો જરુર પડી તો તે કાનૂની મદદ લેશે.

English summary
Clothing Brand Sahara Ray printing Hindu deities image on Bikinis, social media hits on it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X